SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ સંર્િ ... વિગેરે પદોનો અર્થ * ૨૬૩ आधाकंर्मादीनाम् – उद्गमादिदोषाणामन्यतमेन शङ्किते गृहीते सति योऽतिचारः, सहसाकारे वा सत्यकल्पनीये गृहीत इति, अत्र च तमपरित्यजतोऽविधिना वा परित्यजतो योऽतिचारः, अनेन प्रकारेणानेषणया हेतुभूतया, तथा 'पाणभोयणाए त्ति प्राणिनो - रसजादयः भोजने - दध्योदनादौ सङ्घट्ट्यन्ते–विराध्यन्ते व्यापाद्यन्ते वा यस्यां प्राभृतिकायां सा प्राणिभोजना तया तेषां च सङ्घट्टनादि दातृग्राहकप्रभवं विज्ञेयम्, अत एवातिचार:, एवं 'बीयभोयणाए' बीजानि भोजने यस्यां सा बीजभोजना तया, एवं हरितभोजनया, 'पच्छाकम्मियाए पुरेकम्मियाए' पश्चात् कर्म यस्यां पश्चाज्जलोज्झनकर्म भवति पुर: कर्म यस्यामादाविति, 'अदिइहडाए 'ति अदृष्टाहृतया - अदृष्टोत्क्षेपमानीतयेत्यर्थः, तत्र च सत्त्वसङ्घट्टनादिनाऽतिचारसम्भवो, दगसंसृष्टाहृतया 5 ‘પ્િ’ આધાકર્મી વિગેરે ઉદ્ગમાદિદોષોમાંથી કોઈ દોષની શંકા સાથે ભિક્ષા ગ્રહણ કરતા જે અતિચાર થયો હોય, અથવા સહસારે' ઉપયોગ હોવા છતાં અચાનક અકલ્પનીય 10 વસ્તુનું ગ્રહણ થતાં * અતિચાર લાગ્યો હોય, અહીં આવી શંકિત કે સહસાકારે વસ્તુનું ગ્રહણ થયા પછી તે વસ્તુને જો ન પરઠવે અથવા અવિધિથી પરઠવે તો અતિચાર જાણવો (અન્યથા નહીં.) આવા પ્રકારની કારણભૂત અનેષણાના કારણે. ‘પાળોયળા’ તથા જે ભિક્ષામાં દહીં-ભાત વિગેરે ભોજન ગ્રહણ કરતી વખતે તે ભોજનમાં ઉત્પન્ન થયેલા રસજ વિગેરે જીવોની અથવા આજુ બાજુ રહેલા જીવોની (દાયક કે 15 ગ્રાહક) વિરાધના કરે અથવા તે જીવોને મારી નાંખે તે ભિક્ષા પ્રાણિભોજના ભિક્ષા કહેવાય. (દા.ત. કીડીઓ ચઢેલી હોય તેવા વ્રૂંદા વિગેરેને વહોરાવતી વખતે દાયક ધ્યાન ન રાખે અથવા વહોરતા સાધુ ધ્યાન ન રાખે અને માટે કીડી વિગેરેનો સંઘટ્ટો, પરિતાપ વિગેરે રૂપે વિરાધના થાય કે કદાચ કીડીઓ મરી જાય એવી આ ભિક્ષા પ્રાણિભોજના કહેવાય, એ જ રીતે ક્યારેક વાસી રોટલી અથવા દહીં વિગેરે કે જેમાં રસજ એવા બેઇન્દ્રિય જીવો ઉત્પન્ન થયા હોય અને 20 એવી વસ્તુ વહોરી લે તો આ પ્રાણિભોજના નામની ભિક્ષા ગ્રહણ કરી કહેવાય.) અહીં તે જીવોના સંżનાદિ દાતૃ અને ગ્રાહક ઉભયથી ઉત્પન્ન થયેલા જાણવા (અર્થાત્ ભિક્ષા દેનાર દાતા ક્યારેક તે સંઘટ્ટનાદિ કરતા વહોરાવે અને આપણે વહોરી લઈએ અથવા ગ્રહણ કરનાર સાધુથી સંઘટ્ટનાદિ થાય.) માટે જ આમાં અતિચાર લાગે છે. શ્રીયમોયા' આ જ પ્રમાણે જે ભિક્ષામાં ગ્રહણ કરાયેલ ભોજનમાં બીજ હોય તે 25 બીજભોજના, તેના કારણે રિયોયા’ આ જ પ્રમાણે હરિતભોજનવર્ડ (અર્થાત્ ભોજનમાં વનસ્પતિ આવે તેવી ભિક્ષા ગ્રહણ કરવાથી), પચ્છેમ્નિયાળુ' જે ભિક્ષા વહોર્યા પછી ગૃહસ્થ પાણીથી હાથ ધોવા વિગેરે રૂપ ક્રિયા કરે તે પશ્ચાર્મિક ભિક્ષા, ‘પુરેમ્નિયા’ જેમાં વહોરાવ્યા પહેલાં પાણીની વિરાધના થાય તે પૂર્વકર્મિકભિક્ષા, ‘અદ્દિકાર્’ જે ભિક્ષામાં વહોરાવવા યોગ્ય દ્રવ્ય ગૃહસ્થે ક્યાંથી લીધું ? કેવી રીતે લીધું ? વિગેરે દેખાય નહીં તે અદૃષ્ટાધૃતભિક્ષા, અહીં 30 જીવોનો સંઘટ્ટો વિગેરે થવાથી અતિચાર સંભવે છે.
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy