SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ કોણિકનું નરકગમન (નિ. ૧૨૮૫) * ૨૧૯ उववज्जिस्सामि ?, छट्ठीए पुढवीए, तमसद्दहंतो सव्वाणि एगिंदियाणि लोहमयाणि रयणाणि करेइ, ताहे सव्वबलेणं तिमिसगुहं गओ अट्टमेणं भत्तेणं, भणइ कयमालगो - अतीता बारस चक्कवट्टिणो जाहित्ति, नेच्छइ, हत्थिविलग्गो मणि हत्थिमत्थए काऊण दंडेण दुवारं आहणइ, ताहे कयमालगेण आहओ मओ छट्ठि गओ, ताहे ते रायाणो उदाई ठावंति, उदाइस्स चिंता जायाएत्थ णयरे मम पिया आसि, अद्धितीए अण्णं णयरं कारावेइ, मग्गह वत्थंति पेसिया, व 5 एगाए पाडला उवरिं अवयत्थितेण तुंडेण चासं पासंति, कीडगा से अप्पणा चेव मुहं अर्तिति, किह सा पाडलित्ति, दो महुराओ - दक्खिणा उत्तरा य, उत्तरमहुराओ वाणियगदारगो दक्खिणमहुरं ૮૪ ફરી પૂછ્યું – “પ્રભુ ! હું પછીના ભવમાં ક્યાં જઈશ ?” પ્રભુએ “છઠ્ઠી નારકીમાં” કહ્યું. પ્રભુના વચનો ઉપર અશ્રદ્ધા કરતો કોણિક (પોતે ચક્રવર્તી જ છે અને ચક્રવર્તીઓને ચક્રાદિ રત્નો હોય છે એવું પ્રભુ પાસે સાંભળેલું હોવાથી) લોઢાના સર્વ એકેન્દ્રિય રત્નો તૈયાર કરાવે છે. ત્યાર પછી પોતાના સર્વ સૈન્ય સાથે તિમિસ્રાગુફા પાસે આવે છે અને અઠ્ઠમ તપ કરે છે. જેથી તે ગુફાના દ્વારનો અધિષ્ઠાયિક કૃતમાળદેવ કહે છે કે “બાર ચક્રવર્તીઓ થઈ ગયા છે તેથી તું પાછો ફર.” કોણિક પાછો વળવા ઇચ્છતો નથી, અને હાથી ઉપર બેઠેલો તે હાથીના મસ્તક ઉપર મણિને સ્થાપીને ગુફાના દ્વાર ઉપર દંડવડે તાડન કરે છે. જેથી ગુસ્સામાં આવેલો કૃતમાળદેવ કોણિકને હણે છે.‘ત્યાં કોણિક મૃત્યુ પામીને છઠ્ઠી નરકમાં ગયો. ત્યાર પછી કોણિકના 15 સ્થાને ખંડિયા રાજાઓ તેના દીકરા ઉદાયીને સ્થાપે છે. તે વખતે ઉદાયીને વિચાર આવે છે કે આ નગરમાં મારા પિતા રહેતા હતા. એટલે તેને અતિ થવાથી તે બીજું નગર કરાવે છે. - 10 તે માટે વાસ્તુવિદ્યાના જાણકારોને ‘સારું સ્થાન ગોતી લાવો' એમ કહી મોકલે છે. વાસ્તુપાઠકો પણ એક સ્થાને પાટલનામના વૃક્ષ ઉપર ઉઘાડા મુખવાળા ચાસપક્ષીને જુએ છે, તેના મુખમાં કીડાઓ જાતે જ પ્રવેશ કરે છે. ત્યાં પાટલવૃક્ષ કેવી રીતે આવ્યું ? તે કહે છે # અર્ણિકાપુત્રની કથા બે મથુરા હતી – એક દક્ષિણમથુરા અને બીજી ઉત્તરમથુરા. ઉત્તરમથુરાથી એક વેપારીનો પુત્ર દક્ષિણમથુરામાં દેશાટન માટે ગયો. ત્યાં તેની એક વેપારી સાથે મૈત્રી થઈ. તે વેપારીને .८४. उत्पत्स्ये ?, षष्ठ्यां पृथ्व्यां, तदश्रद्दधानः सर्वाण्येकेन्द्रियाणि रत्नानि लोहमयानि करोति, तदा सर्वबलेन तमिश्रगुहां गतः अष्टमभक्तेन, भणति कृतमालक :- अतीता द्वादश चक्रवर्त्तिनो याहीति, नेच्छति, 25 हस्तिविलग्नो मणि हस्तिमस्तके कृत्वा दण्डेन द्वारमाहन्ति, तदा कृतमालकेनाहतो मृतः षष्ठीं गतः, तदा ते राजान उदायिनं स्थापयन्ति, उदायिनश्चिन्ता जाता - अत्र नगरे मम पिताऽऽसीत्, अधृत्याऽन्यन्नगरं कारयति, मार्गयत वास्तु इति प्रेषिताः, तेऽप्येकस्याः पाटलाया: उपर्यवस्तृतेन तुण्डेन चाषं पश्यन्ति, कीटिकास्तस्यात्मनैव मुखमायान्ति, कथं सा पाटलेति ?, द्वे मथुरे-दक्षिणा उत्तरा च, उत्तरमथुराया वणिग्दारको दक्षिणमथुरां - 20 30
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy