SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ યોત્સર્ગ - વૈજ્ઞાનિક અભિગમ ૧૩૧ નષ્ટ થઈ જતા હતા અને તેઓ તો અડોલ ઊભા જ હોય. જૈન ધર્મની ઉપદેશકથાઓ વાંચીએ તો તેમાં મુનિઓ કે ચારણ મુનિઓ કાઉસ્સગ્ન ધ્યાને ઊભા રહ્યાની વાત વખતોવખત આવે. આમ જૈન દર્શનમાં કાઉસ્સગ્નનું ઘણું મહત્ત્વ છે પણ દુર્ભાગ્ય એ છે કે અત્યારે કાઉસ્સગ્ગ મોટે ભાગે એક જડ ક્રિયા – પ્રાણવિહીને ક્રિયા બની ગઈ છે; તેથી તેના અગણિત લાભથી આપણે વંચિત રહી ગયા છીએ. જૈનેતર દર્શનોમાં કાઉસ્સગ્નનો કોઈ વિશેષ ઉલ્લેખ જોવા મળતો નથી. જોકે તેની પાસેનાં ધ્યાન - સમાધિ ઇત્યાદિ લાગે પણ બેની વચ્ચે ઘણો ભેદ છે. હા, યોગાસનોમાં કાયોત્સર્ગ સમ લાગતું શબાસન પ્રચલિત છે. વળી હમણાં હમણાં તો તબીબીશાસ્ત્રને અને મનોવિજ્ઞાનીઓને એનું મહત્ત્વ સમજાતાં તેનો પ્રચાર વધ્યો છે પણ ત્યાં તેનું એક શારીરિક પ્રયોગથી કંઈ અધિક મૂલ્ય નથી. બહારથી તો શબાસન અને કાયોત્સર્ગ એકસરખા લાગે તેવા છે પણ બંને વચ્ચે ઘણું અંતર છે. શબાસનમાં શરીરને શબવત્ કરી નાખવાનું એટલે કે ચેતનાને સુવાડી દેવાની જેથી શરીરને સંપૂર્ણ આરામ મળે અને મન શાંત થઈ જાય. આપણા અનેક રોગોનું ઊગમસ્થાન તનાવે છે જે મનમાં ઉદ્ભવે છે અને પછી રોગો શરીર ઉપર ઊતરી આવે છે. આ વાત હવે તો . વિજ્ઞાનસિદ્ધ થઈ ચૂકી છે. મન જેટલું તનાવગ્રસ્ત એટલા રોગો વધારે અને તેની માત્રા વધારે. આમ તનાવ - ટેન્શનને હવે રોગોનો જનક માનવામાં આવે છે તેથી તેને મિટાવવા શબાસનનો હમણાં હમણાં ખૂબ પ્રચાર થયો છે. તેમાંથી લાભ મળે છે તેની પણ ના નહિ; પણ કાયોત્સર્ગ તો એક અજોડ અને વિશેષ પ્રક્રિયા
SR No.005705
Book TitleJain Achar Mimansa
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2008
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy