SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ તહરિકૃત ઉપહાસને પાત્ર બનાવે છે, તિરસ્કાર કરે છે, રમાડે છે અને ખેદ કરાવે છે. આ સ્ત્રીઓ શું નથી કરતી વાર? ૩૬ વનવાસીનું જીવન (માનસિક શાંતિ) ફિરળવત્ત स्थितिः पुण्येऽरण्ये सह परिचयो हन्त हरिणः । फलमध्या वृत्तिः प्रतिनदि च तल्पानि दृषदः । इतीय सामग्री भवति हरिभक्तिं स्पृहयतां वनं वा गेहं वा सदृशमुपशान्त्येक.मनसाम् ॥३७॥ પવિત્ર અરણ્યમાં નિવાસ, હરિની સાથે પરિચય, ફળથી પવિત્ર આજીવિકા અને પ્રત્યેક નદી ઉપરની શયન ૫ શિલાઓ, આ રીતે શ્રી હરિની ભક્તિની ઈચ્છા કરનારા પુરુષની સામગ્રી હોય છે, પરંતુ જેઓનું મન સર્વથા શતિ થયું છે, તેઓને તે વન અથવા તે ઘર સરખાં જ છે. ૩૭ શ્રુતિના ઉપદેશથી તૃપ્તિ * શાહવાતિવૃત્ત स्वादिष्ठं मधुनो घृताच्च रसवद्यत्प्रस्रवत्यक्षरं दैवी वागमृतात्मनो रसवतस्तेनैव तृप्ता वयम्। कुक्षौ यावदिमे भवन्ति धृतये भिक्ष हृताः सक्तव· स्तावदास्यकृताजनैन हि धनैर्वृत्ति समीहामहे ॥३८॥ દેવીવાણુ–વેદવાણી અમૃતરૂપ અને રસવાળા એવા મધના કરતાં પણું સ્વાદિષ્ટ અને ઘીના કરતાં પણ ૨સવાળા અક્ષર બ્રહ્મને પ્રસવે છે (ઉપદેશે છે . તેનાથી જ અમે તૃપ્ત થયા છીએ અને ભિક્ષા માગીને આથેલા આ સાથવાઓ જ્યાં સુધી અમારા પેટમાં પડીને અમારા શરીરનું રક્ષણ કરે છે ત્યાં સુધી અમે દાસ્ય કરીને મેળવેલાં ધનેથી આજીવિકા કરવાની ઇચ્છા કરતા નથી. ૩૮ સમાપ્ત
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy