SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) भैज्जालोभागयणिवरोहियस्स उवसग्गसमणं जायं, कहाणगं जहा नमोक्कारे । 'सेट्ठिभज्जा यत्ति चंपाए सुदंसणो सेट्ठिपुत्तो, सो सावगो अट्ठमिचउद्दसीएसु चच्चरे उवासगपडिमं पडिवज्जइ, सो महादेवीए पत्थिज्जमाणो णिच्छइ, अण्णया वोसट्ठकाओ देवपडिमत्ति वत्थे चेडीए वेढिउं अंतेउरं अतिणीओ, देवीए निब्बंधेवि कए नेच्छइ, पउट्ठाए कोलाहलो कओ, रण्णा वज्झो आणत्तो, 5 निज्जमाणे भज्जाए से मित्तवतीए सावियाए सुतं, सव्वाणजक्खस्साराधणाए काउस्सग्गे ठिता, सुदंसणस्सवि अट्ठखंडाणि कीरंतुत्ति खंधे असी वाहितो, सव्वाणजक्खेण पुष्फदामं कतो, मुक्को रन्ना पूइतो, ताधे मित्तवतीए पारियं । तथा 'सोदास 'त्ति सोदासो राया, जहा नमोक्कारे, (કાયોત્સર્ગદ્વારા) ઉપસર્ગ શાંત થઈ ગયો. આ કથાનક જે રીતે નમસ્કારનિયુક્તિમાં (ભાગ. ૪ પૃ. ૧૭૨માં) આવ્યુ છે તે રીતે અહીં જાણી લેવું. (૩) ત્રીજું ઉદાહરણ શ્રેષ્ઠિભાર્યાનું છે – ચંપાનગરીમાં 10 સુદર્શનનામે શ્રેષ્ઠિપુત્ર હતો. તે શ્રાવક આઠમ–ચૌદસને દિવસે છ રસ્તા જ્યાં પડતા હોય તેવા ચોકમાં શ્રાવકપ્રતિમાને સ્વીકારે છે. મહારાણીવડે પ્રાર્થના કરાવા છતાં સુદર્શન ઇચ્છતો નથી. એકવાર તે પોતાની કાયાને વોસિરાવીને કાયોત્સર્ગમાં રહ્યો. (તે અવસરનો લાભ ઉઠાવી) દાસી ‘દેવપ્રતિમા છે' એમ (માયા કરીને) વસ્ત્રમાં લપેટીને સુદર્શનને અંતઃપુરમાં લઈને આવી. દેવીવડે ઘણો આગ્રહ કરાયા છતાં તે ઇચ્છતો નથી. તેથી વૈષ પામીને દેવીએ કોલાહલ કર્યો. 15 રાજાએ સુદર્શનને મારી નાખવાની આજ્ઞા આપી. વધ્યસ્થાને જ્યારે સુદર્શનને લઈ જતા હતા ત્યારે તેની શ્રાવિકા પત્ની મિત્રવતીએ આ વાત સાંભળી. તે સર્વાનનામના યક્ષની આરાધના માટે કાયોત્સર્ગમાં રહી. સુદર્શનના આઠ ટુકડા થાઓ એમ વિચારી જ્યાં વધ કરનારાવડે તલવાર ખભા ઉપર મારવા ઉંચકાઈ એટલામાં સર્વાનયક્ષે તલવારની પુષ્પમાળા બનાવી દીધી. આ જોઈને રાજાએ તેને છોડી મૂક્યો અને તેની પૂજા કરી. ત્યાર પછી મિત્રવતીએ કાયોત્સર્ગ પાર્યો. (૪) ચોથું સોદાસરાજાનું દૃષ્ટાન્ત જે રીતે નમસ્કારનિયુક્તિમાં (ભાગ-૪ પૃ. ૮૭) છે. તે રીતે ત્યાંથી જાણી લેવું. (જો કે તે દષ્ટાન્તમાં ક્યાંય કાયોત્સર્ગની વાત આવતી નથી છતાં અહીં હવે પછીનું જે ગેંડાનું દૃષ્ટાન્ત આપવાના છે. તેની જેમ અહીં આ દષ્ટાન્તમાં પણ સંભવિત લાગે છે અર્થાત્ માંસપ્રિય એવો સોદાસ જ્યારે સાધુઓને મારવા જાય છે ત્યારે સાધુઓ કાયોત્સર્ગમાં ઊભા રહ્યા હશે. તેને જોઇને સોદાસરાજા પણ શાંત થઈ ધર્મ પામ્યો. એવું કંઈક હોવું જોઇએ.) (૫) ગેંડાનું 25 અટકવું – કોઈ પૂર્વભવમાં શ્રમણ્યની વિરાધનાને કારણે જંગલમાં ગેંડા તરીકે ઉત્પન્ન થયો. તે ३३. भार्यालोभागतराजरोधितस्योपसर्गप्रशमनं जातं, कथानकं यथा नमस्कारे । श्रेष्ठिभार्या चेति चम्पायां सुदर्शनः श्रेष्ठिपुत्रः, स श्रावकोऽष्टमीचतुर्दश्योश्चत्वरे उपासकप्रतिमां प्रतिपद्यते, स महादेव्या प्रार्थ्यमानो नेच्छति, अन्यदा व्युत्सृष्टकायो देवप्रतिमेति चेट्या वस्त्रैर्वेष्टयित्वा अन्तःपुरमानीतः, देव्या निर्बन्धे कृतेऽपि नेच्छति, प्रद्विष्टया कोलाहलः कृतः, राज्ञा वध्य आज्ञप्तः, नीयमानो भार्यया तस्य मित्रवत्या श्राविकया 30 श्रुतः, सर्वाणयक्षस्य आराधनाय कायोत्सर्गे स्थिता, सुदर्शनस्याप्यष्ट खण्डा भवन्त्विति स्कन्धेऽसिः प्रहृतः, सर्वाणयक्षेण पुष्पदामीकृताः, मुक्तो राज्ञा पूजितः, तदा मित्रवत्या पारितः । सौदासेति सौदासो राजा, यथा नमस्कार,
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy