SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ ૯ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) ___ व्याख्या-न संयता असंयताः, अविरता इत्यर्थः, तान्न वन्देत, कं ?-'मातरं' जननी तथा 'पितरं' जनकम. असंयतमिति वर्तते. प्राकत्यशैल्या चाऽसंयतशब्दो लिङनयेऽपि यथायोगमभिसंबध्यते. तथा 'गरूं' पितामहादिलक्षणम. असंयतत्वं सर्वत्र योजनीयं, तथा हस्त्यश्वरथपदातिलक्षणा सेना तस्याः पतिः सेनापतिः-गणराजेत्यर्थः, तं सेनापतिं, 'प्रशस्तारं' 5 प्रकर्षेण शास्ता प्रशास्ता तं-धर्मपाठकादिलक्षणं, तथा बद्धमकटो राजाऽभिधीयते तं राजानं दैवतानि च न वन्देत, देवदेवीसङ्ग्रहार्थं दैवतग्रहणं, चशब्दाल्लेखाचार्यादिग्रहो वेदितव्य इति गाथार्थः ॥११०६॥ इदानीं यस्य वन्दनं कर्तव्यं स उच्यते समणं वंदिज्ज मेहावी, संजयं सुसमाहियं । 10 पंचसमिय तिगुत्तं, अस्संजमदुगुंछगं ॥११०७॥ .. ચહ્યા–શ્રમUT:-પ્રનિરૂપિતશબ્દાર્થ: તે શ્રમUાં ‘વત' નમત, વ: ?– થવી' न्यायावस्थितः, स खलु श्रमणः नामस्थापनादिभेदभिन्नोऽपि भवति, अत आह–संयतं' सम्एकीभावेन यतः संयतः, क्रियायां प्रयत्नवानित्यर्थः, असावपि च व्यवहारनयाभिप्रायतो ટીકાર્ય :- જેઓ સંયત નથી તે અસંયત એટલે કે અવિરત તેવા અવિરતોને સાધુ વંદન કરે 15 નહીં. તે અવિરત કોણ છે ? તે કહે છે – માતા, પિતા એ અસંયત છે એ પ્રમાણે “અસંયત” શબ્દ બધે જાણવો. (શંકા :- માતાશબ્દ સ્ત્રીલિંગ અને પિતાશબ્દ પુંલ્લિગ છે. તો બંને સાથે અસંયત” શબ્દ કેવી રીતે જોડાય ? સમાધાન :-) અહીં પ્રાકૃતશૈલી હોવાથી અસંતશબ્દ ત્રણે લિંગમાં યથાયોગ્ય જોડાય છે. તથા બીજા કોણ અસંતો છે ? તે જણાવે છે – દાદા વિગેરે ગુરુ, અસંમતપણે દાદા વિગેરે બધામાં સમજી લેવું. તથા હાથી-ઘોડા-રથ-સૈનિકરૂપ સેનાનો જે પતિ તે 20 સેનાપતિ અર્થાત્ ગણરાજા તેને, તથા પ્રકર્ષથી=સારી રીતે ધર્મશાસ્ત્રને ભણાવનારા એવા ધર્મપાઠકાદિને તથા બદ્ધમુકુટવાળાને રાજા કહેવાય છે તે રાજાને અને દેવતાઓને સાધુ વંદન કરે નહીં. અહીં ‘દેવતા' શબ્દથી દેવ-દેવી સર્વનો સંગ્રહ કરવો. “વ'શબ્દથી લખાચાર્ય વિગેરે જાણવા. l/૧૧૦૬ll અવતરણિકા - હવે જેને વંદન કરવા યોગ્ય છે તે વંદનીયવ્યક્તિને જણાવે છે કે 25 ગાથાર્થ :- મેધાવી સંયત, સુસમાહિત, પાંચસમિતિઓથી સમિત, ત્રિગુપ્તિથી ગુપ્ત અને અસંયમની જુગુપ્સા કરનાર એવા શ્રમણને વંદન કરે. ટીકાર્ય :- જેના શબ્દનો અર્થ પૂર્વે કહેવાઈ ગયેલ છે એવા શ્રમણને નમસ્કાર કરે. કોણ કરે ? – ન્યાયમાં અવસ્થિત=નીતિમાન એવો મેધાવી નમસ્કાર કરે. તે શ્રમણ નામ, સ્થાપના વિગેરે ભેદોથી જુદા જુદા પ્રકારનો પણ છે. (અર્થાત્ મેધાવી શ્રમણને વંદન કરે પણ ક્યા 30 શ્રમણને ? નામશ્રમણને, સ્થાપનાશ્રમણને વિગેરેમાં કોને વંદન કરે ? આવી કોઈને શંકા થાય) તેથી કહે છે – સંયત=એકાગ્રતાપૂર્વક જે યતનાવાળો હોય તે સંયત એટલે કે ક્રિયાઓમાં પ્રયત્નવાન,
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy