SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ નિરવશેષસર્વના ભેદો (ભા. ૧૮૭) ૩૨૧ सम्पूर्णमङ्गुलि द्रव्यसर्वं तदेव देशोनं द्रव्यमसर्वं, तथा देश: - पर्व तत्सम्पूर्णं देशसर्वम् पर्वैकदेशः देशासर्वम्, एवं द्रव्यसर्वम् । अथाऽऽदेशसर्वमुच्यते - आदेशनम् आदेश उपचारो व्यवहारः, स च बहुतरे प्रधाने वाऽऽदिश्यते देशेऽपि, यथा विवक्षितं घृतमभिसमीक्ष्य बहुतरे भुक्ते स्तोके च शेषे उपचारः क्रियते - सर्वं घृतं भुक्तं भक्तं वा, प्रधानेऽप्युपचारः, यथा ग्रामप्रधानेषु पुरुषेषु गतेषु ग्रामो गत इति व्यपदिश्यते, तत्र प्रधानपक्षमेवाधिकृत्याऽऽह ग्रन्थकारः - ' आएस सव्वगामो 'त्ति आदेशसर्वं 5 सर्वो ग्रामो गत इत्यायात इति वेति क्रियाभावनोक्तैव । एवमादेशसर्वमुक्तम्, अथ निरवशेषसर्वमभिधीयते, तत्राऽऽह — 'निस्सेसे सव्वगं दुविहंति निरवशेषसर्वं 'द्विविधं' द्विप्रकारं ( ग्रन्थाग्र० १२०००) सर्वापरिशेषसर्वं तद्देशापरिशेषसर्वं चेति गाथार्थः ॥ १८६॥ अत्रोदाहरणमाह, तंत्र - अणिमिसिणो सव्वसुरा सव्वापरिसेससव्वगं एअं १ । तद्देसापरिसेसं सव्वे काला जहा असुरा २ ॥ १८७॥ ( भा० ) व्याख्या : 'अनिमेषिणः सर्वसुराः ' अनिमिषनयनाः सर्वे देवा इत्यर्थः, सर्वापरिशेषसर्वमेतत्, यस्मान्न कश्चिद्देवानां मध्येऽनिमिषत्वं व्यभिचरतीति तथा तद्देशापरिशेषमिति - तद्देशापरिशेषसर्वं 10 અહીં ક્રમશઃ ઉદાહરણો આ પ્રમાણે જાણવા—સંપૂર્ણ આંગળી એ દ્રવ્યસર્વ છે, તે જ દ્રવ્ય જ્યારે દેશથી ઉન હોય ત્યારે દ્રવ્ય-અસર્વ જાણવું. તથા દેશ એટલે પર્વ, તે સંપૂર્ણ હોય ત્યારે 15 દેશસર્વ. પર્વનો એક દેશ એ દેશ-અસર્વ જાણવું. આ પ્રમાણે દ્રવ્યસર્વ નામનો ત્રીજો નિક્ષેપો પૂર્ણ થયો. = 1 હવે આદેશસર્વ કહેવાય છે – તેમાં આદેશ એટલે ઉપચાર–વ્યવહાર. અને તે ઉપચાર બહુતર દેશમાં કે પ્રધાન દેશમાં કરાય છે. જેમ કે વિવક્ષિત એવા ઘીને આશ્રયીને ઘણું બધું ઘી ખવાયું હોય અને થોડું બાકી હોય ત્યારે સર્વશબ્દનો ઉપચાર કરાય કે- બધું ઘી ખવાયું. અથવા બધું 20 ઘી વહેંચાઈ ગયું. પ્રધાનમાં પણ ઉપચાર કરાય છે. જેમ કે, - ગામના પ્રધાન પુરુષો ગયા હોય ત્યારે ગામ આખું ગયું એ પ્રમાણે બોલાય છે. મૂળમાં પ્રધાનપક્ષને આશ્રયીને ગ્રંથકાર કહે છે ગામ આખું ગયું અથવા આખું ગામ આવ્યું. આવા પ્રકારનો ઉપચાર એ આદેશસર્વ કહેવાય છે. ‘ગયા અથવા આવ્યા' એ પ્રમાણે ક્રિયાપદ બતાવી દીધું છે. આ પ્રમાણે આદેશસર્વ કહ્યું. હવે નિરવશેષસર્વ કહેવાય છે. તેમાં મૂળગાથામાં જ ગ્રંથકારશ્રી કહે છે - નિરવશેષસર્વ બે પ્રકારનું 25 છે. સર્વ-અપરિશેષસર્વ અને તદ્દેશ-અપરિશેષસર્વ, ॥૧૮૬॥ અવતરણિકા : અહીં ઉદાહરણ જણાવે છે તેમાં ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : બધાં દેવો અનિમિષનયનવાળા હોય છે (અર્થાત્ તેઓની આંખો સ્થિર હોય છે, પલકારા મારતી નથી.) આ સર્વ-અપરિશેષસર્વ કહેવાય છે, કારણ કે દેવોમાંથી એક પણ દેવ 30 અનિમિષનયન વિનાનો હોતો નથી. તથા અસુરનિકાયના સર્વ દેવો કૃષ્ણવર્ણવાળા હોય છે. આ
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy