SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગયોગ્ય પર્ષદા ૨૭૯ जा सा उवट्ठिता सा दुविधा-सम्मोवट्ठिता मिच्छोवट्ठिता य, मिच्छोवट्ठिता जहा अज्जगोविंदा * तारिसाण ण वदृति कहेतुं, सम्मोवट्ठिता दुविधा-भाविता अभाविता य, अभाविताए ण वट्टति कहेतुं, भाविता दुविधा-विणीता अविणीता य, अविणीताए ण वट्टति, विणीताए कहेतव्वं, विणीता दुविधा-वक्खित्ता अवक्खित्ता य, वक्खित्ता जा सुणेति कम्मं च किंचि करेति सिव्वति वा अण्णं वा वावारं करेति, अवक्खित्ता ण किंचि अण्णं करेति केवलं सुणति, अवक्खित्ताए 5 कहेयव्वं, अवक्खित्ता दुविधा-उवउत्ता अणुवउत्ता य, अणुवउत्ता जा सुणेति अण्णमण्णाणि य અર્થો ભણવાની ઇચ્છાથી જે આવ્યા હોય.) તેને કથન કરવું, પણ અનુપસ્થિતિને ન કરવું. જે ઉપસ્થિત છે તે પણ બે પ્રકારે છે - સમ્ય રીતે ઉપસ્થિત અને ખોટી રીતે ઉપસ્થિત હોય. તેમાં ખોટી રીતે ઉપસ્થિત હોય જેમ કે આર્ય ગોવિંદ. તો તેઓને શાસ્ત્રના અર્થોનું કથન કરવું કલ્પતું નથી. (ગોવિંદનું દષ્ટાન્ત આ પ્રમાણે કે – અમુક નગરમાં ગોવિંદ નામે બૌદ્ધભિક્ષુ પોતાની 10 જાતને સર્વોત્કૃષ્ટ વાદી માનતો હતો. મોટા-મોટા વિદ્વાનોને તેણે હરાવ્યા હતા. એવામાં તે નગરમાં બહુશ્રુતધર એવા આચાર્ય પધાર્યા. તેમના અજબકોટીના જ્ઞાનથી આખા નગરમાં ચારે–બાજુ યશ ફેલાયો. ગોવિંદપંડિત આ સહન ન કરી શક્યો. તેથી વાદ કરવા આચાર્ય પાસે ગયો. પરંતુ આચાર્ય ક્ષણવારમાં તેને હરાવ્યો. પરિણામે ગોવિંદને દ્વેષ ઉત્પન્ન થયો. તેથી તેણે વિચાર્યું કે જયાં સુધી જૈનસિદ્ધાન્તોનો અભ્યાસ નહીં કરું ત્યાં સુધી આ આચાર્યને જીતવા શક્ય નથી. એમ વિચારી તે દૂર 15 દેશમાં વિચરતા બીજા આચાર્ય પાસે જૈનસિદ્ધાન્તોનો અભ્યાસ કરવા દીક્ષા લઇ ભણવા લાગ્યો. વધુ વિસ્તાર ઉપદેશપદ–૨૫૮માંથી જાણી લેવો. જેમ અહીં ગોવિંદ ભણવા ઉપસ્થિત થયો પણ આચાર્યને હરાવવા માટે જૈન સિદ્ધાન્તો ભણવા માંગતો હતો તેથી ખોટી રીતે ઉપસ્થિત થયો.) " સમ્ય રીતે ઉપસ્થિત પર્ષદા બે પ્રકારે છે – ભાવિત અને અભાવિત. તેમાં જે અભાવિત હોય તેને અર્થો કહેવા કલ્પતા નથી. ભાવિત બે પ્રકારે – વિનીત અને અવિનીત. અવિનીતને ન કહેવું. 20 જે વિનીતપર્ષદા છે તેને અર્થો કહેવા. વિનીત બે પ્રકારે – વ્યાક્ષિત અને અવ્યાક્ષિપ્ત. તેમાં વ્યાક્ષિપ્ત એટલે જે અર્થો સાંભળે અને સાથે બીજા કામ પણ કરે અથવા સીવવાનું કે અન્ય કોઈ વ્યાપાર કરે. અવ્યાલિત એટલે કોઈ પણ અન્ય કામ કરે નહીં, માત્ર સાંભળે. તેમાં અવ્યાક્ષિપ્ત પર્ષદાને અર્થો કહેવા. અવ્યાક્ષિત બે પ્રકારે – ઉપયુક્ત અને અનુપયુક્ત. અનુપયુક્ત એટલે જે સાંભળે બીજું અને ४७. या सोपस्थिता सा द्विविधा-सम्यगुपस्थिता मिथ्योपस्थिता च, मिथ्योपस्थिता यथा आर्यगोविन्दाः, 25 तादृश्यै न युज्यते कथयितुं, सम्यगुपस्थिता द्विविधा-भाविता अभाविता च, अभावितायै न युज्यते कथयितुं, भाविता द्विविधा-विनीता अविनीता च, अविनीतायै न युज्यते कथयितुं, विनीतायै कथयितव्यं, विनीता द्विविधा-व्याक्षिप्ता अव्याक्षिप्ता च, व्याक्षिप्ता या शृणोति कर्म च किञ्चित् करोति सीव्यति वा अन्यं वा व्यापारं करोति, अव्याक्षिप्ता न किञ्चिदन्यत् करोति केवलं शृणोति, अव्याक्षिप्तायै कथयितव्यं, अव्याक्षिप्ता द्विविधा-उपयुक्ता अनुपयुक्ता च, अनुपयुक्ता या शृणोति अन्यदन्यानि च 30
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy