SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા પ્રમુખ સ્થાને રહી પરિષદને પગભર કરવામાં એમનો ઘણો મોટો ફાળો છે. - શ્રી શાસ્ત્રીજીના અભિલેખવિદ્યા, ઇતિહાસ, સંસ્કૃત સાહિત્ય-સંસ્કૃતિને લગતા ૨૬ જેટલા મૂલ્યવાન ગ્રંથો પ્રકાશિત થયા છે. એ જ રીતે સંપાદન ક્ષેત્રે પણ એમનું ઘણું મોટું પ્રદાન છે. સીત્તેર જેટલા અપ્રકાશિત અભિલેખોનું એમનું સંપાદનકામ ભારે પરિશ્રમવાળુ અને પ્રશંસનીય છે. સાહિત્ય, ઇતિહાસ, સંશોધન કરતી ગુજરાતની બધીજ સંસ્થાઓમાં એમણે નોંધપાત્ર કામ કર્યું છે. | મુરબ્બીશ્રી હરિપ્રસાદ શાસ્ત્રીજી (૧) નર્મદ સુવર્ણચંદ્રક (૨) રણજિતરામ સુવર્ણચંદ્રકથી સન્માનિત થયેલા છે વળી શ્રી શંકરાચાર્ય તરફથી સન્માનપત્ર સંસ્કૃત અધ્યાપક મંડળ તરફથી સન્માનપત્ર, સાહિત્ય એકેડેમી તરફથી સ્મૃતિએવોર્ડ અને રસીકલાલ છોટાલાલ પરીખ સુવર્ણચંદ્રક જેવા પ્રતિષ્ઠિત એવોર્ડોથી શાસ્ત્રીજી સન્માનીત થયેલા છે. આમ વંદનીયશ્રી શાસ્ત્રીજી જેવા મેઘાવી ઇતિહાસકારે આ ગ્રંથને આવકાર લખી આપી ગ્રંથને ધન્ય બનાવી દીધો છે. વળી હું પોતે પણ ગ્રંથના લેખક અને સંપાદકના નાતે ધન્ય બન્યો છું. આવો સુંદર અને વિસ્તૃત આવકાર” લખી આપવા બદલ હું પૂજ્ય શાસ્ત્રીજીનો હૃદયપૂર્વક આભાર માનું છું. ગ્રંથ પ્રકાશનનું કામ ઘણુંજ ખર્ચાળ હોય છે. મારા પરમ સ્નેહી મિત્ર શ્રી બચુભાઇ મોહનલાલ પ્રજાપતિને આ ગ્રંથના પ્રકાશન વિશે વાત કરતાં એમણે સહર્ષ ગ્રંથ પ્રકાશનનાં ખર્ચની જવાબદારી પોતે સ્વીકારી લીધી. શ્રી બચુભાઈ આપબળે આગળ આવેલ ખમીરવંતા પાટણપ્રેમી નાગરિક છે. તેમણે પાટણના ઇતિહાસમાં, પાટણના સ્થાપત્યોમાં, પાટણની સંસ્કૃતિમાં અને પાટણની પ્રભુતામાં ઘણી રસ છે. ધંધાર્થે તેઓ મુંબઈ વસતા હોવા છતાં અવારનવાર તેઓ પાટણમાં આવે છે. અને પાટણની પ્રગતિથી સતત્ વાકેફ રહે છે. શ્રી બચુભાઇ સાહિત્યપ્રેમી, વતનપ્રેમી અને પ્રવાસપ્રેમી છે. તેમણે નગાધિરાજ હિમાલય ઉપર આવેલ શ્રી કૈલાશમાનસરોવરની કપરી ગણાય એવી યાત્રા એક બે વખત નહી પણ પુરી નવ વખત કરી એક રેકોર્ડ નોંધાવ્યો છે. તેમની છેલ્લી કેટલીક યાત્રાઓતો પાકટવયે એટલે કે સિત્તેર થી પંચોત્તેર વર્ષની વયે કરેલ છે. તેમને ભગવાન ભોલેનાથમાં અતૂટવિશ્વાસ છે. મુંબઈ ખાતેના તેમના નિવાસસ્થાનની બાજુમાં જ એક શિવાલય બંધાવ્યું છે. આમ આ ગ્રંથનાં પ્રકાશનનો આર્થિક સહયોગ આપવા ઉપરાંત એમણે માર્ગદર્શન પણ આપ્યું છે. તે બદલ હું તેમનો અને તેમના પરિવારનો હૃદયપૂર્વક આભાર માનું છું. આ ગ્રંથમાં જે ફોટાઓ પ્રસિધ્ધ કર્યા છે એ તમામ ફોટાઓ પાટણના લોકપ્રિય સાપ્તાહિક પાટણ ટાઇમ્સ' ના સહયોગથી પ્રાપ્ત થયા છે. આ ગ્રંથનું સુંદર અને કલાત્મક પ્રિન્ટીંગ કામ શ્રી સત્યમ્ પ્રિન્ટર્સ, પાટણના માલિક મારા સુપુત્ર શ્રી હિતેન્દ્રકુમાર એમ. બ્રહ્મક્ષત્રિયે ખુબજ ચીવટ અને જહેમત લઇ ખુબજ ટૂંકા સમયમાં સંતોષકારક કર્યું છે. તે બદલ તેમને હાર્દિક અભિનંદન આપુ છું. પ્રા.મુકુળદભાઇ પી. બ્રહ્મક્ષત્રિય
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy