SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૩ જ્ઞાન અને ચારિત્ર(ક્રિયા)નું ફલ મોક્ષ (નિ. ૯૩) अन्यथा ज्ञानस्य निर्वाणहेतुत्वं न स्यात्, चरणस्यैव ज्ञानरहितस्यापि स्याद्, अनिष्टं चैतत्, " सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्ग: ( तत्त्वार्थे अ० १ सू० १ ) इति वचनात्, इह त्वनन्तरँफैलत्वाच्चरणस्य तदुपलब्धिनिमित्तत्वच्च श्रुतस्य निर्वाणहेतुत्वसामान्ये सत्यपि ज्ञानचरणयोर्गुणप्रधानभावादित्थमुपन्यास इति, अलं विस्तरेण, 'सार:' फलं 'चरणस्य' संयमतपोरूपस्य, निर्वृतिर्निर्वाणं-अशेषकर्मरोगापगमेन जीवस्य स्वरूपेऽवस्थानं मुक्तिपदमितियावत्, 5 इहापि नियमतः शैलेश्यवस्थानन्तरमेव निर्वाणभावात् क्षीणघनघातिकर्मचतुष्कस्यापि च निरतिशयज्ञानसमन्वितस्य तामन्तरेणाभावात्, अत उक्तं - सारश्चरणस्य निर्वाणं इति, अन्यथा हि तस्यामपि शैलेश्यवस्थायां क्षायिके ज्ञानदर्शने न न स्त इति, अतः सम्यग्दर्शनादित्रयस्यापि પણ છે. તથા ‘અપિ શબ્દથી નિર્વાણ પણ છે. અન્યથા એટલે કે જો શ્રુતજ્ઞાનનું ફલ નિર્વાણ પણ છે એવું ન માનો તો જ્ઞાન એ નિર્વાણનું કારણ બને નહીં અને જ્ઞાનથી રહિત એવું પણ 10 ચારિત્ર જ નિર્વાણનું કારણ બને, પરંતુ એ બરાબર નથી કારણ કે ‘સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર, એ ત્રણનો સમુદાય એ મોક્ષમાર્ગ છે.' આવું વચન છે. તેથી શ્રુતજ્ઞાનનું નિર્વાણ પણ ફલ છે જ. શંકા : જો શ્રુતજ્ઞાનનું ફલ નિર્વાણ છે તો મૂળ ગાથામાં ‘શ્રુતજ્ઞાનનું ફલ ચારિત્ર અને ચારિત્રનું ફલ મોક્ષ છે.’એવું શા માટે લખ્યું ? 15 સમાધાન જ્ઞાન અને ચારિત્ર બંને નિર્વાણના હેતુ હોવા છતાં શૈલેશી-અવસ્થારૂપ (સર્વસંવર)ચારિત્રની પ્રાપ્તિ થયા પછી તરત જ મોક્ષની પ્રાપ્તિ થતી હોવાથી નિર્વાણ એ ચારિત્રનું અનંતરફલ છે અને માટે ચારિત્ર એ નિર્વાણનું પ્રધાન કારણ છે. જ્યારે જ્ઞાન એ ચારિત્રપ્રાપ્તિનું કારણ હોવાથી નિર્વાણ એ જ્ઞાનનું પારંપરિક ફલ છે અને માટે જ્ઞાન એ નિર્વાણનું ગૌણ કારણ છે. આમ જ્ઞાન અને ચારિત્ર એ નિર્વાણ પ્રત્યે ગૌણ-પ્રધાનભાવે હોવાથી મૂળગાથામાં ઉપરોક્ત 20 રીતે ઉપન્યાસ કરેલ છે. સંયમ-તપરૂપ ચારિત્રનું ફલ નિર્વાણ છે. નિવૃતિ એ નિર્વાણ છે એટલે કે સંપૂર્ણ કર્મરોગ દૂર કરવાવડે જીવનું પોતાના સ્વરૂપમાં રહેવું તે નિર્વાણ અર્થાત્ મુક્તિપદ. અહીં પણ ચારિત્રના ફલ તરીકે નિર્વાણ કહ્યું તે નિયમથી શૈલેશી-અવસ્થામાં થનાર સર્વસંવરરૂપ ચારિત્ર પછી જ નિર્વાણ થતું હોવાથી અને ચાર ઘનઘાતિકર્મોને નાશ કરનાર, નિરતિશય કેવળજ્ઞાનથી યુક્ત એવા જિનને પણ તે શૈલેશી-અવસ્થા (ચારિત્ર)વિના નિર્વાણની 25 પ્રાપ્તિ થતી ન હોવાથી ચારિત્રના પ્રધાનપણાને આશ્રયીને જ કહ્યું છે કે ‘ચારિત્રનો સાર નિર્વાણ છે.' બાકી તો તે શૈલેશી-અવસ્થામાં ક્ષાયિકજ્ઞાન-દર્શન પણ છે તો ખરાં જ. આશય એ છે કે શૈલેશીઅવસ્થામાં જ્ઞાન-દર્શન અને ચારિત્ર ત્રણેની હાજરી છે છતાં મૂળ ગાથામાં ચારિત્રનું ફલ મોક્ષ છે એવું જે કહ્યું તે ચારિત્રની પ્રધાનતા અને જ્ઞાન-દર્શનની ગૌણતાને ४१. शैलेश्यवस्थारूपचरणावाप्तेरनन्तरं मोक्षावाप्तेः, क्षायिकज्ञानप्राप्तेरनन्तरं तु न, 30 देशोनपूर्वकोटी विहरणादुत्कृष्टतो दर्शनं तु चतुर्थेऽपि न च तदनन्तरमपि तदाप्तिः । ४२. ज्ञानस्य फलं विरतिरिति पढमं नाणं तओ दया इत्यादिवचनात् ।
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy