SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) कया, वेज्जो जवमेत्तं गहाय आगओ, राया रुट्ठो, वेज्जो भणइ-सतसहस्सवेधी,कहं ?, खीणाऊ हत्थी आणीओ, पुंछवालो उप्पाडिओ, तेणं चेव वालेणं तत्थ विसं दिण्णं, विवण्णं करियं तं चरंतं दीसइ, एस सव्वोवि विसं, जोवि एवं खायइ सोवि विसं, एवं सतसहस्सवेधी, अस्थि निवारणाविही ?, बाढं अत्थि, तहेव अगओ दिनो, पसमितो जाइ, वेज्जस्स वेणइगी। जं किं 5 बहुणा?, असारेण पडिवक्खदरिसणेण य आयोवायकुसलत्तदंसणत्ति॥ रहिओ गणिया य एवं चेव, વિષનો ઢગલો કરી નાંખ્યો. ત્યાં જ એક વૈદ્ય જવના દાણા જેટલું વિષ લઈને રાજા પાસે ઉપસ્થિત થયો. અત્યંત અલ્પપ્રમાણમાં વિષને જોઈ રાજા ગુસ્સે થયો. (અર્થાત્ આટલું અમથું વિષ શું કરવાનું ? ઢગલાબંધ વિષ લાવવું જોઈએ.) વૈદ્ય કહ્યું – “આ વિષ લાખ માણસોને મારવા સમર્થ છે.' કેવી રીતે ?' રાજાએ પૂછ્યું. અલ્પાયુવાળા હાથીને લાવવામાં આવ્યો. તે હાથીની પૂંછડીના એક 10 વાળને ખેંચી કાઢ્યો અને ત્યાંથી વિષ એના શરીરમાં દાખલ કર્યું. ત્યારપછી ચરતા એવા તે હાથીનું શરીર લીલુછમ થતું દેખાય છે. ત્યારપછી વૈદ્ય કહ્યું – “આ આખો હાથી ઝેરી બની ગયો છે. જે વ્યક્તિ આનું માંસ ખાય, તે પણ ઝેરી બની જાય આ રીતે એક લાખ જીવોને મારનારું આ વિષ છે. રાજાએ પૂછ્યું – “એના નિવારણનો કોઈ ઉપાય છે ?' વૈદ્ય કહ્યું – ‘જરૂર છે.” એ જ પ્રમાણે વૈધે હાથીને ઔષધ આપ્યું. જેવું તે ઔષધ તેનાં 15 શરીરમાં દાખલ થયું કે ધીરે ધીરે હાથીના શરીરને સ્વસ્થ કરતું જાય છે. વૈદ્યની આ વનયિકી બુદ્ધિ જાણવી. (શા માટે તે વૈદ્ય અલ્પ વિષ લાવ્યું હતું. એવી આશંકાને દૂર કરવા કહે છે.) વધારે શું? અર્થાત્ અસાર એવી ઘણી બધી વસ્તુ વડે શું? અને અસાર એવા પ્રતિપક્ષને દેખાડવાવડે શું? (અર્થાત્ વિર્ષ કે અન્ય કોઈ વસ્તુ, ઘણી હોવા છતાં પણ જો તે અસર હોય તો નિરર્થક છે. એ જ રીતે વિષના ઉપાયરુપ પ્રતિપક્ષ વસ્તુ પણ જો અસાર હોય તો તે ઘણી હોવા છતાં 20 નિરર્થક છે. તેના કરતા પ્રતિપક્ષ વસ્તુ સ્વલ્પ હોવા છતાં સારભૂત હોવી જોઈએ. જેમ કે તે વૈદ્ય અલ્પ એવું વિષનું પ્રતિપક્ષ ઔષધ બતાવ્યું કે જેથી લાખ જીવોને મારનાર વિષનો પણ તે સામનો કરી શકે.) આમ, વસ્તુ ઓછી છે કે વધારે છે તે મહત્વનું નથી પણ તે વસ્તુના ફાયદા મેળવવા માટેના જે ઉપાયો છે, તેમાં કુશળપણું જ બતાવવા યોગ્ય છે. (અર્થાત્ જેનાથી કાર્ય થતું હોય તેમાં જ પ્રયત્ન કરવો.) 25 ૧૧. રથિક અને ગણિકાનું એક જ દષ્ટાંત છે તે કહે છે : પાટલિપુત્રમાં બે ગણિકાઓ ૨૦. તા:, વૈદ યવમાત્ર પૃથ્રીડાત, રાણા રુષ્ટ, વૈદો મપતિ-સતસહસ્ત્રય, વાર્થ ?, क्षीणायुर्हस्ती आनीतः, पुच्छवालः उत्पाटितः, तेनैव वालेन तत्र विषं दत्तं, विपन्नं कृत्वा तच्चरत् दृश्यते, एष सर्वोऽपि विषं, योऽप्येनं खादति सोऽपि विषं, एवं शतसहस्रवेधि, अस्ति निवारणाविधिः?, बाढमस्ति, तथैवागदो दत्तः, प्रशामयन् याति, वैद्यस्य वैनयिकी । यत् किं बहुना ?, असारेण प्रतिपक्षदर्शनेन च 30 માયોપાવું શસ્ત્રમિતિ | fથવા નવા શૈવમેવ,
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy