SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) कृत इति ?, अत्रोच्यते, योगस्य करणतन्त्रोपदर्शनार्थं, तथाहि-योगः करणवश एव, करणानां भावे योगस्यापि भावादभावे चाभावादिति, करणानामेव तथा क्रियारूपेण परिणतेरित्यत्र बहु वक्तव्यं तत्तु नोच्यते ग्रन्थविस्तरभयादिति, अपरस्त्वाह-न करोमि न कारयामि कुर्वन्तं न समनुजानामीत्येतावता ग्रन्थेन गतेऽन्यमपीत्यतिरिच्यते, तथा चातिरिक्तेन सूत्रेण नार्थः, उच्यते, 5 साभिप्रायकमिदम्, अनुक्तस्याप्यर्थस्य सङ्ग्रहार्थं, यस्मात् सम्भावेनऽपिशब्दोऽयं, सोऽयमपिशब्दः उभयशब्दमध्यस्थ एतत् करोति-यथा कुर्वन्तं नानुजानामि एवं कारयन्तमप्यनुज्ञापयन्तमप्यन्यं नानुजानामि, तथा यथा वर्तमानकाले कुर्वन्तमन्यं न समनुजानामीति एवमपिशब्दादतीतकाले कृतवन्तमपि कारितवन्तमपि तथाऽनागतेऽपि काले करिष्यन्तमपि कारयिष्यन्तमपीति त्रिकालोपसङ्ग्रहो वेदितव्य इति, न क्रियाक्रियावतोर्भेद 10 एव अतो न केवला क्रिया सम्भवतीति ख्यापनार्थमन्यग्रहणम्, अत्रापि बहु वक्तव्यं तत्तु સમાધાન : યોગ એ કરણને આધીન છે એ બતાવવા માટે આ રીતે વિપરીત ક્રમે નિર્દેશ કર્યો છે. યોગ એ કરણને આધીન જ છે, કારણ કે કરણ હોય તો યોગ હોય, કરણ ન હોય તો યોગ હોતો નથી. (શંકા : કરણ હોય તો યોગ હોય, તે ન હોય તો યોગ ન હોય એવું તમે કેવી રીતે કહી શકો છો ? તેનું સમાધાન આપે છે કેકરણો જ તેવા પ્રકારની ક્રિયારૂપે 15 પ્રવૃત્તિ કરે છે. (અર્થાત્ મન પોતે જ અનુમોદનારૂપ ક્રિયાને કરે છે, મન પોતે જ કરાવવારૂપ યોગને કરે છે, અને મન પોતે જ કરવારૂપ યોગને કરે છે. એ જ પ્રમાણે વચન-કાયામાં પણ જાણવું. આમ, કરણ જ યોગરૂપે કાર્ય કરતું હોવાથી કહ્યું છે કે કરણ હોય તો યોગ હોય, તે ન હોય તો યોગ ન હોય.) આ વિષયમાં ઘણું કહેવાનું હોવા છતાં ગ્રંથવિસ્તારના ભયથી કહેવાતું નથી. 20 શંકા : કરીશ નહીં વિગેરેમાં “કરતા એવાની અનુમોદના કરીશ નહીં' આટલા વાક્ય વડે જ અન્ય જણાઈ જતો હોવાથી “કરતા એવા પણ અન્યની’ એમ અહીં “પણ” અને “અન્ય’ શબ્દો વધારાના લાગે છે. તેથી વધારાનું એ સૂત્ર નકામું કહેવાય. સમાધાન : અન્ય અને ઉપ શબ્દો ચોક્કસ અભિપ્રાયવાળા છે. તે શબ્દો નહીં કહેવાયેલા એવા પણ અર્થનો સંગ્રહ કરવા માટે છે. (તેમાં પહેલા ‘' શબ્દ શા માટે છે ? તે કહે છે 25 કે) આ પિ શબ્દ સંભાવના જણાવે છે. તે આ પ્રમાણે કે – ઉર્વન્ત અને અન્ય બે શબ્દો વચ્ચે રહેલ ઉપ શબ્દ એ વાતની સંભાવના જણાવે છે કે જેમ કરતાને હું અનુમોદીશ નહિ, તેમ કરાવતા એવા અન્યને કે અનુમોદના કરતા એવા અન્યને હું અનુમોદીશ નહિ. તથા જેમ વર્તમાનકાળમાં કરતા એવા અન્યને અનુમોદીશ નહિ તેમ પ શબ્દથી ભૂતકાળમાં સાવદ્યયોગ સેવી ચૂકેલાને, તેમજ બીજા પાસે સેવડાવી ચૂકેલાને તથા ભવિષ્યમાં સાવદ્યયોગનું સેવન કરનારને, 30 કે કરાવનારને હું અનુમોદીશ નહિ એ પ્રમાણે ત્રણે કાળનો સંગ્રહ શબ્દથી જાણવા યોગ્ય છે. (હવે ‘મન્ય' શબ્દનું શું પ્રયોજન છે ? તે કહે છે કે, ક્રિયા અને ક્રિયાવાનનો એકાંતે ભેદ જ છે એવું નથી. તેથી = અભેદ હોવાથી એકલી ક્રિયા સંભવી શકતી નથી એવું જણાવવા માટે
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy