SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૩૦. અને સમગ્ર સરોવરના કાંઠા વિવિધ ધર્મસ્થાનોનું ધામ હતો. ત્યાં માતૃતીર્થ, દુર્ગાતીર્થ, વરાહતીર્થ, બ્રહ્મકુંડ, વિષ્ણુયાન, યાન વગેરે તીર્થો હતા. નહેરનો છેડો રૂદ્રકૂપ આગળ અટકતો આમાં નદીનું પાણી સ્થિર થતું. આજે ખોદકામમાં આ રૂદ્રપ બહાર આવ્યો છે. આ સહસ શિવમંદિરો ઉપરાંત અનેક દેવાલયો હતાં. જે દેવનું મંદિર જે કાંઠે હોય તે કાંઠો તે દેવનું તીર્થ બની જતો. સરોવરનો પશ્ચિમ કાંઠો દેવપીઠ હતો. ત્યાં ૧૦૮ દેવ પીઠો હતાં. તે ઉપરાંત ભાયેલ સ્વામીનું સૂર્યમંદિર, લવકુશ, વિનાયક, કાર્તિક સ્વામી, ભુતેશ્વર, સોમનાથ, હરસિદ્ધિ અને બક સ્થળ ઉપર વિંધ્યવાસિની દેવીનું મંદિર હતું. આ એક સરોવર ઉપરાંત તે એક મહાન વિદ્યાધામ હતું. આ ઉપરાંત સરસ્વતી નદીનું સરોવર પધારવા અંગેનું એક રૂપક સરસ્વતી પુરાણમાં આપ્યું છે. રાણકીવાવ : રાણકીવાવના સર્જન અંગેની કેટલીક હકીકત ‘સ્મૃતિશેષ અવશેષ” નામના પ્રકરણના ૧૫૦માં, * પાન ઉપર જણાવ્યા પછી અહીં તેની સ્થાપત્ય વિશેષતા દર્શાવવી જરૂરી છે. પાટણના પ્રાચીન દર્શનીય સ્થાનોમાં રાણકીવાવ શિલ્પ સ્થાપત્યનો અજોડ નમૂનો છે. નષ્ટ થયેલી આ વાવનું ખોદકામ પુરાતત્ત્વખાતાએ કરેલ. અત્યારે તેના પ્રાપ્ત અનુપમ શિલ્પો આપણને આશ્ચર્યમાં મૂકી દે તેવા ભવ્ય જોવા મળે છે. સહસ્ત્રલિંગ સરોવરની પાસે જ ભીમદેવ સોલંકીની પ્રિય રાણી સૌરાષ્ટ્રના નરવાહન ખેંગારની પુત્રી ઉદયમતીએ પોતાના મંત્રી દામોદર અને પુરોહિત સોમની સલાહથી બંધાવેલી ભવ્ય વાવ છે. ભીમદેવનો સમય ઈ.સ. ૧૦૭૮ થી ઇ.સ. ૧૧૨૦ છે. એટલે તે કાળમાં આ બંધાઈ હતી. આ વાવ અંગે જે ઉલ્લેખ મળે છે તે પ્રમાણે તે સાત ખંડની હતી. આ વાવમાં દરેક સાતથી આઠ પગથિયા આગળ મોટા પગથારો બનાવી બંને બાજુએ ભગવાન શિવના અનન્ય શિલાશિલ્પો કોતરાવ્યાં હતાં. આ ઉપરાંત શિવ વિષ્ણુની એકતા સૂચક શેષશાયી વિષ્ણુ, વૈલોકય મોહન શિવ, શક્ત સંપ્રદાયના દેવીનાં વિવિધ સ્વરૂપો યયુગલો, ગજથર, નરથર, ગ્રાસ પટ્ટીઓ, ઘટપલ્લવો, ચૈત્ય ગવાક્ષો વગેરે બનાવેલાં હતાં એવું બહાર આવતાં શિલ્પો સાક્ષી પૂરે છે. મોઢેરાના શિલ્પો જેવાં જ અનન્ય શિલ્પો તેમાં કંડારેલા હતાં. આ વાવ હશે ત્યારે ગુજરાતમાં તેનો જોટો નહી હોય. જેમ સહસ્ત્રલિંગ સરોવરના પથ્થરમાંથી હાલનાં પાટણમાં અનેક મકાનો વગેરે રચાયાં તેમ આ વાવના પથ્થરોમાંથી ‘બારોટની વાવ' નામની ત્રીકલ બારોટની વાવ બંધાયી હોવાનું કહેવાય છે. અવશેષ રહેલા શિલ્પો ખરેખર શિલ્પ કલાની છંદલીલાનું અનોપમ દર્શાવે છે. શેખ ફરીદનો રોજો - ફાટીપાલ દરવાજા બહાર ઉત્તર દિશામાં નદીકાંઠે આ રોજો આવેલ છે. પ્રાચીન ગ્રંથો પ્રમાણે તો સરસ્વતી નહેર જે સહસ્ત્રલિંગ સરોવરમાં પાણી લઇ જતી હતી તેનાં કાંઠા ઉપર બે અનુપમ શિલ્પ સ્થાપત્ય ધરાવતાં વિષ્ણુયાન અને શિવયાન હતાં. તેમાનાં એક આ રૂપાંતર પામેલો છે. તેનાં ઘુમ્મટમાં - એક સુંદર અપ્રતિમ કલાકૃતિવાળુ કમળ હતું. જે આજે વડોદરાના મ્યુઝિયમમાં છે. આજે આ સ્થાનમાં પણ કેટલીક અનુપમ શિલ્પો સચવાયા છે.
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy