SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ર જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૬) बुद्धसागरोवमठितीओ पुण जयणाजुत्तंपि छलेज्जा । अस्थि से सामत्थं जं तंपि पुव्ववेरसंबंधसरणओ कोइ छलेज्जत्ति गाथार्थः ॥१३४२॥ 'चंदिमसूरुवरागत्ति' अस्या व्याख्या उक्कोसेण दुवालस चंदु जहन्नेण पोरिसी अट्ठ। सूरो जहन्न बारस पोरिसि उक्कोस दो अट्ठ॥१३४३॥ अस्या व्याख्या - चंदो उदयकाले चेव गहिओ संदूसियराईए चउरो अण्णं च अहोरत्तं एवं दुवालस, अहवा उप्पायगहणे सव्वराइयं गहणं, सग्गहो चेव निबुड्डो संदूसियराईए चउरो अण्णं च अहोरत्तं एवं बारस । अहवा अजाणओ, अब्भछण्णे संकाए न नज्जइ, कं वेलं गहणं? परिहरिया राई पहाए दिढं सग्गहो निब्बुडो अण्णं अहोरत्तं एवं दुवालस । एवं चंदस्स, सूरस्स ઓછું છે તે દેવ છલના કરવા સમર્થ નથી. અર્ધા સાગરોપમનું આયુષ્ય ધરાવતો દેવ વળી જયણાયુક્ત 10 સાધુને પણ છલના કરે. (શંકા : જયણાયુક્ત સાધુને છલના કરવાનું તેનું શું સામર્થ્ય ખરું ? તો કહે છે હા,) તેનું સામર્થ્ય ખરું કે કોઈ દેવ પૂર્વભવના વૈરના સંબંધોને યાદ કરી સાધુની છલના કરે ૧૩૪રો. અવતરણિકા : (પૂર્વે ગા. ૧૩૩૮ માં) જે ચન્દ્ર-સૂર્યના ઉપરાગની વાત કરી તેની હવે વ્યાખ્યા કરે છે કે 15 ગાથાર્થ : ચન્દ્રગ્રહણમાં ઉત્કૃષ્ટથી બાર અને જઘન્યથી આઠ પ્રહર તથા સૂર્યગ્રહણમાં જઘન્યથી બાર અને ઉત્કૃષ્ટથી ૧૬ પ્રહર અસક્ઝાય જાણવી. ટીકાર્થ : ચન્દ્રના ઉદયસમયે જ ચન્દ્ર જો ગ્રહણ કરાયો હોય એટલે કે ચન્દ્રગ્રહણ થયું હોય તો તે દૂષિતરાત્રિના ચાર પ્રહર અને તેના પછીના અહોરાત્રના આઠ પ્રહર એમ બાર પ્રહરની અસજઝાય સમજવી. અથવા જો ઉત્પાત હોય તો સંપૂર્ણ રાત્રિ ગ્રહણ રહે (અર્થાત્ ધૂળ, માંસ, 20 રુધિર વિગેરેની વૃષ્ટિ સહિતનું ચન્દ્રગ્રહણ સંપૂર્ણ રાત્રિ રહે.) અને ગ્રહણ સાથે જ ચન્દ્ર અસ્ત પામેલો હોવાથી રાત્રિના ચાર અને બીજા અહોરાત્રના આઠ પ્રહર એમ બાર પ્રહરની અસઝાય જાણવી. અથવા ખ્યાલ ન આવવાથી એટલે કે વાદળોથી આકાશ ઘેરાયેલું છે, ચન્દ્રગ્રહણની શંકા પણ છે પરંતુ કયા સમયે ચન્દ્રગ્રહણ થયું? તેનો ખ્યાલ નથી. તેથી તે સંપૂર્ણ રાત્રિમાં સ્વાધ્યાયનો ત્યાગ કર્યો. પરોઢિયે ગ્રહણ સહિત ડૂબતો ચન્દ્ર દેખાયો તેથી એક અહોરાત્રના બીજા આઠ પ્રહર 25 પણ સ્વાધ્યાયનો ત્યાગ કરતા બાર પ્રહર થાય છે. આ પ્રમાણે ચન્દ્રને આશ્રયીને બાર પ્રહર કહ્યાં. १७. अर्धसागरोपमस्थितिकः पुनर्यतनायुक्तमपि छलेत्, अस्ति तस्य सामर्थ्यं यत्तमपि पूर्ववैरसम्बन्धस्मरणतः कश्चित् छलेदिति । चन्द्र उदयकाले चैव गृहीतः संदूषितरात्रेश्चत्वारः अन्यच्चाहोरात्रमेवं द्वादश, अथवा उत्पातग्रहणे सर्वरात्रिकं ग्रहणं, सग्रह एव ब्रूडितः संदूषितरात्रेश्चत्वारः अन्यच्चाहोरात्रमेवं द्वादश, अथवा अजानतः-अभ्रच्छन्ने शङ्कायां न ज्ञायते कं वेलं ग्रहणं ? परिहृता रात्रिः, प्रभाते दृष्टं, सग्रहो ब्रूडितः, 30 अन्यदहोरात्रमेवं द्वादश, एवं चन्द्रस्य, सूर्यस्य
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy