SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ જીવકૃત છે. (નિ. ૬૨૦) ૩૪૯ ज्ञानदर्शनचारित्रयोगोपायाद्वियोग इति, न चानादित्वात्सर्वस्य कर्मणो जीवकृतत्वानुपपत्तिः, यतो वर्तमानतया मिथ्यादर्शनादिसव्यपेक्षात्मनोपात्तं कृतमित्युच्यते, सर्वं च वर्त्तमानत्वेन मिथ्यादर्शनादिसव्यपेक्षात्मोपात्तं कर्म अनादि च, कालवत्, यथा हि यावानतीतः कालस्तेनाशेषेण वर्तमानत्वमनुभूतमथ चासावनादिरिति, न चामूर्तस्य मूर्त्तसंयोगो न घटते, घटाकाशसंयोगदर्शनाद्, वियोगस्तु दर्शित एव, न च मुक्तस्यापि कर्मयोगः, तस्य कषायादिपरिणामाभावात्, कषायादियुक्तश्च 5 जीवः कर्मणो योग्यान् पुद्गलानादत्ते इति, न चेत्थं भव्योच्छेदप्रसङ्गः, अनागतकालवत्तेषामनन्तत्वात्, મંડિક : સર્વકર્મો અનાદિ હોય તો આ કર્મો જીવવડે કરાય છે એવું કેવી રીતે કહેવાય? ભગવાન : કર્મ અનાદિ હોવા છતાં પણ જીવકૃત છે કારણ કે જે કર્મ વર્તમાનમાં મિથ્યાદર્શનાદિથી યુક્ત એવા આત્માવડે ગ્રહણ કરાય તે કર્મકૃત = જીવકૃત કહેવાય છે, અને સર્વક વર્તમાનમાં મિથ્યાદર્શનાદિથી યુક્ત એવા આત્માવડે (તે તે કાળના વિવક્ષિત સમયે) 10 ગ્રહણ કરાયા છે. માટે તે જીવકૃત કહેવાય છે. મંડિક : જો કર્મો જીવકૃત હોય અર્થાત્ જીવવડે કરાયેલા છે, તો એનો અર્થ એ થયો કે કર્મો કાર્ય થયા અને જે કાર્ય હોય તો તે અનાદિ કેવી રીતે કહેવાય ? ભગવાન ઃ તે કર્મો જીવકૃત ( કાર્ય) હોવા છતાં અનાદિ છે. તેમાં કાળનું દૃષ્ટાંત જાણવું. તે આ પ્રમાણે કે જેમ જેટલો અતીતકાળ છે તે સર્વ કાળવડે એકવાર વર્તમાનપણું અનુભવ્યું છે 15 અને છતાં કાળ અનાદિ છે, તેમ કર્મ પણ તે તે સમયે જીવવડે ગ્રહણ કરાયા હોવા છતાં પ્રવાહની અપેક્ષાએ અનાદિ છે. મંડિક : કર્મો મૂર્ત છે અને આત્મા અમૂર્ત છે. તો અમૂર્તનો મૂર્ત સાથે સંયોગ કેવી રીતે ઘટે ? ભગવાન ઃ ઘટનો અમૂર્ત એવા આકાશ સાથે જેમ સંયોગ આપણને નજરે દેખાય છે, તેમ 20 કર્મ અને જીવન પણ સંયોગ થવામાં કંઈ અઘટિત નથી, અર્થાત સંયોગ ઘટે જ છે. વિયોગ તો પૂર્વે જ (જ્ઞાન, દર્શન - ચારિત્રયોગરૂપ ઉપાયથી) દેખાડ્યો જ છે. વળી, મુક્ત જીવને કર્મનો સંયોગ પણ થશે નહિ કારણ કે તેમને કષાયાદિ પરિણામો હોતા નથી. જે કષાયાદિથી યુક્ત છે તે જ જીવ કર્મને યોગ્ય પુદગલોને ગ્રહણ કરે છે. (મંડિક : જો આ રીતે જીવ જ્ઞાન-દર્શનાદિ યોગના ઉપાયથી કર્મને નાશ કરી મોક્ષ 25 પામતો હોય તો એક દિવસ આ સંસારમાંથી સર્વ ભવ્યજીવોનો મોક્ષ થતાં સંસારમાં કોઈ ભવ્યજીવો જ રહેશે નહિ.) ભગવાન : ના, ભવિષ્યકાળની જેમ ભવ્યજીવો પણ અનંત હોવાથી ભવ્યોચ્છેદ થશે નહિ. (મંડિક : ભવ્યજીવો સિદ્ધ થાય છે. તે સિદ્ધજીવો પણ પ્રવાહથી અનાદિ હોવાથી અનંત 30
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy