SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ આવશ્યક નિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) स्थापनाविशेषाभिधानं निर्देशस्थापना वा, विशिष्टद्रव्याभिधानं द्रव्यनिर्देशः यथा - गौः तेन वाअश्ववानित्यादि, एवं क्षेत्रविशेषाभिधानं क्षेत्रनिर्देश: यथा-भरतं, क्षेत्रेण - सौराष्ट्र इत्यादि, कालविशेषाभिधानं कालनिर्देशः यथा - समय इत्यादि, तेन वा - वासन्तिक इत्यादि, समासनिर्देश:आचाराङ्गं आवश्यकश्रुतस्कन्धः सामायिकं चेति, उद्देशनिर्देशः -शस्त्रपरिज्ञादेः प्रथमो द्वितीयो 5 वेति, भगवत्यां वा पुद्गलोद्देशो वेति, भावव्यक्त्यभिधानं भावनिर्देशः यथा — औदयिक इत्यादि, तेन — औदयिकवान् क्रोधीत्यादि वेति अलं विस्तरेणेति गाथार्थः ॥ १४३ ॥ इह समासोद्देशनिर्देशाभ्यामधिकारः, कथं ?, अध्ययनमिति समासोद्देशः सामायिकमिति समासनिर्देशः, इदं च सामायिकं नपुंसकम्, अस्य च निर्देष्टा त्रिविध:- स्त्री पुमान् नपुंसकं चेति, तत्र को नयो नैगमादिः कं निर्देशमिच्छतीत्यमुं अर्थमभिधित्सुराह 1) નિર્દેશ. આ નામ-નિર્દેશ કહ્યો. સ્થાપનાનિર્દેશ એટલે ચોક્કસ વસ્તુની સ્થાપનાનું કથન (અર્થાત્ “હું આ વસ્તુની સ્થાપના કરું છું” એ પ્રમાણે કહેવું) અથવા કોઈ વસ્તુમાં નિર્દેશની સ્થાપના કરવી તે સ્થાપના. વિશિષ્ટ દ્રવ્યોનું કથન કરવું તે દ્રવ્યનિર્દેશ જેમ કે, “આ ગાય છે અથવા દ્રવ્યવડે નિર્દેશ જેમ કે, જે વ્યક્તિ પાસે ઘોડો હોય તે વ્યક્તિ ઘોડાવાળી છે એ પ્રમાણે કહેવું. એ જ પ્રમાણે ક્ષેત્રવિષેનું 15 કથન તે ક્ષેત્ર–નિર્દેશ જેમ કે, “આ ભરતક્ષેત્ર છે”, ક્ષેત્રવડે નિર્દેશ – જેમ કે, “આ વ્યક્તિ સૌરાષ્ટ્ર (સૌરાષ્ટ્રની) છે.” કાળવિશેષનું કથન તે કાળ—નિર્દેશ જેમ કે, “સમય (આવલિકા વિગેરે)” અથવા કાળ વડે નિર્દેશ – જેમ કે,“આ વાસન્તિક (વસંતઋતુમાં થનાર) છે” વગેરે, સમાસનિર્દેશ—અંગ, શ્રુતસ્કંધ અને અધ્યયનના ભેદથી ત્રણ પ્રકારે છે. તેમાં અંગરૂપસમાસનો નિર્દેશ “આ આચારાંગ 20 છે' વગેરે, શ્રુતસ્કંધરૂપ સમાસનો નિર્દેશ' આ આવશ્યકશ્રુતસ્કંધ છે” તથા અધ્યયનસમાસનો નિર્દેશ “આ સામાયિક અધ્યયન છે” વગેરે. ઉદ્દેશનો નિર્દેશ તે ઉદ્દેશનિર્દેશ જેમ કે, “શસ્ત્રપરિજ્ઞાદિનો (આચારાંગસૂત્રનુ પ્રથમ અધ્યયન શસ્ત્રપરીજ્ઞા છે) આ પહેલો ઉદ્દેશો છે અથવા આ બીજો ઉદ્દેશો છે” અથવા “ભગવતી સૂત્રમાં પુદ્ગલ—ઉદ્દેશ છે’ વગેરે., ભાવરૂપવ્યક્તિનું કથન તે ભાવ—નિર્દેશ જેમકે, “આ ઔદિયક 25 ભાવ છે” વગેરે, ભાવવડે નિર્દેશ જેમ કે, આ ઔદાયિકભાવવાળો છે અથવા આ ક્રોધી છે વગેરે, આમ આઠ પ્રકારે નિર્દેશ છે. વધુ ચર્ચાથી સર્યું ॥૧૪॥ CO અવતરણિકા : અહીં સમાસ ઉદ્દેશ અને સમાસ નિર્દેશનું પ્રયોજન છે. તે આ રીતે અધ્યયન એ સમાસ–ઉદ્દેશ અને સામાયિક એ સમાસનિર્દેશ છે. આ સામાયિક એ (સાવદ્યયોગના વિરમણરૂપ નિર્દેશને આશ્રયી) નપુંસક છે. (આશય એ છે કે 30 સાવદ્યયોગવિરમણ એ નપુંસકલિંગમાં છે. તેથી આ વિરમણની અપેક્ષાએ સામાયિકનો પણ નપુંસકલિંગમાં નિર્દેશ થાય છે.) અને આ સામાયિકના નિર્દેષ્ટા=ઉચ્ચારણ કરનારા ત્રણ પ્રકારના છે – પુરૂષ, સ્ત્રી અને નપુંસક, તેમાં નૈગમાદિ કયો નય કયા નિર્દેશને ઇચ્છે છે ? તે બતાવતા ગ્રંથકારશ્રી કહે છે
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy