SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૯૨ 33 પાટણના બ્રહ્મનિષ્ઠ મહાત્મા શ્રી ત્રિકમલાલજી પ્રા. મુકુન્દભાઇ પી. બ્રહ્મક્ષત્રિય પરમ પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ વરિષ્ઠ મહાત્મા શ્રી ત્રિકમલાલ મહારાજ એક મહાન બ્રહ્મનિષ્ઠ યોગી હતા. શ્રી ત્રિકમલાલ મહારાજનો જન્મ આપણા પાટણની પવિત્ર ભૂમિમાં ઝારોળા બ્રાહ્મણની જ્ઞાતિમાં સંવત ૧૯૦૯ ના શ્રાવણ સુદ-૭ ના રોજ એટલે કે લગભગ દોઢસો વર્ષ અગાઉ થયો હતો. તેઓ એક ઊંચ્ચ કોટીના મહાત્મા હતા. પરંતુ પ્રસિદ્ધિથી હમેશાં અળગા રહેતા હતા. ‘‘ત્રિકમ તત્વ વિલાસ'' ભાગ-૧, ભાગ-૨ અને ભાગ-૩ એ એમના રચેલા ઉત્તમ પદોના સંગ્રહો છે. આ પદોનો અભ્યાસ કરવામાં આવે તો જણાશે કે તેમનું ‘‘આત્મતત્ત્વનું’’ ચિંતન ઘણું ઊંડાણવાળુ હતું. બ્રહ્મનાદ, નાદાનુસંધાન અને અધ્યાત્મ માર્ગની ચઢાઇ તેમણે સિદ્ધ કરી હતી. કોઇક વીરલા જ આ માર્ગે પ્રગતિ કરી શકે છે. આખી જીંદગી કર્મકાંડ કરનારા કે ટીલાં-ટપકાં કરનાર કાંઇ પ્રાપ્ત કરી શકતા નથી. જ્યારે સદગુરૂની સહાયથી શ્રી ત્રિકમલાલજીએ અધ્યાત્મ માર્ગના કપરાં ચઢાણ ચઢો પરમપદ સુધી પહોંચ્યા હતા. યોગમાર્ગના સીધાં ચઢાણ ચઢતાં ચઢતાં વિવિધ સ્તરે-પગથીયે વગર કાને સંભળાતો ઝરણાંનો નાદ, મુરલીનો નાદ અને ઘંટનાદ તેમણે સાંભળ્યો અને બાહ્ય ચક્ષુ વગર દેખાતો કરોડો સૂર્યનો પ્રકાશ તેમણે જોયો. મનુષ્યની બે આંખો વચ્ચે આવેલ આજ્ઞાચક્ર તેનું રહસ્ય ખુલ્લું ખુલ્લુ જાહેર કરી દીધું છે, જે બહુ ઓછા યોગીઓએ કર્યું. તેમના અંગત અનુભવના નિચોડરૂપ તેમને રચેલા ભજનો યોગમાર્ગના સાધકોને માર્ગદર્શક રૂપ છે. આ લેખકને પણ આ જ માર્ગમાં ઊંડો રસ હોવાથી તેમનું એક એક ભજન ગહન માર્ગોનો ભેદ ખુલ્લો કરે એવું લાગ્યું છે. એક ભજનમાં તેઓ લખે છે કે, ‘‘તુજ પુંજ સમ દીશે દશો દીશ, બીના દીપક ઉજીઆલા હોજી'' ઉપર જણાવ્યા મુજબ આ પંક્તિમાં ઉચ્ચ કોટીના સાધકને દીપક વગર સાધના માર્ગમાં ચારે બાજુ ઝળહળતો પ્રકાશ તેજપુંજ દેખાય છે. આવી જ એક પંક્તિ સંત પછુની છે કે, ‘“ઉલટા કુવા ગગનમે, તીસમે જલે ચિરાગ, તીસમે જલે ચિરાગ, બીન બાતી, બીન તેલ.’' અધ્યાત્મ માર્ગની મુસાફરી-ચઢાઇ ઊંધા કુવા જેવી એટલે મોઢું નીચે અને કુવનું તળીયું ઉપર હોય છે. તેમાં એક એવો ચિરાગ-દિપક સળગે છે જેમાં નથી દિવેટ કે નથી તેલ. સંત કબીર, સંત દાદુ, સંત પછુ અને હાથરસના સંત તુલસી (તુલસીદાસ નહી) આ જ માર્ગના અધિષ્ઠાતા ગણાય. બીજા એક પદમાં મહાત્મા ત્રિકમલાલજી જણાવે છે કે “નામ નિશાન શબ્દનેં સુરણ, અનહદ
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy