SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા (૨) દંડ કે દાન ? સિદ્ધરાજ જયસિંહના વખતમાં બનેલી આ ધટના છે. સિદ્ધરાજની આજ્ઞા મુજબ સહસ્રલિંગ સરોવરનું બાંધકામ પુર ઝડપે ચાલી રહ્યું હતું. બાંધકામ વખતે રાજા જાતે હાજર રહે છે. કારીગરોને જાતે સૂચના આપે છે. એક ભવ્ય સરોવર બાંધવાનું સિદ્ધરાજનું સ્વપ્ન હતું. પાટણની પ્રજાનું પાણીનું દુઃખ કાયમ માટે ટાળવા રાજ્યના છુટા હાથે નાણાં વપરાય છે. માત્ર પાણીની સગવડ માટે જ નહીં. પરંતુ પાટણના નાક સમાન એક ભવ્ય સરોવર બાંધવાની રાજાની આજ્ઞા હતી. જ્યાંથી માત્ર પાણીની જલધારા વહેતી હોય અને સાથે સાથે ધર્મની અને સંસ્કારની સરવાણીઓ પણ વહેતી હોય ! ૧૦૨ સહસ્રલિંગ સરોવરના નિર્માણની વાત દશે દીશામાં ફેલાતાં લોકો આનંદવિભોર બન્યા હતા. પરંતુ માણસ ઇચ્છે છે શું ? અને ઇશ્વર કરે છે કાંઇક જુદું જ. સહસ્રલિંગનું નિર્માણ કામ ચાલતું હતું ત્યાં એકાએક મળવાએ પાટણને લડવાનું સામેથી આહ્વાહન આપ્યું. માળવા અને ગુજરાત વચ્ચે વર્ષોથી હરિફાઇ ચાલતી હતી. એકાએક યુદ્ધ ફાટી નીકળ્યું. સહસ્રલિંગના નિર્માણને બાજુએ રાખી સિદ્ધરાજ માળવાની સામે યુદ્ધે ચડડ્યો. બંને વચ્ચે ખુનખાર યુદ્ધ જામ્યું. માળવા ઉપર વિજય મેળવવો સહેલો ન હતો. આ યુદ્ધ લોઢાના ચણા ચાવવા જેવું કપરૂં નીકળ્યું. યુદ્ધ ખૂબ જ લંબાયું. સિદ્ધરાજે સહસ્રલિંગ સરોવરના નિર્માણની જવાબદારી મહામાત્ય મુંજાલને સોંપી. સિદ્ધરાજ માળવા સાથે યુદ્ધ ખેલી રહ્યો હતો. એક બાજુ યુદ્ધનો ખર્ચ વધતો જતો.હતો. ત્યારે બીજી બાજુ રાજ્યનો ખજાનો ખૂટવાથી સહસ્રલિંગ સરોવરનું સર્જન કામ બંધ કરવાની મુંજાલ મહેતાને ફરજ પડી. પાટણના શ્રીપાલ શેઠે જાણ્યું કે નાણાંના અભાવે સરોવરનું કામ બંધ કરવામાં આવ્યું છે. ત્યારે સોનામહોરોથી ભરેલી થેલીઓ લઇ શેઠ દરબારમાં પહોંચ્યા અને કાકલુદી કરવા લાગ્યા. મહામાત્યજી ! એક પ્રાર્થના કરું છું કે રાજ્ય સખત નાણાં ભીડમાં છે એના કારણે જ સરોવરનું નિર્માણ કામ બંધ કરવામાં આવ્યું છે. મારી સંપત્તિ આવા સમયે કામમાં નહી આવે તો કયારે આવશે ? માટે મારી આ સોનામહોરો સ્વીકારો અને મને ઉપકૃત કરો. સરોવરનું કામ ફરી ચાલુ કરો અને જ્યારે પણ જરૂર જણાય તો આ સેવકને યાદ કરશો. મુંજાલ ભારે વિમાસણમાં મૂકાઇ ગયા. એક તરફ નાણાંના અભાવે સરોવરના નિર્માણનું કામ બંધ હતું. છતાં મુંજાલે રાજાની આજ્ઞા વિના પ્રજાનાં નાણાં લઇ શકે નહીં તેમ જણાવ્યું. શ્રીપાલ શેઠ નિરાશ થઇ ગયા. એજ રાત્રે રાજાના ખજાનામાંથી એક કિંમતી હાર ચોરાયાની નામોશીભરી ઘટના બની. મુંજાલ મહેતાની આબરૂનો પ્રશ્ન હતો. મુંજાલે દૃઢ પ્રતિજ્ઞા કરી કે હારના ચોરને પકડું ત્યાં સુધી અન્નપાણી હરામ છે. મુંજાલે જાતે તપાસ આદરી. પગેરૂ શ્રીપાલ શેઠના ઘેર પહોંચ્યું. શ્રીપાલ શેઠના દીકરાને મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો. દીકરાનું નામ ઉદયકુમાર, બીજા દિવસે ભરી સભામાં આરોપી ઉદયકુમારને સભામાં હાજર કરવામાં આવ્યો. કોઇની પણ શેહમાં તણાયા વગર ચુકાદો આપતાં કહ્યું કે, “શેઠ ! આ દીકરાને છોડાવવો હોય તો ૩ લાખ સોનામહોરો ભરપાઇ કરી દો.'' સભા સ્તબ્ધ બની ગઇ.
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy