SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ કિ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) अनिष्टेष्ट-पुद्गलोपचयलक्षणेन सकर्मकस्य जन्तोरनिष्टेष्टाहारेणेवोपघातानुग्रहकरणात्कथं प्राप्तविषयतेति । किं च-द्रव्यमनो वा बहिः निऽस्सरेत्, मन:परिणामपरिणतं जीवाख्यं भावमनो वा ?, न तावद्भावमनः, तस्य शरीरमात्रत्वात्, सर्वगतत्वे च नित्यत्वात् बन्धमोक्षाद्यभावप्रसङ्गः। अथ द्रव्यमनः, तदप्ययुक्तं, यस्मानिर्गतमपि सत् अकिञ्चित्करं तत्, अज्ञत्वात्, उपलवत् । आहकरणत्वाद्रव्यमनसस्तेन प्रदीपेनेव प्रकाशितमर्थमात्मा गृह्णातीत्युच्यते, न, यस्मात् शरीरस्थेनैवानेन जानीते, न बहिर्गतेन, अन्तःकरणत्वात्, ईंह यदात्मनोऽन्तःकरणं स तेन शरीरस्थेनैव उपलभते, સમાધાન :- આ વાત યુક્ત નથી, કારણ કે અનિષ્ટ અને ઇષ્ટ પુદ્ગલોના ઉપચયરૂપ દ્રવ્યમન વડે સકર્મક જંતુને અનિષ્ટ-ઇષ્ટ આહારની જેમ ઉપઘાત–અનુગ્રહ થાય છે. (આશય એ છે કે જેમ ખવાયેલો ઇચ્છિત આહાર શરીરની પુષ્ટિ કરે છે અને અનિષ્ટ આહાર શરીરની હાનિ કરે 10 છે, તેમ જયારે જીવ અનિષ્ટ ચિંતન કરે છે ત્યારે મનોવર્ગણાના અનિષ્ટપુદ્ગલોને ગ્રહણ કરે છે. એ અનિષ્ટપુદ્ગલોથી ઉપચિત=મનરૂપે પરિણમેલ અનિષ્ટપુદ્ગલાત્મક તે દ્રવ્યમન અતિશોકથી શરીરની દુર્બળતા ઉત્પન્ન કરે છે અને ઇષ્ટ પુદ્ગલથી ઉપચિત મન હર્ષ–પ્રમોદ વડે શરીરની પુષ્ટિ કરે છે. આમ મનોવર્ગણાના પુદ્ગલોથી પુષ્ટિ-હાનિ થાય છે, વિષયથી નહીં.) તેથી વિષયકૃત અનુગ્રહ–ઉપઘાત મનને થતાં ન હોવાથી મન પ્રાપ્તકારી કેવી રીતે કહેવાય? 15 વળી પૂર્વે તમે કહ્યું કે “અમુત્ર મે ગત મનઃ” ત્યાં પ્રથમ અમે તમને પૂછીએ કે, દ્રવ્યમાન બહાર નીકળે છે કે મનના પરિણામમાં પરિણત એવું જીવ નામનું ભાવમન બહાર નીકળે છે ? તેમાં ભાવમન તો જીવરૂપ છે. તે શરીરમાત્રમાં રહેલું હોવાથી બહાર નીકળતું નથી અને જો “શરીરમાત્રમાં વ્યાપીને રહેલું છે” એવું ન માની જીવરૂપ ભાવમનને સર્વગત=સર્વવ્યાપી માનશો તો નિત્ય થવાથી જીવને કર્મબંધ, મોક્ષાદિ ઘટશે નહીં. કારણ કે જેમ આકાશ એ સર્વવ્યાપી છે અને નિત્ય છે, તેમ જીવને 20 પણ જો સર્વવ્યાપી માનશો તો નિત્ય થશે, તેથી “અનુત્પન્ન-વિનસ્થિરે નિત્યં” આવું વચન હોવાથી જીવનો સ્થિર એક સ્વભાવ માનવો પડે, તેથી જીવમાં કર્મબંધકત્વ, મુક્તત્વરૂપ જુદા જુદા સ્વભાવો ઘટે નહીં. તેથી કર્મબંધાદિનો અભાવ થાય.) વળી હવે જો તમે દ્રવ્યન બહાર નીકળે છે, એમ કહો તો તે પણ ઘટતું નથી, કારણ કે પથરાની જેમ તે અજ્ઞ હોવાથી બહાર નીકળવા છતાં નકામું બની જાય છે. (અર્થાત કંઈ જ્ઞાન કરી 25 શકશે નહીં.) શંકા :- દ્રવ્યમન કરણ હોવાથી પ્રદીપ વડે જેમ પ્રકાશિત અર્થને આત્મા ગ્રહણ કરે છે, તેમ દ્રવ્યમાન વડે અર્થને આત્મા ગ્રહણ કરે છે. (આથી એ નિયમ સિદ્ધ થાય છે કે –કરણભૂત એવું દ્રવ્યમને બહાર નીકળે છે અને બહાર નીકળીને આત્માને બોધ કરાવે છે.) સમાધાન - ના, પોતે અંતઃકરણ હોવાથી શરીરમાં રહેલું છતું જ બોધ કરાવે છે, પણ બહાર 30 નીકળીને નહીં, કારણ કે જે આત્માનું અંતઃકરણ=(અંદરનું કરણ) હોય તે શરીરસ્થ જ બોધ કરાવે ___७१. शरीरप्रमाणत्वात् विहाय तन्न तदवस्थानमित्वर्थः । ७२. आकाशादिवत् । ७३. यमनियमोછેદ્રપ્રસઃ / ૭૪. દ્રવ્યમનસા I + પ્રાપ્તિ પ-૬ : અરે પ-૬ . * નાસ્તિતY -૬ /
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy