SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યક નિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) प्राणिमनोभावपरिणतद्रव्याणि जानाति पश्यति च, अवधिज्ञानसंपन्नमनः पर्यायज्ञानिनमधिकृत्यैवं, अन्यथा जानात्येव न पश्यति, अथवा यतः साकारं तदतो ज्ञानं यतश्च पश्यति तेन अतो दर्शनमिति, एवं सूत्रे संभवमधिकृत्योक्तमिति, अन्यथा चक्षुरचक्षुरवधिकेवलदर्शनं तत्रोक्तं चतुर्धा विरुध्यते, क्षेत्रतः अर्धतृतीयेष्वेव द्वीपसमुद्रेषु, कालतस्तु पल्योपमासंख्येयभागं एष्यमतीतं वा 5 कालं जानाति, भावतस्तु मनोद्रव्यपर्यायान् अनन्तानिति, तत्र साक्षान्मनोद्रव्यपर्यायानेव पश्यति, बाह्यस्तु तद्विषयभावापन्नाननुमानतो विजानाति, कुतः ?, मनसो मूर्त्तामूर्त्तद्रव्यालम्बनत्वात्, छद्मस्थस्य चामूर्त्तदर्शनविरोधादिति । सत्पदप्ररूपणादयस्तु अवधिज्ञानवदवगन्तव्याः । नानात्वं चानाहारकापर्याप्तकौ प्रतिपद्यमानौ न भवतः, नापीतरौ ॥ उक्तं मनः पर्यायज्ञानं, इदानीमवसरप्राप्तं केवलज्ञानं प्रतिपादयन्नाह ૧૪૪ 10 (આ પંક્તિનો ભાવાર્થ આ પ્રમાણે જાણવો – સામાન્યથી એક એવા પણ જ્ઞાનમાં તે તે દ્રવ્યાદિની અપેક્ષાએ ક્ષયોપશમની વિચિત્રતાનો સંભવ હોવાથી અનેકવિધ ઉપયોગ સંભવે છે. જેમકે અહીં મન:પર્યવજ્ઞાનમાં જ ઋજુમતિ અને વિપુલમતિ એમ બે પ્રકારે ઉપયોગ સંભવે છે. તેથી નંદીસૂત્રમાં “મન:પર્યવજ્ઞાનો જાણે છે – જુએ છે'' એ પ્રમાણે જે કહ્યું છે તે વિવિધ ઉપયોગના સંભવની અપેક્ષાએ કહ્યું છે. તે આ રીતે – વિશિષ્ટતર મનોદ્રવ્યાકારના 15 બોધની અપેક્ષાએ “જાણે છે” એમ કહેવાય. જયારે સામાન્ય મનોદ્રવ્યાકારના બોધની અપેક્ષાએ ‘જુએ છે” એમ કહેવાય છે. અહીં વિશિષ્ટતર મનોદ્રવ્યાકારના બોધની અપેક્ષાએ સામાન્યરૂપ દ્રવ્યાકારનો બોધ વ્યવહારથી દર્શનરૂપ કહેવાય છે અર્થાત્ કોઈ મનઃજ્ઞાનીને સામાન્યાકારનું જ જ્ઞાન થાય તો વિશિષ્ટ મનઃજ્ઞાનીને થયેલા વિશિષ્ટ આકારના જ્ઞાનની અપેક્ષાએ તે દર્શન કહેવાય. જ્યારે ખરેખર તો આ બોધ પણ જ્ઞાન જ છે. તેથી અહીં મન:પર્યવજ્ઞાન જ દર્શનરૂપે 20 જાણવું.) અન્યથા = જો આ રીતે ન માનો અને મન:પર્યવદર્શન માનો તો સૂત્રમાં ચક્ષુ-અચક્ષુઅવધિ– અને કેવળદર્શન એમ ચાર પ્રકારે જ જે દર્શન કહ્યા છે તેની સાથે વિરોધ આવે. ક્ષેત્રથી અઢીઢીપ જ, કાળથી ભૂત-ભવિષ્યમાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગને, તથા ભાવથી મનોદ્રવ્યના અનંતપર્યાયોને જાણે—જુએ છે. તેમાં મનોદ્રવ્યના પર્યાયોને જ સાક્ષાત્ જુએ છે, મનોવ્યના 25 વિષયરૂપ બનેલા બાહ્ય અર્થોને અર્થાત્ ઘટ-પટ વગેરેને સાક્ષાત્ જોતા નથી પરંતુ અનુમાનથી જ જાણે છે. કારણ કે મન મૂર્ત-અમૂર્ત બંને વસ્તુ વિચારી શકે છે અને છદ્મસ્થ અમૂર્તનું દર્શન કરી શકતો નથી એટલે વિચારેલ અમૂર્ત વસ્તુ તો દેખાતી નથી જ) તેથી જેમ અમૂર્ત વસ્તુન અનુમાનથી જાણે, તેમ બાહ્ય મૂર્ત વસ્તુને પણ અનુમાનથી = મનોદ્રવ્યના આકાર ઉપરથી જાણે છે. સત્પદપ્રરૂપણાદિ અવિધજ્ઞાનની જેમ જાણી લેવા. વિશેષ એ છે કે અનાહારક-અપર્યાપ્ત 30 જીવો મન:પર્યવજ્ઞાનના પ્રતિપદ્યમાન કે પૂર્વપ્રતિપક્ષ હોય નહીં. અવતરણિકા : મન:પર્યવજ્ઞાન કહ્યું, હવે અવસર પ્રાપ્ત કેવળજ્ઞાનનું પ્રતિપાદન કરે છે
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy