SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૫૩ વેધક નજરવાળા એક નરપુંગવને મારી પીઠ પાછળ ઉભેલો અને મારા ખભે હાથ ટેકવી ઉભેલો જોયો ! “મને ઓળખ્યો?” પાછળ ઉભેલી ઉપરના વર્ણનવાળી પેલી અજાણી વ્યક્તિએ મને પૂછયું. બીજાને ભયાનક લાગે, અરે ! બીક પણ લાગે એવી આ વ્યક્તિની આંખો મને આકર્ષક લાગી. હું એના તરફ ખેંચાયો. “તમે વીર વનરાજ ચાવડા તો નહિ ?” મેં થોડાક ઉત્સાહમાં આવી પ્રેમસભર વાણીમાં જવાબ સાથે જ જીજ્ઞાસાપૂર્વક પૂછયું. “હા એજ.” સામી વ્યક્તિએ મારી વાતને અનુમોદન આપ્યું. વર્ષો પછી મારું સ્વપ્ન ફળ્યું. ઘણું બધું પૂછવાનું હતું. હું કાંઇક પૂછવા જાઉં એ પહેલાં તો, “હમણાં ચૂપ!” પોતાના મુખ પર હાથની પ્રથમ આંગળી મૂકી મને કાંઇ જ ન બોલવા અને ચૂપ રહેવા ઈશારો કર્યો. “મારી પાછળ પાછળ ચાલ્યા આવો.” એવો સંકેત કર્યો. હું કોઈ અજ્ઞાત શક્તિથી તેની પાછળ દોરાયો ચોગાનમાં આવતાં તેણે તેના જમણા હાથથી મારા ડાબા હાથને પકડીને મને ગોળ ગોળ ફેરવતાં હું દિશાઓ ભૂલી ગયો. હું ભાનમાં છું અને સંપૂર્ણ સ્વસ્થ અવસ્થામાં જ છું એ તપાસવા મેં મારે ગાલે ચૂંટી ખણી જોઇ. હું સંપૂર્ણ ભાનમાં હતો. મને થોડેક દૂર લઈ જવામાં આવ્યો. એક જગ્યાએ મને ઊભો રાખ્યો. વનરાજે પોતાના બે હાથ વડે જોર કરી એક મોટા પથ્થરની વિશાળ શીલા ખસેડી. મારા આશ્ચર્ય વચ્ચે મેં ત્યાં એક ભોંયરું જોયું. તેમાં નીચે ઉતરવાના પગથીયાં હતા. મારી પાછળ પાછળ ચાલ્યા આવો.” વનરાજે મને આજ્ઞા કરતાં જણાવ્યું. મને આ કુતુહુલ ગયું. કાળકા પાસે મોંઢેરાના સૂર્યમંદિરમાં જવાના ભોંયરા છે. ભોંયરા મારફત પાટણથી સિધ્ધપુર, મોઢેરાથી પાટણ જવાય છે. એવું માત્ર સાંભળેલું. આજે એક પ્રાચીન ભોંયરું મારી નજર સામે જોવા મળ્યું. હવે મને બીક રહી ન હતી. શું બનશે? વનરાજ મને ક્યાં લઈ જશે? વનરાજ મને અહીં કેમ લાવ્યો? આ બધું માર માટે વિસ્મયજનક હતું ! મેં મારી તમામ શક્તિ ભેગી કરી દઢ મનોબળ કરી તેની પાછળ પાછળ ચાલવા માંડ્યું. ભોંયરામાં અંધારું હોવા છતાં ક્યાંક ક્યાંકથી સૂર્યના કિરણોનો પ્રકાશ પ્રવેશતો જણાયો. આછા પ્રકાશમાં ભોંયરાના એક ખૂણામાં એક શિવલીંગ હતું. તેની પાસે કોડીયામાં દીવો બળતો હતો. આ નાનકડા દીવાના અજવાળામાં હું જોઈ શક્યો કે શિવલીંગ પર તાજાં ફૂલ ચડાવેલાં હતા. શિવલીંગની દરરોજ પૂજા થતી હશે એમ મેં માન્યું. એટલામાં મારા પગે એક પથ્થર અથડાયો. વનરાજે મારો હાથ ઝાલી મને પડતો બચાવ્યો. મેં નીચા વળી જોયું તો તે પથ્થરમાં પગલાં કોતરેલાં હતાં અને પગલાં પાસે કાંઇક લખાણ પણ કોતરેલું. પરંતુ અજાણી ભાષા તેમજ અંધારામાં તે વંચાય તેમ ન હતું. અમે બંને ત્યાં બેઠા, એટલે મેં ફરી પૂછયું, “તમે અમારા પાટણના સ્થાપક વનરાજ ચાવડા જ છો?” “કેમ હજુય શંકા છે? તમે જેની શોધમાં છો એજ હું વનરાજ ચાવડો છું.” સામી વ્યક્તિએ
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy