SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૩૨ શ્રી સ્વામીનારાયણ ભગવાનનું પાઢણમાં આગમન પ્રા. મદભાઈ પી. બ્રહ્મક્ષત્રિય “ચાર વેદ, વ્યાસસુત્રઃ શ્રીમદ્ ભાગવત, વિષ્ણુસહસ નામ, શ્રીમદ ભગવદ્ ગીતા, શ્રી વિદુર નીતિ, સ્કંદપુરાણનું શ્રી વાસુદેવ મહાત્મ, યાજ્ઞવલ્કય સ્મૃતિ આ આઠ સંદેશાઓ અમોને ઇષ્ટ છે.” શ્રીકૃષ્ણ ભગવાન વિના અન્ય પદાર્થોમાં પ્રીતિ નહિ તે વૈરાગ્ય જાણવો, જીવ, માયા, અને ઇશ્વર તેમના સ્વરૂપને રૂડી રીતે જાણવું તેને જ્ઞાન કહીએ.” કોઇ જીવના પ્રત્યે પૂરતા ન કરવી, કોઇની થાપણ ન રાખવી, કોઇનું કરજ ક્યારેય ન કરવું, વિદ્યાદાન એ મોટું પુણ્ય છે. ગૃહસ્થાશ્રમી પુરૂષે પોતાની મા, બહેન અને દિકરી સંગાથે પણ આપત્કાળ વિના એકાન્ત સ્થળે ન રહેવું, વિધવા સ્ત્રીનો સ્પર્શ ન કરવો.” “માતા-પિતા, ગુરૂ, રોગીનીની સેવા કરવી, ઉપજ કરતાં વધુ ખર્ચ ન કરવો, ઉપજ અને ખર્ચનો રૂડા અક્ષરે હિસાબ રાખવો.” “તાંબુલ, અફીણ, તમાકુ, ગાંજો વગેરેને તજવું, સ્ત્રી, ધન, અને રાજ્ય માટે પણ મનુષ્યની હિંસા ન કરવી. આપધાત ન કરવો.” ઉપરના ઉપદેશ શ્રી સ્વામીનારાયણ ભગવાને સર્વ શાસ્ત્રોનો સાર કાઢીને “શિક્ષાપત્રી” નામના ગ્રંથમાં વર્ણવેલો છે. શિક્ષાપત્રી માનવ જીવનની એકએક ભાવના અને આશાઓને આવરી લેતું તેમજ સામાન્ય માનવીથી વિદ્વાનો અને યુગપ્રવર્તકોને પણ પ્રેરણાપાન કરાવે તેવી વ્યવહારૂ ગ્રંથ છે. આવા મહાન ગ્રંથના મહાન લેખક અને ઉપદેશક ભગવાન સર્વાવતારી પૂર્ણ પુરૂષોત્તમ શ્રી સ્વામીનારાયણ સંવત ૧૮૬૦ ના આશરામાં પોતાની માણકી ઘોડી ઉપર સવાર થઈ આપણા પાટણમાં પધારેલા એ એક ઐતિહાસિક નોંધપાત્ર હકીકત છે. આ અવતારી પુરૂષનો જન્મ ઉત્તર પ્રદેશમાં અયોધ્ધા નગરી પાસે છપૈયા ગામમાં વિક્રમ સંવત ૧૮૩૭ના ચૈત્ર સુદ-૯ (રામનવમી) ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ ધર્મદેવ અને માતાનું નામ ભક્તિદેવી હતું. ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના આહોભાગ્ય ગણાય કે દૂર દૂર ઉત્તર પ્રદેશમાં જન્મેલા આ યુગપુરૂષ જનકલ્યાણ અર્થે ગૃહત્યાગ કરી જીવનલીલાનું ક્ષેત્ર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ બનાવ્યું. ફરતા ફરતા સૌરાષ્ટ્રમાં આવી ગુરૂ રામાનંદ પાસેથી મહાદીક્ષા ગ્રહણ કરી સહજાનંદ સ્વામી નામ ધારણ કર્યું. આ યુગ પુરૂષે ગુજરાતના ગામડે ગામડે ફરી તેમના દિવ્ય સંદેશ ફેલાવ્યો અને અધર્મનો નાશ કરી સદધર્મની સ્થાપના કરી લોકોને વ્યસન મુક્ત કર્યા. બુરી આદતો છોડાવી ચોરી, લુંટ વગેરે દુષ્કર્મોથી દૂર રહેવા ઉપદેશ આપ્યો અને એક મહાન સમાજ સુધારકનું કામ કર્યું છે. વહેમોને દૂર કરી સમાજમાં નૈતિક તાકાત વધારનાર આત્મા શોધક તરીકે સ્વામીનારાયણ સંપ્રદાય હિંદુ ધર્મના ઇતિહાસમાં અમર અને અજોડ ગણાશે.
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy