SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર અને અર્થનો પરસ્પર અભેદ (નિ. ૧૨૯) : ૨૫૭ परस्परतश्चेति, तथाहि-अविवृत्तं मुकुलतुल्यं सूत्रं, तदेव विवृतं प्रबोधितं विकचकल्पमर्थः, प्रवचनं चोभयमपीति, यथा चैषामेकार्थिकविभाग उपलभ्यते-कमलमरविन्दं पङ्कजमित्यादि पौकार्थिकानि, तथा कुड्मलं वृदं संकुचितमित्यादि मुकुलैकार्थिकानि, तथा विकचं फुल्लं विबुद्धमित्यादि विकसितैकार्थिकानि, तथा प्रवचनसूत्रार्थानामपि पद्ममुकुलविकसितकल्पानामेकार्थिकविभागोऽविरुद्धः । अथवा अन्यथा व्याख्यायते-एकार्थिकानि त्रीण्येवाश्रित्य 5 वक्तव्यानि, प्रवचनमेकार्थगोचर: तथा सूत्रमर्थश्चेति, शेषं पूर्ववत् । आह-द्वारगाथायां यदुक्तं 'प्रवचनैकार्थिकानि वक्तव्यानि' तद्व्याहन्यते, न, सामान्यविशेषरूपत्वात्प्रवचनस्य, सूत्रार्थयोरपि અર્થ તરીકે કહેવાય છે. અને તે સૂત્ર–અર્થ બંને પ્રવચન તો છે જ. આમ સૂત્ર પોતે જ અર્થરૂપે થતું હોવાથી પરસ્પર અભેદ છે. | (શંકા : જો તેઓનો પરસ્પર અભેદ હોય તો ત્રણેના એકાર્થિકનામો જુદાં જુદાં શા માટે 10 સમાધાન : જેમ તેઓના (કમલ, મુકુલ, વિકસિત શબ્દોનાં) એકાર્થિક નામોનો વિભાગ દેખાય છે. જેમકે કમલ, અરવિંદ, પંકજ એ પ્રમાણે પદ્મના એકાર્થિકનામો, કુમલ, છંદ, સંકુચિત' વગેરે મુકુલ(બીડેલા)ના એકાર્થિકનામો, તથા વિકચ, ફૂલ, વિબુદ્ધ વગેરે વિકસિત (ખીલેલા)ના એકાર્થિક નામો, તેમ પદ્મ-મુકુલ–વિકસિત સમાન પ્રવચન–સૂત્ર અને અર્થના 15 પણ એકાર્થિક વિભાગ અવિરુદ્ધ છે. આમ એકાર્થિક નામો જુદા જુદા હોવા છતાં પ્રવચન–સૂત્ર અને અર્થ ત્રણેનો પરસ્પર અભેદ છે. અથવા આ ગાથાર્થ બીજી રીતે બતાવે છે. ત્રણને જ આશ્રયી એકાર્થિકનામો કહેવા યોગ્ય છે. પ્રવચન એ એકાર્થિકનો વિષય છે. અને સૂત્ર-અર્થ પણ એકાર્થિકના વિષય છે. (આશય એ છે કે પ્રથમ વાર જે અર્થ કહ્યો, તેમાં પ્રવચન, સૂત્ર અને અર્થ આ ત્રણે પ્રવચનનાજ એકાર્થિક 20 નામો તરીકે બતાવ્યા. જ્યારે ‘અથવા” કરી બીજી રીતે અર્થ કર્યો તેમાં પ્રવચન, સૂત્ર અને અર્થ આ ત્રણે પ્રવચનના એકાર્થિક નામો નથી, પરંતુ આ ત્રણેના સ્વતંત્ર (દરેકના) એકાર્થિક નામો’ એ પ્રમાણે અર્થ કર્યો છે. એટલે કે પ્રથમ અર્થ પ્રમાણે એકલા પ્રવચનના ૧૫ નામો જાણવા. જયારે બીજા અર્થ પ્રમાણે પ્રવચનના પાંચ, સૂત્રના પાંચ અને અર્થના પાંચ, આમ દરેકના સ્વતંત્ર એકાર્થિક નામો જાણવા.) શંકા : જો આ ત્રણેના એકાર્થિક નામો કહેવાના હોય તો, પૂર્વે દ્વારગાથામાં કહ્યું કે “પ્રવચનના એકાર્થિકનામો બતાવશે” એ વાત ક્યાં રહી ? તમે તો સૂત્ર અને અર્થના પણ એકાર્થિકનામો બતાવો છો. સમાધાન : પ્રવચન સામાન્યવિશેષ ઉભયરૂપ છે. અને સૂત્ર–અર્થ પ્રવચનના વિશેષ સ્વરૂપો હોવાથી સૂત્ર–અર્થ પણ પ્રવચનરૂપ જ છે. તેથી “પ્રવચનના એકાર્થિક નામો” તેમાં 30 પ્રવચન શબ્દથી પ્રવચનસૂત્ર અને અર્થ ત્રણે ગ્રહણ કરવામાં કોઈ વિરોધ આવતો નથી. શંકા : જો સૂત્ર-અર્થ પણ પ્રવચનરૂપ જ હોય, તો વિભાગદ્વાર એ નિરર્થક બની જશે. 25
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy