SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ વિજ્ઞાનશતક શારિરીતિવૃત્ત (નાસ્તિકો) • कस्येमौ पितरौ मनोभववता तापेन संयोजितावन्योन्यं तनयादिकं जनयतो भूम्यादिभूतात्मभिः । इत्थं दुःस्थमतिमनोभवरतिर्यो मन्यते नास्तिकः शान्तिस्तस्य कथं भवेद्धनवतो दुष्कर्मधर्माश्रयात् ॥१०॥ નાસ્તિક મતવાળાઓ કહે છે કેઃ માતાપિતા કામદેવના તાપથી સંતપ્ત થઈ પરસ્પર સમાગમ કરીને પૃથ્વી, પાણી, પવન અને અગ્નિ આ ચાર ભૂતાના સંયોગથી પુત્રાદિકને ઉત્પન્ન કરે છે, તેમાં માત્ર તેમની કામતૃપ્તિ જ કારણ છે. માટે તેમના તરફ શા માટે પૂજ્યબુદ્ધિ રાખવી? આ રીતે દુષ્ટ બુદ્ધિવાળે, કામમાં રચ્યાપચ્યા રહેનાર નાસ્તિક માને છે. માટે દુષ્કર્મ અને દુષ્ટ ધર્મને આશ્રય કરવાથી તે ધનવાનને શી રીતે શાંતિ મળે? કદિ પણ મળે જ નહિ. ૧૦ તાત્પર્ય-નાસ્તિકની મૂર્ખતાને ભર્તુહરિ ધિક્કારે છે. : રવિશદતવ્રતઃ देहाद्यात्ममतानुसारि भवतां यद्यस्ति मुग्धं मतं वेदव्यासविनिन्दितं कथमहो पित्राद्यपत्ये तदा । दाहादिः क्रियते विशुद्धफलको युष्माभिरुद्वेजितैः शोकेनार्थपरायगैरपसदैदृष्टार्थमात्रार्थिभिः॥११ ।। હે દેહાત્મવાદીઓના મતને અનુસરનારા! તમે જે વેદવ્યાસે નિંદી કાઢેલા દેહાદિકને જ આત્મા માનનારા ચાર્વાકના મિથ્યા મતને માનતા હે તે, પ્રત્યક્ષ પ્રમાણને ખરું માનનારા એવા તમે સ્વાર્થપરાયણ હોવા છતાં પિતા, પુત્ર વગેરેનાં શરીરને જાતે ચિતામાં બાળી નાંખીને તેને શા
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy