SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) ख़ुहा पिवासा सीउहं दंसाचेलारइथिओ। चरियांनिसीहियाँ सेज्जा अक्कोस वह जायणा" ॥१॥ अलाभ रोग तणफाँसा मलसक्कारपरीसहा। पण्णा अण्णाणसमत्तं इइ बावीस परीसहा ॥२॥ 5 व्याख्या-क्षुत्परीषहः-क्षुद्वेदनामुदितामशेषवेदनातिशायिनीं सम्यग्विषहमाणस्य जठरान्त्रविदाहिनीमागमविहितेनान्धसा शमयतोऽनेषणीयं च परिहरतः क्षुत्परीषहजयो भवति, अनेषणीयग्रहणे तु न विजितः स्यात्, क्षुत्परीषहः, १, एवं पिपासापरीषहोऽपि द्रष्टव्यः २, 'सीयंति शीते महत्यपि पतति जीर्णवसनः परित्राणवर्जितो नाकल्प्यानि वासांसि परिगृह्णीयात् परिभुञ्जीत वा, नापि शीता”जग्न ज्वालयेत् अन्यज्वालितं वा नाऽऽसेवयेत्, एवमनुतिष्ठता 10 शीतपरीषहजयः कृतो भवति ३, 'उण्हं' उष्णपरितप्तोऽपि न जलावगाहनस्तानव्यजनवातादि वाञ्छयेत्, न चातपत्राद्युष्णत्राणायाऽऽददीतेति, उष्णमापतितं सम्यक् सहेत, एवमनुतिष्ठतोष्णपरीषहजयः कृतो भवति ४, 'दंसं 'त्ति दंशमशकादिभिर्दश्यमानोऽपि न ततः स्थानादपगच्छेत्, न च तदपनयनार्थं धूमादिना यतेत, न च व्यजनादिना निवारयेदिति, एवमनुतिष्ठता ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ: (૧) ક્ષત્પરિષહઃ બીજી બધી વેદનાઓ કરતા વધુ દુઃખદાયી એવી ઉદયમાં આવેલી સુધા વેદનાને સમ્ય રીતે સહન કરનાર એટલે કે જઠર અને આંતરડાને દાહ આપનારી એવી સુધા વેદનાને આગમમાં કહેવાયેલા એવા આહારથી (અર્થાત્ બેતાલીસ દોષોથી રહિત એવા આહારથી) શમાવતો અને અનેષણીય એવા અન્નનો ત્યાગ કરતા સાધુને સુધા પરિષહનો જય થાય છે. જો અનેષણીય ગ્રહણ કરે તો સુત્પરિષહનો જય થતો નથી.. (૨) આ જ પ્રમાણે પિપાસાપરિષહ પણ જાણવા યોગ્ય છે. (૩) શીતપરિષહ : અતીતીવ્ર ઠંડી પડતી હોય તો પણ જીર્ણવસ્ત્રવાળો, કે ઠંડીથી રક્ષણ વિનાનો સાધુ અકલ્પ વસ્ત્રોને ગ્રહણ ન કરે કે (અજાણતા ગ્રહણ થઈ ગયું હોય તો) વાપરે નહીં. ઠંડીથી પીડાતો તે સાધુ અગ્નિને પણ ઉત્પન્ન કરે નહીં કે બીજાએ ઉત્પન્ન કરેલ અગ્નિને સેવે નહીં (અર્થાતુ પાસે ઊભા રહીને તાપણું કરે નહીં.) આ પ્રમાણેનું પાલન કરતા સાધુવડે 25 શીતપરિષહનો જય કરાયેલો થાય છે. (૪) ઉષ્ણપરિષહ : ગરમીથી પીડાવા છતાં પણ સાધુ પાણીના અવગાહનને (એટલે કે નદી, તળાવ વિગેરેમાં ઉતરવાને), સ્નાનને, પંખા વિગેરેને કે પવન વિગેરેને ઇચ્છે નહીં. તથા ગરમીથી રક્ષણ મેળવવા છત્ર વિગેરે ગ્રહણ પણ ન કરે. પરંતુ આવી પડેલી ગરમીને સમ્યગુ રીતે સહન કરે. આ રીતે કરતા સાધુવડે ઉષ્ણપરિષહનો જય કરાયેલો થાય છે. 30 (૫) દેશમશક : મચ્છર વિગેરેવડે ખાવા છતાં પણ તે સ્થાન છોડીને દૂર જાય નહીં, મચ્છર વિગેરેને દૂર કરવા માટે ધૂમાડો વિગેરે કરવાનો પ્રયત્ન કરે નહીં, અને પંખા વિગેરેવડે 20
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy