SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ છે આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) कालान्तरभाव्युपक्रम्यते यथा तरोर्वार्धक्यादि तत्र परिकर्मणि द्रव्योपक्रमता युक्ता, वर्णकरणकलादिसंपादनस्य तु कालान्तरेऽपि विवक्षितहेतुजालमन्तरेणानुपपत्तेः कथं परिकर्मणि द्रव्योपक्रमतेति, अत्रोच्यते, विवक्षितहेतुजालमन्तरेणानुपपत्तेरित्यसिद्ध, कथं ?, वर्णस्य तावन्नामकर्मविपाकित्वात् स्वयमपि भावात्, कलादीनां च क्षायोपशमिकत्वात्, तस्य च कालान्तरेऽपि स्वयमपि संभवात्, विभ्रमविलासादीनां च युवावस्थायां दर्शनात् (ग्रन्थाग्रम् १५००)। तथा वस्तुविनाशे च पुरुषादीनां खड्गादिभिविनाश एवोपक्रम्यते इति, आहपरिकर्मवस्तुविनाशोपक्रमयोरभेद एव, उभयत्रापि पूबम्पपरित्यागेनोत्तरावस्थापत्तेरिति, अत्रोच्यते, परिकर्मोपक्रमजनितोत्तररूपापत्तावपि अविशेषेण प्राणिनां प्रत्यभिज्ञानादिदर्शनात् वस्तु विनाशोपक्रमसंपादितोत्तरधर्मरूपे तु वस्तुन्यदर्शनात् विशेषसिद्धिरिति, अथवैकत्र विनाशस्यैव 10 શંકા : જે વસ્તુ ભવિષ્યમાં કોઈપણ કારણ વિના જાતે થવાની છે તે વસ્તુને વર્તમાનમાં કોઈ ઉપાયવડે ઝડપથી કરવું તેનું નામ પરિકમમાં દ્રવ્યાપક્રમતા, જેમ કે જે વૃક્ષ ભવિષ્યમાં સ્વયં વૃદ્ધ થવાનું છે, તે વૃક્ષને કોઈ ઉપાયવડે વર્તમાનમાં જ વૃદ્ધ બનાવવું એ વૃક્ષરૂપી દ્રવ્યનો પરિકર્મ કહેવાય છે. પણ (ધી વિ.થી) વર્ણકારણ કે કળાદિનું સંપાદન ભવિષ્યમાં પણ વિવક્ષિતકારણ સમૂહ વિના ક્યારેય વ્યક્તિમાં સ્વયં થતું નથી, અર્થાત્ વ્યક્તિને ભવિષ્યમાં 15 કારણ વિના વર્ણમાં ફેરફાર કે કળાદિનું જ્ઞાન પ્રાપ્ત થતું જ નથી. તો પછી વર્તમાનમાં વર્ણાદિમાં થતાં ફેરફારને કે કળાદિના સંપાદનને પરિકર્મ કેમ કહેવાય ? (જયારે થાય ત્યારે તે કારણોથી જ થાય છે, એટલે તેમાં કંઈ નજીક લાવવા રૂપ ઉપક્રમ નથી.) સમાધાન : તમે જે કહ્યું કે વર્ણ ફેરફાર કે કળાદિની પ્રાપ્તિ એ કારણ વિના થઈ શકતી નથી એ વાત જ ખોટી છે, કારણ કે વર્ણ એ નામકર્મના વિપાકોદયથી થનાર છે તથા કળાદિની 20 પ્રાપ્તિ જ્ઞાનાવરણકર્મના ક્ષયોપશમથી થનાર છે. અને આ બંને વસ્તુ વિવક્ષિત કારણ = વર્ણ માટે ઘી વગેરે અને કળાદિ માટે આચાર્ય વગેરે રૂપ કારણ વિના પણ કાળાન્તરે સ્વયં થઈ શકતી હોય છે. જેમ કે યુવાવસ્થામાં વિશ્વમવિલાસાદિનું દર્શન થાય છે. (આ વિભ્રમ–વિલાસાદિ વ્યક્તિને શીખવાડવા પડતા નથી, એટલે કે તેને શીખવાડવા આચાર્યાદિની જરૂર પડતી નથી, સ્વયે આવડી જાય છે.) તેથી કાળાન્તરભાવિ એવા વર્ણાદિ અને કળાદિનું પૂર્વે વિવક્ષિત હતુવડ 25 સંપાદન કરવું એ પરિકર્મ દ્રવ્યોપક્રમ તરીકે ઘટી જાય છે. પુરુષાદિનો તલવારાદિ વડે વિનાશ કરવો એ વસ્તુવિનાશમાં દ્રવ્યાપક્રમ છે. શંકા : પરિકર્મ અને વસ્તુવિનાશ દ્રવ્યાપક્રમમાં કોઈ ભેદ જ નથી કારણ કે બંનેમાં પૂર્વરૂપના ત્યાગવડ પછીની અવસ્થા ઉત્પન્ન થાય છે. સમાધાન : આ બંનેમાં મોટો ભેદ છે. તે આ રીતે – પરિકર્મોપક્રમમાં વર્ણાદિકરણ થતાં 30 અર્થાત વસ્તુમાં વર્ણાદિમાં ફેરફાર થયા પછી પણ જીવને ‘તે તે જ વસ્તુ છે' એવું પ્રત્યભિજ્ઞાન (સ્મરણ) થતું દેખાય છે. જ્યારે વસ્તુવિનાશોપક્રમમાં પ્રાપ્ત થયેલ છે ઉત્તરરૂપ જેમાં તેવી વસ્તુમાં “આ તે જ વસ્તુ છે” એવું પ્રત્યભિજ્ઞાન સામાન્યથી થતું દેખાતું નથી, કારણ કે અહીં તે વસ્તુનો સંપૂર્ણ વિનાશ કરી નવી વસ્તુ બનાવવામાં આવે છે. અથવા વસ્તુવિનાશમાં ઉપક્રમ તરીકે
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy