SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ * આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) मभ्युत्थानम्-आसनत्यागलक्षणं, तुशब्दाद्दण्डकादिग्रहणं च भवति कर्त्तव्यं, किमिति ?, कदाचिदसौ कश्चिदाचार्यादिविद्याद्यतिशयसम्पन्नः तत्प्रदानायैवाऽऽगतो भवेत्, प्रशिष्यसकाशमाचार्यकालकवत्, स खल्वविनीतं सम्भाव्य न तत्प्रयच्छतीति, तथा दृष्टपूर्वास्तु द्विप्रकाराउद्यतविहारिणः शीतलविहारिणश्च, तत्रोद्यतविहारिणि साधौ ‘दृष्टपूर्वे' उपलब्धपूर्वे 'यथार्ह' यथायोग्यमभ्युत्थानवन्दनादि 'यस्य' बहुश्रुतादेर्यद् योग्यं तत्कर्तव्यं भवति, यः पुनः शीतलविहारी न तस्याभ्युत्थानवन्दनाद्युत्सर्गतः किञ्चित्कर्तव्यमिति गाथार्थ : ॥११२६॥ મુખ્યથી ઉત્થાન એટલે આસનનો ત્યાગ કરવો. (એટલે કે અપરિચિત કોઈ સાધુ આવે ત્યારે આસન છોડીને ઊભા થવું, સામે લેવા જવું વિગેરે વિનય સાચવવો.) આદિશબ્દથી દંડાદિ એમની પાસેથી લેવા. આવું શા માટે કરવું ? તે કહે છે કે – ક્યારેક આવનાર સાધુ કોઈ 10 વિશિષ્ટ વિદ્યાદિ અતિશયોથી સંપન્ન આચાર્યાદિ હોય કે જેઓ તે વિદ્યાદિને દેવા માટે જ આવ્યા હોય. જેમ કે, પોતાના પ્રશિષ્ય પાસે આચાર્ય કાલકસૂરિજી ગયા. (તે આ પ્રમાણે – કર્મને દોષથી આચાર્યના શિષ્યો અવિનયી બન્યા. એટલે કાલકાચાર્ય પોતાના શય્યાતરને બોલાવી કહે છે કે “કર્મબંધથી બચવા હું અન્ય સ્થાને જઉં છું. તારે આ શિષ્યોને પ્રિય અને કર્કશ વચનથી સમજાવીને કહેવું કે – તમારા ગુરુ વિશાલાનગરીમાં પ્રશિષ્ય 15 પાસે ગયા છે.” એમ કહીને ગુરુ ત્યાંથી નીકળી ગયા. બીજા દિવસના પ્રભાતે ગુરુ ના દેખાવાથી બધા શય્યાતરને પૂછે છે. શય્યાતર પાસેથી સમાચાર લઈને બધા શિષ્યો વિશાલાનગરી તરફ જાય છે. આ બાજુ ગુપ્ત સ્વરૂપે આ. કાલકસૂરિ સાધુઓના ઉપાશ્રયમાં પ્રવેશ કરે છે. તે સમયે. ત્યાં આ. સાગરસૂરિનામે તેમના પ્રશિષ્ય આગમનો ઉપદેશ આપી રહ્યા હતા. સાધુ આવવા 20 છતાં કોઈએ અભુત્થાનાદિ વિનય કર્યો નહીં. એટલે ઈરિયાવહી કરીને કાલકસૂરિ એક ખૂણામાં જાપ કરતા બેસી રહ્યા. દેશના પછી થોડા સમય બાદ ખૂણામાં બેઠેલા વૃદ્ધ સાધુ પાસે પ્રશિષ્ય આ. સાગરસૂરિ આવ્યા. તેમને મળીને પોતાના સ્થાને પાછા ગયા. ' થોડા દિવસ પછી આ. કાલકસૂરિને ગોતતા તેમના શિષ્યો ત્યાં આવ્યા. એટલે આ. સાગરસૂરિને ખ્યાલ આવ્યો કે આવેલ વૃદ્ધ સાધુ બીજા કોઈ નહીં પણ પોતાના દાદાગુરુ આ. 25. કાલકસૂરિ છે. દાદાગુરુ પાસે પોતે કરેલ અવિનયની ક્ષમા યાચે છે. ત્યારે આ. કાલકસૂરિ નકામો ગર્વ કરવાનો ત્યાગ કરવાનું કહીને ત્યાંથી વિદાય થયા.) આવા સમયે જો અભ્યત્થાનાદિ ન કરવામાં આવે તો આવનાર સાધુ આ સાધુને અવિનીત જાણીને પોતાની પાસે રહેલ વિદ્યાદિ કોઈ અતિશયો આપે નહીં. (તથી અપરિચિત સાધુ આવે તો અવશ્ય અભ્યત્યાનાદિ વિનય કરવો.) તથા પૂર્વે મળેલા હોય એવા સાધુઓ બે પ્રકારના હોય ઉઘતવિહારી=સંયમી અને શીતલવિહારી શિથિલાચારી. તેમાં જો ઉઘતવિહારી એવો સાધુ વિહાર કરીને આવે તો અભુત્થાન, વંદન વગેરે જેમને જે ઉચિત હોય તે સર્વ કરવા યોગ્ય છે. જે વળી શિથીલાચારી
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy