SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ નીતિશતક अधो' गङ्गा सेयं पदमुपगता स्तोकमथवा विवेकभ्रष्टानां भवति विनिपातः शतमुखः ॥ ९ ॥ . ઉત્તમ વિષ્ણુપદથી-સ્વર્ગથી નીકળેલી ગંગા પ્રથમ મહાદેવજીના મસ્તક ઉપર પડે છે, તે મસ્તકથી હિમાલય પર્વત ઉપર પડે છે, તે પર્વતથી પૃથ્વી ઉપર પડે છે અને પૃથ્વી ઉપરથી હજાર મુખેાવડે સમુદ્રમાં પડે છે. આ પ્રકારે તે ગંગાજી નીચાં પદ્મને પ્રાપ્ત થયેલાં છે, આમ જ થાડા પણ વિવેકથી ભ્રષ્ટ થયેલા પુરુષાની અનેક પ્રકારે હલકી સ્થિતિ થાય છે. ૯ ભાવ-જેમ ગંગા ઉત્તમ વિષ્ણુપદથી નીકળીને મહાદેવજીના મસ્તક વગેરે નીચાં નીચાં સ્થાનેને પ્રાપ્ત થયેલી છે, તેને ક્રીથી ઉત્તમ પદ મળ્યું નહીં, તેમ .વિવેક વગરના પુરુષા અનેક પ્રકારનાં હલકાં સ્થાનાને પ્રાપ્ત થાય છે, પણ ફરીથી તેઓ ઉત્તમ સ્થાનને પ્રાપ્ત થતા નથી. ભૂખોનું એસડ નથી સઘળા ઉપદ્રવાનો નિવૃત્તિના ઉપાયેા લેાકમાં તથા શાસ્ત્રમાં જોવામાં આવે છે, પરંતુ મુખને એધ કરવાના ઉપાય કાઇ જગાએ પણ જોવામાં આવતું નથી. शार्दूलविक्रीडितवृत्त शक्यो वारयितुं जलेन हुतभुक् छत्रे (शूर्पेण सूर्यातपो नागेन्द्रो निशिताङ्कशेन समदो दण्डेन गोगर्दभौ । व्याधिर्भेषज सङ्ग्रहैध विविधैर्मन्त्रप्रयोगैर्विषं सर्वस्यौषधमस्ति शास्त्रविहितं मूर्खस्य नास्त्यौषधं ॥ १०॥ જલથી અગ્નિનું નિવારણ થઇ શકે છે, છત્રથી તાફ્રાનું નિવારણ થઈ શકે છે, તીક્ષ્ણ અકુશવર્ડ મોન્મત્ત ૧‘અષોડષો,ય” કૃતિ વાઝાન્તરમ્ ।
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy