SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા પાછી શરૂ થતી દેખાય છે. અને તે પછીના વખતમાં તે પ્રવૃત્તિ દિવસે દિવસે વધતી જતી જણાય છે. ઇ.સ. ૧૩૨૩ અને ઇ.સ. ૧૩૨૯ની સાલમાં અંતર ગચ્છ સંબંધી શાંતિથી વિધિ ચૈત્યમાં જિનકુશલસુરિના હાથે અનેક જીનબિંબો અને આચાર્ય મૂર્તિની પ્રતિષ્ઠાઓ થાય છે. આ શાંતિનાથ વિધિ ચૈત્ય આજે પણ ખરાખોટડીના પાડામાં સુધરેલી હાલતમાં વિદ્યમાન છે. ઇ.સ. ૧૩૬૦ થી ઇ.સ. ૧૩૬૪ અને ઇ.સ. - ૧૩૬૬ના વર્ષમાં પણ પાટણમાં પ્રતિષ્ઠાઓ થયાના લેખો ત્યાંથી મૂર્તિ પરથી મળી આછે છે. તેથી આ વાત નિશ્ચિત થાય છે કે પ્રાચીન પાટણના ભંગ પછી ઇ.સ. ૧૩૨૩ના વર્ષ પહેલાના કોઇપણ વર્ષમાં આધુનિક પાટણ વસી ગયું હોવું જોઇએ. ૧૧૯ મુનિશ્રી કલ્યાણવિજયજીના તર્ક અને સંશોધન વિશ્વસનીય તો છે જ. નવું પાટણ ઇ.સ. ૧૩૨૩ના વર્ષ પહેલાના હોઇ પણ વર્ષ એટલે કે એમના અનુમાન પ્રમાણે ઇ.સ. ૧૩૧૪ની આસપાસ વસ્યું હોય એ સ્થિતિ વાસ્તવિક છે. પણ ઇ.સ. ૧૩૦૦ થી ઇ.સ. ૧૩૧૪ના ગાળામાં પુરાણું પાટણ સાવ નિર્જન ન થઇ ગયું હોય એ પણ એટલી જ વાસ્તવિક સ્થિતિ છે. એટલે એક તબક્કો એવો હશે કે જુનું પાટણ અને નવું પાટણ બંને એકબીજાને આબોહવા પ્રમાણે ધબકતાં રહ્યાં રહે. લોકફિચ નવા પાટણમાં વસવા તરફ વળી હશે અને પોતાની સ્થિતિ અને સંપત્તિ પ્રમાણે નગરજનોએ નવા પાટણ તરફ સ્થળાંતર કર્યું હશે. ઇ.સ. ૧૪૧૨માં અમદાવાદ વસ્યું. આ વસવાટના પ્રભાવ હેઠળ પાટણની રહીસહી રોનક પણ ઝાંખી પડી. અમદાવાદ વસ્યું તે વખતે પાટણમાંથી ૧,૦૦,૦૦૦ પાયદળ, ૮૦૦ હાથી, ૩૨,૦૦૦ ઊંટ, ૬૦૦ તોપો, ૧૬,૦૦૦ કોઠી, ૧,૬૦૦ ગાડાં અને પાંચ કરોડ રૂપિયા અમદાવાદ ભેગા કરવામાં આવ્યા. અમદાવાદ વસ્યું એ વખતે રાજધાની તો પાટણ જ હતી પણ ઇ.સ. ૧૪૬૮માં રાજધાની પાટણથી ખસેડીને અમદાવાદ લઇ જવામાં આવી. આ ઘટના પુરાણા પાટણ પર મરણતોલ ફટકા સમાન હતી. પુરાણા પાટણનો નાભિશ્વાસ ચાલવા લાગ્યો અને પાટણની રહીસહી રોનક નષ્ટકાય થઇ ગઇ. અલબત્ત આ સમય દરમ્યાન જૂના અને નવા પાટણને સાંકળી રાખનારાં કેટલાંક સ્થાપત્યો મોજુદ હતા. જેમાનું એક સહસ્ત્રલિંગ તળાવ હતું. ઇ.સ. ૧૫૬૭માં જાન્યુઆરીની ૩૧મી તારીખ અને શુક્રવારના રોજ બહેરામખાન સહસ્રલિંગ તળાવમાં મછવામાં સહેલ કરીને પગથિયે ઉતરતો હતો. ત્યારે મુબારક નામના એક પઠાણે એનું ખૂન કર્યું હતું. બીજી રીતે કહીએ તો એ સમયે સહસ્રલિંગ સરોવર બોટીંગ કરી શકાય એવી સ્થિતિમાં હતું. આ ધટના માત્ર ૪૪૦ વર્ષ પહેલાની ગણાય ! આ ઉપરાંત કેટલાંય બાંધકામ એવાં હતા કે એ જૂના અને નવા પાટણની સાંકળરૂપ બની રહ્યાં હોય, એવા સ્થાપત્યોમાં મુખ્ય શ્રી પંચાસરા પાર્શ્વનાથ, મહાવીર સ્વામી, નેત્રેશ્વર, શાંતિનાથ, ગૌતમસ્વામીના જૈન મંદિરો અને કાલિકા માતાનું મંદિર હતું. પુરાણુ પાટણ ઉજ્જડ થઇ ગયું હતું ત્યારે એ નગરના અવશેષો નવા પાટણ અને અમદાવાદ જેવાં શહેરોમાં ભરપટ્ટે ઉપયોગમાં લેવાઇ રહ્યાં હતાં. નવા પાટણમાં બંધાયેલી બહાદુરસિંહ બારોટની
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy