SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષેત્ર, કાલ અને ભાવનિર્ગમ (નિ. ૧૪૫) ક ૩૧૯ कार्या, तथा क्षेत्रात् क्षेत्रस्य वा निर्गमः क्षेत्रनिर्गमः, तत्र क्षेत्राद्विनिर्गमो यथा अधोलोकक्षेत्राद्विनिर्गत्य जीवस्तिर्यग्लोके समागत इत्यादि, क्षेत्रस्य विनिर्गमो यथा राजकुलाल्लब्धममुकं क्षेत्रमिति, कालात्कालस्य वा निर्गमः] कालनिर्गम:-कालो ह्यमूर्तस्तथापि उपचारतो वसन्तस्य निर्गमः दुर्भिक्षाद्वा निर्गतो देवदत्तो बालकालाद्वेति, अथवा कालो द्रव्यधर्म एव, तस्य द्रव्यादेव निर्गमः, तत्प्रभवत्वादिति, एवं भावनिर्गम: तत्र पुद्गलाद्वर्णादिनिर्गमः, जीवात्क्रोधादिनिर्गमः इति, तयोर्वा 5 पुद्गलजीवयोर्वर्णविशेषक्रोधादिभ्यो निर्गम इति, एष एव निर्गमस्य निक्षेपः षड्विध इति गाथार्थः एवं शिष्यमतिविकाशार्थं प्रसङ्गत उक्तोऽनेकधा निर्गमः, इह च प्रशस्तभावनिर्गममात्रेण अप्रशस्तापगमेन वाऽधिकारः, शेषैरपि तदङ्गत्वाद्, इह च द्रव्यं वीरः क्षेत्रं महसेनवनं काल: प्रमाणकालः भावश्च भावपुरुषः, एवं च निर्गमाङ्गानि द्रष्टव्यानीति एतानि च द्रव्याधीनानि यतः 10 अतः प्रथमं जिनस्यैव मिथ्यात्वादिभ्यो निर्गममभिधित्सुराहક્ષેત્રમાંથી અથવા ક્ષેત્રનો નિર્ગમ તે ક્ષેત્રનિર્ગમ. તેમાં ક્ષેત્રમાંથી નિર્ગમ–જેમ કે અધોલોકરૂપક્ષેત્રમાંથી નીકળીને જીવ તિર્યશ્લોકમાં આવે, વગેરે. ક્ષેત્રનો નિર્ગમ–જેમ કે, રાજકુલમાંથી (ઈનામરૂપે) મળેલું અમુક ક્ષેત્ર. કાળથી અથવા કાળનો નિર્ગમ તે કાળનિર્ગમ. જો કે કાળ અમૂર્ત છે તો પણ ઉપચારથી (કાળનો નિર્ગમ બતાવાય છે). તેમાં કાળનો નિર્ગમ જેમ કે વસંતઋતુનો નિર્ગમ (ઉત્પત્તિ) અથવા (કાળથી નિર્ગમ) દુકાળમાંથી દેવદત્તનો નિર્ગમ અથવા બાલ્યાવસ્થામાંથી નિર્ગમ. અથવા કાળ એ દ્રવ્યનો ધર્મ જ છે. તે કાળ દ્રવ્યમાંથી ઉત્પન્ન થતો હોવાથી કાળનો દ્રવ્યમાંથી જે નિર્ગમ તે કાળનિર્ગમ. આ જ પ્રમાણે ભાવનિર્ગમમાં પુદ્ગલમાંથી વર્ણાદિનો નિર્ગમ, જીવમાંથી ક્રોધાદિનો નિર્ગમ, એ ભાવનો નિર્ગમ જાણવો. અથવા ભાવમાંથી નિર્ગમ–પુદ્ગલનો વર્ણાદિવિશેષમાંથી અને જીવનો ક્રોધાદિમાંથી 20 નિર્ગમ આ પ્રમાણે નિર્ગમના પર્ણકારના નિક્ષેપો છે. |૧૪પો. અવતરણિકા : આ પ્રમાણે શિષ્યમતિના વિકાસ માટે પ્રસંગથી અનેક પ્રકારનો નિર્ગમ કહ્યો. અને તેમાંથી અહીં પ્રશસ્તભાવનિર્ગમમાત્રવડે અથવા અપ્રશસ્તના ત્યાગવડે અધિકાર છે. શેષ નિર્ગમાં પણ પ્રશસ્તભાવનિર્ગમના અથવા અપ્રશસ્તત્યાગના કારણો હોવાથી તેનો પણ અહીં તે રૂપે અધિકાર છે. તેમાં દ્રવ્ય તરીકે વીરપ્રભુ, ક્ષેત્ર તરીકે મહસેનવન, કાળ તરીકે 25 પ્રમાણકાળ અને ભાવ તરીકે ભાવપુરુષ(વર્ધમાનસ્વામી) જાણવાનો છે. (આ બધાનો નિર્ગમ ક્રમશઃ બતાવવામાં આવશે કારણ કે, આ દ્રવ્યાદિ (સામાયિકરૂપ પ્રશસ્તભાવ) નિર્ગમના અંગો છે. આ બધા દ્રવ્યને આધીન હોવાથી સૌ પ્રથમ દ્રવ્યરૂપ જિનનો જ મિથ્યાત્વાદિમાંથી નિર્ગમ કહેવામાં આવે છે. (અર્થાત્ પ્રથમ દ્રવ્યનિર્ગમ બતાવે છે, તેમાં દ્રવ્ય તરીકે જિન છે. તેથી તેનો નિર્ગમ બતાવે છે, જે ૪. [ ] પર્વતન્તવર્તી પહો મુદ્રિતપ્રત નાસ્તા + વિવાર્થ ! 30
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy