SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ 311 ગાથા : ૧૪૩ . . . . . . . . . . . . . અધ્યાત્મમત પરીક્ષા. . . . .૬૮૩ એવા દિગંબરની જ પ્રક્રિયા છે પરંતુ આપણી (શ્વેતાંબરની) નહિ, કેમ કે તીર્થપ્રવૃત્તિના ઉચ્છેદનો પ્રસંગ પ્રાપ્ત થશે. આ પ્રમાણે અભિપ્રાય રાખીને કહે છે - ભાવાર્થ - પૂર્વોક્ત પ્રક્રિયા દિગંબરની છે, અમારી (શ્વેતાંબરની) નથી. અને તેમાં હેતુ કહ્યો કે તીર્થપ્રવૃત્તિના ઉચ્છેદનો પ્રસંગ આવશે. તેનું તાત્પર્ય એ છે કે ભગવાનના તીર્થની પ્રવૃત્તિ બકુશ અને કુશીલ ચારિત્રીથી ચાલે છે. બકુશ અને કુશીલો પ્રશસ્ત આલંબન વગર પણ ચારિત્રમોહનીયકર્મના પારવશ્યને કારણે સંજવલન કષાયને વશ થઈને પ્રવૃત્તિ કરવા છતાં, મૂલગુણોમાં યતનાથી પ્રવર્તે છે. અને બકુશ અને કુશીલ ચારિત્રીથી તીર્થ પ્રવર્તે છે અને તેમનામાં ચારિત્રનો અભાવ કહેવાથી તેઓ અચારિત્રી પ્રાપ્ત થશે. તેથી તીર્થ ચારિત્રીથી ચાલે છે તે તીર્થના અભાવની પ્રાપ્તિ થશે. માટે તીર્થપ્રવૃત્તિના ઉચ્છેદનો પ્રસંગ પ્રાપ્ત થશે એમ સિદ્ધાંતપક્ષી કહે છે. ગાથા -. અન્નદ વનડvi ચંડાઇ ચંડમરૂંvi | णेव सिया चारित्तं सुद्धवओगेत्ति काऊणं ॥१४३॥ (अन्यथा वक्रजडानां चंडानां चंडरुद्रप्रभृतीनाम् । नैव स्याच्चारित्रं शुद्धोपयोग इति कृत्वा ॥१४३॥) ગાથાર્થ ગચંથા= અવતરણિકામાં કહ્યું કે દુરાશય એવા દિગંબરની આ પ્રક્રિયા છે, આપણી (શ્વેતાંબરની) નહિ. એમ ન માનો તો, વક્ર અને જડ એવા પંચમ આરાવર્તી સાધુઓને, ચંડ એવા ચંડરુદ્રપ્રભૃતિ મુનિઓને ચારિત્ર નહિ થાય; કેમકે શુદ્ધોપયોગ ચારિત્ર છે જેથી કરીને તેમને ચારિત્ર નહિ થાય.) ભાવાર્થ સંપ્રદાયપક્ષી શુદ્ધોપયોગને જ ચારિત્ર માને છે, શુભોપયોગ પણ તેમને ચારિત્ર તરીકે અભિમત નથી; પરંતુ શુભોપયોગચારિત્રના કારણરૂપે હોવાથી ગૌણ ચારિત્ર છે એમ કહે છે. તેથી અશુભ ઉપયોગવાળા પંચમકાળવર્તી વક્ર-જડોને અને ચંડ એવા ચંડરુદ્રાદિ વગેરેને શુભપયોગ પણ નથી, તો શુદ્ધોપયોગ તો સંભવે જ નહિ; તેથી - તેઓને ચારિત્ર માની શકાશે નહિ. માટે અવતરણિકામાં કહેલ છે કે તીર્થપ્રવૃત્તિના ઉચ્છેદનો પ્રસંગ પ્રાપ્ત થશે, કેમ કે તીર્થ વક્ર અને જડ સાધુઓથી ચાલે છે. આ પ્રમાણે સિદ્ધાંતપક્ષી કહે છે. s:-ये हि वक्रजडा निष्कारणमेव कौटिल्यमाचरन्ति, ये च चण्डरुद्राचार्यप्रभृतयो निष्कारणमेव कुप्यन्ति, न तेषां मायाक्रोधौ प्रशस्तरागाऽप्रवृत्ततया शुभाविति नोज्जीवति शुभोपयोगः, तदनवकाशे तु शुद्धोपयोगोऽपि दूर एवेति कथं तेषां चारित्रवार्ताऽपि? योगस्थैर्यरूपचारित्राभ्युपगमे तु न • किञ्चिदनुपपन्नम्, सज्वलनमायाकोपाभ्यां तस्यातिचारकरणेऽपि मूलतोऽनपायात्, यदागमः- ''सव्वेवि अइयारा संजलणाणं तु उदयओ टुति । मूलच्छेज्जं पुण होइ बारसण्हं कसायाणं । ति।[आव.नि. ११२ ] युक्तं चैतत्, यथा हि वजं ज्वलनसंपर्कादुष्णीभवति, न तु मूलतो विनश्यति तथा संज्वलनादपि चारित्रं सातिचारतामञ्चति, न तु मूलतो विनश्यति। उक्तं च ' १. सर्वेप्यतिचाराः संज्वलनानां तूदयतो भवन्ति । मूलच्छेद्यं पुनर्भवति द्वादशानां कषायाणाम्।।
SR No.005703
Book TitleAdhyatmamatpariksha Shabdasha Vivechan Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages400
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy