SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ જૈન આચાર મીમાંસા ઉત્તરોત્તર તેના ઉપર ટીકા-ટીપ્પણ ઇત્યાદિ લખી તેને ખૂબ ગ્રાહ્ય બનાવ્યાં. આ છે “છ આવશ્યક'નો સંક્ષિપ્ત ઇતિહાસ. પણ અહીં આપણે તેનું મહત્ત્વ સમજવું છે જેથી આપણે પણ આવશ્યક’ને આવશ્યક તરીકે સ્વીકારતા થઈ જઈએ. આજે વિજ્ઞાને આટલી મોટી હરણફાળ ભરી છે અને અનેક વસ્તુઓનાં મૂલ્યો બદલાઈ ગયાં છે. ત્યારે પણ બે હજારથી પચીસસો વર્ષ ઉપર રચાયેલાં આવશ્યક ખૂબ વૈજ્ઞાનિક લાગે છે. અરે, ધર્મના પાલનમાં તો શું પણ સારી રીતે જીવવા માટે પણ તે આજે ખૂબ મહત્ત્વનાં છે. પરંપરાથી ચાલી આવતી આપણી આ મહાન ક્રિયાઓનું રખે ને આપણે ઓછું મૂલ્ય આંકી બેસીએ! જૈન વિચારધારા અને આચારની પરંપરા બંનેની એ વિશિષ્ટતા રહી છે કે જેમ જેમ વિજ્ઞાનની ક્ષિતિજો વિસ્તરતી જાય છે અને નવાં નવાં તથ્યોનો આવિષ્કાર થતો જાય છે. તેમ તેમ આપણા આચારો અને વિચારોને વધારે સમર્થન મળતું જાય છે. વિજ્ઞાન આપણી વાતોને વધારે પુષ્ટ કરતું હોય તેમ લાગે છે. આજે જ્ઞાનવિજ્ઞાને અને ખાસ તો મનોવિજ્ઞાને મનુષ્યની શરીરરચના અને મસ્તકના અજ્ઞાત પ્રદેશો ઉઘાડ્યા છે. આપણા જીવન ઉપર પડતા પ્રભાવો અને તેનાં પરિણામો વિશે ખૂબ ચિંતન થયું છે અને નવાં તો બહાર આવ્યાં છે ત્યારે આપણને લાગ્યા વિના રહેતું નથી કે જે લોકો આપણાં આવશ્યકોનું પાલન કરે તેમનું જીવન ખૂબ સ્વસ્થ રહી શકે. તેમનો આલોક અને પરલોક બંને ઉ પબની જાય. આવશ્યક ક્રિયાઓ સુખડના કાષ્ટ જેવી છે. સુખડ સ્વભાવે
SR No.005705
Book TitleJain Achar Mimansa
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2008
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy