SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) तथा च लोके वक्तारो भवन्ति-"अमुत्र मे गतं मनः" इति, अत्रोच्यते, प्राप्तिनिबन्धनाख्यहेतुविशेषणार्थनिराकृतत्वाद् अस्याक्षेपस्येत्यदोषः । किं च-यदि हि प्राप्तिनिबन्धनौ विषयकृतावनुग्रहोपघातौ स्यातां, एवं तर्हि अग्निशूलैंजलाद्यालोकनेषु दाहभेदॆक्लेदादयः स्युरिति । किं च-प्राप्तविषयपरिच्छेदकत्वे सति अक्षिअञ्जनमलशलाकादिकमपि गृह्णीयात् । आह-नायना 5 मरीचयो निर्गत्य तमर्थं गृह्णन्ति, ततश्च तेषां तैजसत्वात् सूक्ष्मत्वाच्चानलादिसंपर्के सत्यपि दाहाद्यभाव इति, अत्रोच्यते, प्राक् प्रतिज्ञातयोरनुग्रहोपघातयोरप्यभावप्रसङ्गाद् अयुक्तमेतत्, तदस्तित्वस्य उपपत्त्या ग्रहीतुमशक्यत्वाच्च । व्यवहितार्थानुपलब्ध्या तदस्तित्वावसाय इति મારું મન અમુક સ્થળે ગયું છે,” એવું બોલનાર લોક જગતમાં વિદ્યમાન છે. તેથી મન પણ પ્રાપ્ત વિષયનો જ બોધ કરનાર હોવાથી દષ્ટાંતમાં પણ સાધ્ય ઘટતું નથી. સમાધાન : “પ્રાપ્તિનિબન્ધનતત્કતાનુગ્રહોપઘાતશૂન્યતાતુ” ઉપર જણાવેલ આ હેતુમાં 'પ્રાપ્તિનિબંધન નામનું વિશેષણ છે, તેના અર્થ દ્વારા જ ઉપરોક્ત શંકાનું ખંડન થઈ જાય છે. આશય એ છે કે પાણી, સૂર્યાદિ પદાર્થો પ્રાપ્ત થયેલા છતાં જ ચક્ષુને અનુગ્રહ કે ઉપઘાત કરે છે એવું નથી, પરંતુ તે જલ, વનસ્પતિ, સૂર્યાદિનું સ્વરૂપ જ એવું છે કે ચક્ષુ વડે વિષય તરીકે પ્રાપ્ત થયા વિના પણ તેવા પ્રકારના પુદ્ગલ પરિણામનો સદ્ભાવ હોવાથી ચક્ષુને અનુગ્રહ કે ઉપઘાત ઉત્પન્ન કરે છે. વળી, જો વિષય દ્વારા કરાયેલ અનુગ્રહ અને ઉપઘાત વિષય પ્રાપ્ત થયા પછી જ થતાં હોત (અર્થાત્ વિષય પ્રાપ્ત થયા વિના ન જ થતાં હોત) (અહીં “પ્રાપ્તિ છે કારણ જેનું એવા અનુગ્રહઉપધાત” એ પ્રમાણે અર્થ કરવો) તો અગ્નિ, શૂલ, પાણી વગેરેને જોતાં ક્રમશઃ દાહ, ભેદ, ક્લેદ (ભીનાશ) વગેરે થાત, પણ થતાં નથી (અર્થાત્ અગ્નિને જોવાથી જ દાઝી જવાય, કાંટો જોવાથી જ વાગી જાય વગેરે થતાં નથી.) તથા જો નયન પ્રાપ્તવિષયનો બોધ કરનાર હોત તો આંખમાં લગાડેલ 20 અંજન, આંખમાં રહેલ મેલ તથા આંખમાં અંજનાદિ લગાડવા વપરાયેલ શલાકા વગેરે પણ આંખની સાથે સંબંધને પામેલા હોવાથી આંખો અંજન, મેલાદિનો પણ બોધ કરત, પણ આંખો અંજનાદિનો બોધ કરતી નથી. તેથી નક્કી થાય છે કે આંખો વિષયને પ્રાપ્ત કર્યા વિના બોધ કરનારી છે. શંકા : અગ્નિ વગેરેને જોયા પછી પણ આંખોમાં દાતાદિ થતાં નથી. તેનું કારણ એ છે કે આંખોમાંથી કિરણો બહાર નીકળી તે તે અર્થોને ગ્રહણ કરે છે અર્થાત બોધ કરે છે. તે કિરણો તૈજસ 25 અને સૂક્ષ્મ હોવાથી કિરણો સાથે અગ્નિ વગેરેનો સંપર્ક થવા છતાં દાદાદિ થતાં નથી. સમાધાન : જો આ રીતે આંખોમાંથી કિરણો નીકળવાની વાત કરશો તો તો પૂર્વે તમે કહ્યું કે પાણી, ઘી, વનસ્પતિ વગેરે જોતાં અનુગ્રહ અને સૂર્યાદિને જોતાં ઉપઘાત થાય છે, એ વાત યુક્તિસંગત ઠરશે નહીં, કારણ કે કિરણો પોતે સૂક્ષ્મ હોવાથી કિરણો સાથે તે તે પદાર્થોનો સંપર્ક થવા છતાં પણ અનુગ્રહ–ઉપઘાત થશે નહીં અને બીજી વાત એ કે આંખોમાંથી નીકળતા કિરણોનું ६४. विप्रकृष्ट कस्मिंश्चिन्निर्दिश्यमाने स्थले इति । ६५. नयनमरीचीनामेव निर्गमात् चक्षुषश्चानिर्गमात् । ६६. सुवर्णादीनां भेदादिभावात् तैजसत्वेऽपि आह-सूक्ष्मत्वाच्चेति । ६७. शूलजलादिः । ६८. प्राप्तिनिबन्धनेत्यादिहेतोरसिद्धतोद्भावने । ६९. नायनमरीचीनां । ७०. अयुक्तमेतदिति संटङ्कः । * जलशूला। * સ્નેમેવા
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy