SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૧૬ દીક્ષા લેશે અને પછી તેમનો મોક્ષ થશે. આવી સાંપ્રદાયિક વજુદ વગરની વાત હડસેલી દઇ પૂજ્ય શ્રી ભાનુવિજયજીના વ્યાખ્યાનોમાં ચૂસ્ત જૈનો પણ ‘‘શ્રીકૃષ્ણ: શરણં મમ’’ પ્રેમથી ગાય છે. એક જ કિનારે વાઘ અને બકરી પાણી પીએ એ રીતે સંતના સાનિધ્યમાં નવચંડી યજ્ઞ પણ થાય છે. અને જૈન પરંપરા મુજબની સિદ્ધચક્ર પૂજા પણ ભણાવાય છે. પૂજ્ય ભાનુવિજયજી મહારાજનો જન્મ પૂનામાં તા. ૬-૭-૧૯૩૧ ના રોજ થયો. બાર વર્ષની કુમળી વયે દીક્ષા લીધી. જૈનધર્મની એક વિશિષ્ટતા છે કે જ્ઞાન ઉપાસના માટે પંડિતો રોકી જૈન સાધુઓને પદ્ધતિસર ભણાવાય છે. તેમણે પણ પદ્ધતિસરનો સંસ્કૃત તથા અર્ધમાગધીનો અભ્યાસ કર્યો. જૈન દર્શનોના પ્રકાંડ વિદ્વાન બની ૧૯ વર્ષની નાની ઉંમરે જ ધર્મ ઉપર વિદ્વતાપૂર્વક જાહેર પ્રવચનો આપવા માંડચા. શ્રી આનંદઘનજી તથા શ્રીમદ્ રાજચંદ્રની ઘેરી અસર તેમના ઉપર જણાય છે. ભગવાન બુદ્ધને જેમ સત્ય લાધ્યું તેમજ શ્રી ભાનુવિજયજીને અધ્યાત્મ પરમતત્ત્વનો . આત્મસાક્ષાત્કાર થતાં જ જૈન પરંપરાની દીક્ષાનો ત્યાગ કરી સમગ્ર વિશ્વ પોતાનું કુટુંબ છે. એમ સમજી પોતાના જ્ઞાનનો ઉપયોગ બહુજન હિતાય કરવા મેદાને પડ્યા. ભગવા કપડાં પહેર્યા નથી માટે વૈષ્ણવો તેમના સાધુ ગણે નહી અને ઓઘો, લાકડી વગેરે બાહ્ય ચિન્હો રાખે નહી, તેથી જૈનો પણ તેમના સાધુ ગણે નહી. આવી અવસ્થામાં સંવત ૨૦૨૫માં સર્વ મંગલમ્ પરિવાર આશ્રમની સ્થાપના કરવામાં આવી. જનસમાજને સાચા આધ્યાત્મ માર્ગે વાળવો અને તે માટે તેમણે આશ્રમમાં રોજ સ્વાધ્યાય કરવા માંડડ્યો. દર રવિવારે પ.પૂ. ગુરૂજી વિવિધ ધર્મના જુદા જુદા ગ્રંથો ઉપર જાહેર વ્યાખ્યાનો આપે છે. આધ્યાત્મ જ્ઞાનની પરબ ચાલુ કર્યાની સાથે જ પાયાના શિક્ષણના કાર્યમાં તેઓ સક્રિય બન્યા. પાટણથી નજીક સાગોડીયા ગ્રામ પંચાયતે શિક્ષણ કાર્ય માટે ૬૮ એકર જમીન આશ્રમને આપી. આ જમીન ક્ષારવાળી હતી છતાં અઢાર-વીસ વર્ષના અથાગ પરિશ્રમના અંતે આ વેરાન ભૂમિ વૃન્દાવન બન્યું છે. આ હરિયાળી જમીન ઉપર આશ્રમ શાળાના મકાનો, સ્વાશ્રયી છાત્રાલયો, શિક્ષકોના રહેવાના જાતે બનાવેલાં મકાનો, ધ્યાન કુટિરો ગૌશાળા, દવાખાનું, શ્રીમદ્ રાજચંદ્ર અધ્યાત્મ કેન્દ્ર, વાનપ્રસ્થાશ્રમ તથા એક સાધના મંદિર ચાલે છે. જમીનમાંથી ક્ષાર દૂર કરી ખેતીને લાયક જમીન બનાવી, વૃક્ષારોપણ થયું. ગૌશાળા બંધાણી છે. આ રીતે એક ગોકળીયું ગામ તૈયાર થયું છે અને તેના પ્રેરણામૂર્તિ શ્રી ભાનુવિજયજી મહારાજ છે. તેમના માર્ગદર્શન હેઠળ તમામ પ્રવૃત્તિ ચાલે છે. “જનસેવા એ જ પ્રભુસેવા’' આ મંત્ર જેમણે જીવનમાં ઉતાર્યો છે તેવા પૂ. ગુરૂજીએ ભૂતિયાવાસણા નામનું ગામ પુરમાં તણાઇ ગયું હતું. ત્યારે વરસતા વરસાદમાં જાતે જઇ ગ્રામજનોને ભોજન તથા કપડાં પહોંચતા કર્યા હતા અને આખું ગામ નવેસરથી ઉભુ કર્યું હતું. પૂ. ગુરૂજી કહે છે હે પ્રભુ ! હું કોઇ સત્તા કે મોક્ષની ઇચ્છા રાખતો નથી. પરંતુ દુઃખથી પીડાયેલ જીવમાત્રનાં દુઃખ દૂર કરી શકું એવું બળ હું તારી પાસે માંગું છું. તેઓ છેલ્લા ચાલીશ વર્ષ ઉપરાંતથી તેમનાં ચાતુર્માસ વ્યાખાનો નિયમીત ચાલે છે. આશ્રમનું “પરમતત્ત્વ’'નામનું મુખપત્ર પણ ચાલે છે. આમ આજની તારીખે પ.પૂ. મુનીશ્રી ભાનુવિજયજી મહારાજ પાટણમાં અવિરત જ્ઞાનની પરબ ચલાવી રહ્યા છે.
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy