SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ દેશાવકાશિકવ્રતનું સ્વરૂપ છે ૨૦૯ उक्तं सातिचारं प्रथमं शिक्षापदव्रतमधुना द्वितीयं प्रतिपादयन्नाह - -- दिसिव्वयगहियस्स दिसापरिमाणस्स पइदिणं परिमाणकरणं देसावगासियं, देसावगासियस्स समणो० इमे पञ्च०, तंजहा-आणवणप्पओगे पेसवणप्पओगे સદ્દા[વાણ રૂવાપુવા વઢિયા પુપિવરવે ૨૦૫ (સૂત્ર) ___ अस्य व्याख्या-दिग्व्रतं प्राग् व्याख्यातमेव तद्गृहीतस्य दिक्परिमाणस्य दीर्घकालस्य 5 यावज्जीवसंवत्सरचतुर्मासादिभेदस्य योजनशतादिरूपत्वात् प्रत्यहं तावत्परिमाणस्य गन्तुमशक्तत्वात् प्रतिदिन-प्रतिदिवसमित्येतच्च प्रहरमुहूर्ताद्युपलक्षणं प्रमाणकरणं-दिवसादिगमनयोग्यदेशस्थापनं प्रतिदिनप्रमाणकरणं देशावकाशिकं, दिग्व्रतगृहीतदिक्परिमाणस्यैकदेशः-अंशः तस्मिन्नवकाश:गमनादिचेष्टास्थानं देशावकाशस्तेन निर्वृत्तं देशावकाशिकं, एतच्चाणुव्रतादिगृहीतदीर्घतरकालावधिविरतेरपि प्रतिदिनसक्षेपोपलक्षणमिति पूज्या वर्णयन्ति, अन्यथा तद्विषयसक्षेपाभावाद् 10 અવતરણિકા અતિચારસહિત પ્રથમ શિક્ષાપદવ્રત કહ્યું. હવે બીજા શિક્ષાપદવ્રતનું પ્રતિપાદન કરતા કહે છે : સૂત્રાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. 'ટીકાર્ય : દિવ્રત પૂર્વે જણાવી જ દીધું છે. તે દિવ્રતમાં જે દિશાસંબંધી પરિમાણ ગ્રહણ કર્યું છે, તે દીર્ઘકાળનું એટલે કે માવજીવ, વાર્ષિક, ચાર મહિના, વિગેરે ભેદોવાળું એવું સો યોજન 15 વિગેરેરૂપ પરિમાણ છે. આટલું પરિમાણ રોજે રોજ જવાનું થાય એ કઈ શક્ય નથી. (અર્થાત્ એટલા પરિમાણ સુધી રોજે રોજ જવું સંભવતું ન હોય.) તેથી આવા દિપરિમાણનું રોજે રોજ, અહીં ‘પ્રતિવિ' શબ્દ પ્રહર, મુહૂર્ત વિગેરેનું ઉપલક્ષણ છે. તેથી તે દીર્ઘકાલીન એવા દિધ્રમાણને રોજે રોજ દિવસ વિગેરેમાં જવા યોગ્ય દેશમાં સ્થાપન કરવું. (અર્થાતુ ધારો કે પૂર્વદિશાસંબંધી ૧૦૦ યોજન મારે જવું એવું કોઇ શ્રાવકે પરિમાણ નક્કી કર્યું. હવે જે દિવસે ૧00 યોજન જવાનું નથી 20 તે દિવસે મારે ૧૦) યોજનની બદલે ૧૦ યોજનથી વધારે જવું નહીં અથવા આ એક પ્રહર દરમિયાન મારે ૧૦ યોજનથી વધારે જવું નહીં અથવા એક મુહૂર્ત માટે ૧૦ યોજનથી વધારે જવું નહીં વિગેરે રીતે દીર્ઘકાલીન એવા દિલ્મમાણને = ૧૦૦ યોજન વિગેરેને દિવસ વિગેરેમાં જવા યોગ્ય દેશમાં = ૧૦ યોજન વિગેરેમાં સ્થાપન કરવું) તે પ્રતિદિનપ્રમાણકરણ છે. અને આ પ્રતિદિનપ્રમાણનું કરવું તે દેશાવકાશિક કહેવાય છે. દિવ્રતમાં ગ્રહણ કરેલ દિશાપરિમાણનો (૧૦) યો. નો) એક દેશમાં એટલે કે એક અંશમાં (૧૦ ધો. માં) જે અવકાશ એટલે કે ગમન વિગેરે ચેષ્ટાનું સ્થાન તે દેશાવકાશ. તેનાવડે જે બનેલું છે તે દેશાવકાશિકવ્રત. (અહીં આ વ્રત માત્ર દિવ્રત પુરતું જ નથી એ સ્પષ્ટ કરે છે.) આ વ્રત અણુવ્રત વિગેરેમાં ગ્રહણ કરેલ લાંબા કાળ સુધીની વિરતિના પણ પ્રતિદિન સંક્ષેપનું ઉપલક્ષણ છે એમ પૂજયો = ગુરુ વિગેરે વડિલો કહે છે. (અર્થાત્ અણુવ્રતો વિગેરેમાં પણ ગ્રહણ કરેલ કાળમર્યાદાનો 30 સંક્ષેપ કરવો તે દેશાવકાશિક જાણવું.) નહીં તો જો માત્ર દિવ્રતસંબંધી જ આ વ્રત હોય તો અણુવ્રત વિગેરે સંબંધી સંક્ષેપનો અભાવ થઈ જાય. અને જો સંક્ષેપ કરવાનો હોય તો જુદા-જુદા શિક્ષાપદ 25
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy