SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવ્રતની ભાવનાઓ (પામ સૂત્રો ( ૧૩૯ स्यात्, पञ्चापि भावनाः, उक्ताः पञ्चमहाव्रतभावनाः, अथवाऽसम्मोहार्थं यथाक्रमं प्रकटार्थाभिरेव भाष्यगाथाभिः प्रोच्यन्ते - "पणवीस भावणाओ पंचण्ह महव्वयाणमेयाओ। भणियाओ जिणगणहरपुज्जेहिं नवर सुत्तमि ॥१॥ इरियासमिइ पढमा आलोइयभत्तपाणभोई य । आयाणभंडनिक्खेवणा य समिई भवे तडया ॥२॥ मणसमिई वयसमिई पाणाडवायंमि होंति पंचेव। हासपरिहारअणुवीइ भासणा कोहलोहभयपरिण्णा ॥३॥ एस मुसावायस्स अदिन्नदाणस्स होतिमा 5 पंच । पहुसंदिट्ठ पहू वा पढमोग्गह जाए अणुवीई ॥४॥ उग्गहणसील बिइया तत्थोग्गेण्हेज्ज उग्गहं जहियं । तणडगलमल्लगाई अणुण्णवेज्जा तहिं तहियं ॥५॥ तच्चमि उग्गहं तू अणुण्णवे सारिउग्गहे जा उ। तावइय मेर काउंन कप्पई बाहिरा तस्स ॥६॥ भावण चउत्थ साहमियाण सामण्णमण्णपाणं तु । संघाडगमाईणं भुंजेज्ज अणुण्णवियए उ ॥७॥ पंचमियं गंतूणं साहम्मियउग्गहं अणुण्णविया। ठाणाई चेएज्जा पंचेव अदिण्णदाणस्स ॥८॥बंभवयभावणाओ णो अइमायापणीयमाहारे । दोच्च 10 નિષ્પરિગ્રહી છે. પરંતુ જો આવા શબ્દાદિને પામીને રાગ-દ્વેષ કરે તો તે રાગદ્વેષથી પાંચમી વ્રતની વિરાધના થાય છે. પાંચે ભાવનાઓ કહી. આ સાથે પાંચ મહાવ્રતોની ભાવનાઓ કહી. અથવા અસંમોહ માટે પ્રકટ=સ્પષ્ટ અર્થાવાળી એવી જ ભાષ્યગાથાઓવડે પાંચ મહાવ્રતોની ભાવનાઓ ક્રમશ કહેવાય છે – (૧) પૂજ્ય એવા જિનેશ્વરગણધરોવડે સૂત્રમાં પાંચ મહાવ્રતોની પચ્ચીસ ભાવનાઓ આ પ્રમાણે જણાવી છે. (૨) પ્રથમ ઇર્યાસમિતિ, બીજી જોઈને ભોજન–પાન 15 વાપરનારો, ત્રીજી આદાન–ભંડ નિક્ષેપણાસમિતિ (અર્થાત ભંડ=પાત્રાદિ ઉપકરણો. તેની આદાનનિક્ષેપસમિતિ.) (૩) ચોથી મનસમિતિ અને પાંચમી વચનસમિતિ આ પાંચ ભાવનાઓ પ્રાણાતિપાતનામના પ્રથમ મહાવ્રત માટે જાણવી. (દરેકનો અર્થ પૂર્વે કહ્યા પ્રમાણે જાણવો.) એ જ પ્રમાણે હવે પછી આગળ પણ પૂર્વની જેમ અર્થ જાણવો.) હાસ્યનો પરિત્યાગ, વિચારીને બોલવું, ક્રોધ, લોભ અને ભયનો ત્યાગ, (૪) આ મૃષાવાદની પાંચ ભાવનાઓ જાણવી. • ' અદિન્નાદાનની પાંચ ભાવનાઓ આ પ્રમાણે જાણવી. પ્રભુસંદિષ્ટ પાસે કે પ્રભુ પાસે વિચારીને (= કેટલો અવગ્રહ જોઈએ છે? વિગેરે વિચારીને) અવગ્રહની યાચના એ પ્રથમ ભાવના, (૫) યાચનાનો સ્વભાવ એ બીજી ભાવના એટલે કે જયાં ઉપાશ્રય ગ્રહણ કર્યો છે (અર્થાત જે ઉપાશ્રયમાં રહેવાનું થાય) ત્યાં તૃણ, ડગલ, વાટકો (શ્લેષ્મ વિગેરે માટેની કુંડી) વિગેરેની યાચના કરીને વાપરે. (૬) ત્રીજી ભાવનામાં અવગ્રહને યાચ્યા પછી જેટલો અવગ્રહ આપ્યો છે તેટલી મર્યાદા 25 કરીને તે મર્યાદાથી બહારનાં ક્ષેત્રનો પરિભોગ કરવા કહ્યું નહીં.. | (૭) ચોથી ભાવનામાં જે અન્ન–પાન બીજા સંઘાટક વિગેરે સાધર્મિકોને સામાન્ય છે એટલે કે બીજાની માલિકીના છે તે અન્ન-પાનને તે સાધુઓની રજા લઈને વાપરે. (૮) પાંચમી ભાવના આ પ્રમાણે – સાધર્મિક સાધુઓ પાસે જઈને અવગ્રહની અનુજ્ઞા મેળવીને રોકાણ વિગેરે કરે. આ પાંચે ભાવનાઓ અદિનાદાનની જાણવી. 30 . (૯) બ્રહ્મચર્યવ્રતની ભાવનાઓ – અતિમાત્રાએ કે પ્રણીત=સ્નિગ્ધ આહાર–પાણી વાપરે 20
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy