SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યક નિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) वित्तुं च सुहं सुहगणणधारणा दाउं पुच्छिउं चेव । एएहिं कारणेहिं जीयंति कयं गणहरेहिं ॥९१॥ व्याख्या- 'ग्रहीतुं च' आदातुं च ग्रथितं सत्सूत्रीकृतं सुखं भवति अर्हद्वचनवृन्दं, कुसुमसंघातवत्, 'चः' समुच्चये, एतदुक्तं भवति — पदवाक्यप्रकरणाध्यायप्राभृतादिनियत5 क्रमस्थापितं जिनवचनं अयत्नेनोपादातुं शक्यते, तथा गणनं च धारणा च गणनधारणे ते अपि सुखं भवतः ग्रथिते सति तत्र गणनं - एतावदधीतं एतावच्चाध्येतव्यमिति, धारणा अप्रच्युतिः अविस्मृतिरित्यर्थः, तथा दातुं प्रष्टुं च 'सुखं' इत्यनुवर्त्तते, 'चः' समुच्चय एव, एवकारस्य तु व्यवहितः संटङ्कः, ग्रहीतुं सुखमेव भवतीत्थं योजनीयं तत्र दानं शिष्येभ्यो निसर्गः, प्रश्न:संशयापत्तौ असंशयार्थं विद्वत्सन्निधौ स्वविवक्षासूचकं वाक्यमिति, 'एभिः कारणैः' अनन्तरोक्तैर्हेतुभूतैः 10 ‘નીવિત' કૃતિ અવ્યવિિત્તનયામિપ્રાયત: સૂત્રમેવ ‘નીયંતિ પ્રાતૌત્યા ‘ભૂત' રચિતં ગળધરે:, अथवा जीतमिति अवश्यं गणधरैः कर्त्तव्यमेवेति, तन्नामकर्मोदयादिति गाथार्थः ॥ ९९ ॥ ૨૦૦ ગાથાર્થ : સુખપૂર્વક ગ્રહણ કરવા, સુખપૂર્વક ગણન કરી શકાય, ધારી શકાય, બીજાને આપી શકાય અને પૂછી શકાય એ કારણોથી ગણધરોવડે સૂત્ર કરાયું = રચાયું છે. ટીકાર્ય : સૂત્રરૂપે ગૂંથેલું અર્હચનવૃંદ કુસુમસમૂહની જેમ સુખપૂર્વક ગ્રહણ કરી 15 શકાય છે, અર્થાત્ પદ, વાક્ય, પ્રકરણ, અધ્યયન, પ્રાકૃત વગેરે ચોક્કસ ક્રમે સ્થાપિત કરેલ જિનવચન સુખેથી ગ્રહણ કરી શકાય છે તથા ગ્રંથરૂપે થયેલ શ્રુતનું ગણન અને ધારણ પણ સુખપૂર્વક થઈ શકે છે. અહીં ગણન એટલે આટલું ભણાયું અને આટલું ભણવાનું બાકી છે. તથા ધારણા એટલે ભૂલાયું નહીં તે. તથા ગ્રંથ રૂપે રહેલ શ્રુત સુખપૂર્વક બીજાને આપવા કે પૂછવા માટે શક્ય છે. તેમાં દાન એટલે શિષ્યોને આપવું = ભણાવવું અને પ્રશ્ન 20 એટલે શંકિત પદાર્થોને નિશ્ચિત કરવા વિદ્વાન્ પાસે સ્વવિવક્ષા પોતાના અભિપ્રાયને પ્રગટ કરતું વાક્ય. = મૂળગાથામાં રહેલ ‘Ç' કાર શબ્દનો વ્યવહિત સંબંધ છે અર્થાત્ જ્યાં છે તેના કરતા જુદી જગ્યાએ જોડવાનો છે તેથી અર્થ આ પ્રમાણે થશે કે સુખપૂર્વક જ ગ્રહણ કરી શકાય છે. આ બધા કારણોથી ગણધરોવડે શ્વેત રચાયું છે. તથા ‘ઝીવિત’ એટલે સદાકાળ રહેનારું, 25 દ્રવ્યાસ્તિકનયના મતે શ્રુત પણ સદાકાળ માટે રહેનારું હોવાથી શ્રુત જ જીવિત શબ્દથી જાણવું. અહીં પ્રાકૃત હોવાને કારણે જીવિત શબ્દનું નીય થયું છે. (ભાવાર્થ એ છે કે દ્વાદશાંગીનું સદાકાળ અવસ્થાન થાય તે માટે ગણધરોએ તેને સૂત્રરૂપે રચ્યું છે.) અથવા ‘નીત’એટલે આચાર-ગણધરોવડે અવશ્ય શ્રુતની રચના કરવા યોગ્ય છે આવો પોતાનો આચાર જાણી ગણધરો શ્રુતની રચના કરે છે. આ આચાર ગણધરોને ગણધરનામકર્મના 3) ઉદયથી હોય છે. ૯૧ * શયં।
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy