SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૦. અધ્યાત્મમત પરીક્ષા..... ગાથા - ૭૩-૭૪ ભાવાર્થ - 2 a' અહીંયાં=પૂર્વમાં સાક્ષીપાઠરૂપ અત્તરાયથી ' એ પ્રમાણે કહેલા શ્લોકમાં કેવલજ્ઞાન પ્રતિ આ બધા દોષો પ્રતિબંધક છે એમ કહ્યું, તેનું તાત્પર્ય એ છે કે સર્વ દોષના વિગમથી કેવલજ્ઞાનની ઉત્પત્તિ થાય છે, તેથી સર્વ દોષો કેવલજ્ઞાન પ્રતિ પ્રતિબંધક છે. હવે આવરણવિધયા સર્વ પ્રતિબંધક નથી, તેથી ગ્રંથકાર પૃથફ પ્રતિબંધકપણું બતાવે છે - કેવલજ્ઞાન પ્રતિ અજ્ઞાન પ્રતિબંધક છે અને કેવલદર્શન પ્રતિ નિદ્રા પ્રતિબંધક છે. યદ્યપિ કેવલદર્શન પ્રતિ આવરણવિધયા કેવલદર્શનાવરણ કારણ છે, તો પણ પૂર્વ શ્લોકમાં જે અઢાર દોષો બતાવ્યા તેમાં દર્શનાવરણીયની પ્રકૃતિ તરીકે નિદ્રા છે, તેને આશ્રયીને કેવલદર્શન પ્રતિ દર્શનાવરણીયના ઉદયથી જન્ય જે નિદ્રાનો પરિણામ છે તેને પ્રતિબંધક કહેલ છે. અને ક્ષાયિક સમ્યક્ત પ્રતિ મિથ્યાત્વ પ્રતિબંધક છે અને ક્ષાયિક ચારિત્ર પ્રતિ અવિરતિ આદિ પ્રતિબંધક છે. અહીં ‘વિ' પદથી પૂર્વ શ્લોકમાં કહેલ કામ, હાસ્ય, રતિ, અરતિ આદિનું ગ્રહણ કરવું અને ક્ષાયિક દાનાદિ લબ્ધિપંચક પ્રતિ અંતરાયનું પ્રતિબંધકપણું છે. મનાતાપિવરાનપ્રતિપસ્થિત્યાત્' સુધીના કથનનું તાત્પર્ય એ છે કે દિગંબરને પણ એ માન્ય છે કે, કેવલજ્ઞાન થયા પછી શાસ્ત્રઅભ્યાસની આવશ્યક્તા રહેતી નથી અને તેથી અભ્યાસ નહિ હોવા છતાં પણ ક્ષાયિક જ્ઞાન ઓછું થતું નથી એમ તેઓ માને છે; અને ક્ષયોપશમરૂપ શ્રુતજ્ઞાન, અભ્યાસ ન કરવામાં આવે તો ધીરે ધીરે હીનતાને પામે છે એમ પણ તેઓ માને છે. તેથી તેને માન્ય એવા દષ્ટાંતથી કહે છે કે, જેમ શાસ્ત્રનો અભ્યાસ સાયિક ભાવના જ્ઞાનગુણ, દર્શનગુણ, ચારિત્રગુણના પ્રતિપંથી નથી, તેમ સુધા અને તૃષા પણ પ્રતિપંથી નથી. તેથી કેવલીને ક્ષુધાતૃષા સ્વીકારવામાં દોષ નથી. ઉત્થાનઃ-પૂર્વમાં કહ્યું કે સુધાદિના ઉદયને સહન કરનાર શુભભાવવાળા મહર્ષિઓને જ્ઞાનની પ્રવૃદ્ધિ જ સંભળાય છે, ત્યાં શંકા કરતાં પૂર્વપક્ષી કહે છે - Ast:- अथ क्षुदादिजन्या-ध्यानाच्छुभभावपरिहाणिः श्रूयते इति चेत्? न ह्ययं तयोरपराधोऽपि त्वरत्यादेरिति विचारणीयम्। 'पापप्रकृतिजन्यतया तयोर्दोषत्वमिति तु मन्दप्रलपितं, परेणापि केवलिनि तादृशप्रकृतिस्वीकारात्। ટીકાર્ય - ‘અથ' – સુધાદિજન્ય આર્તધ્યાનથી શુભ ભાવની પરિહાનિ સંભળાય છે, તેથી ધાદિને કારણે મહર્ષિઓને શુભ ભાવ થાય છે અને તેનાથી જ્ઞાનની પ્રવૃદ્ધિ થાય છે તેમ કહી શકાય નહીં, તેવો પૂર્વપક્ષીનો આશય છે. તેને સિદ્ધાંતકાર કહે છે, આ અર્થાત્ સુધાદિજન્ય આર્તધ્યાન થાય છે એ, તે બેનો=સુધાપિપાસાનો, અપરાધ નથી, પરંતુ અરતિ આદિનો અપરાધ છે. એ પ્રમાણે વિચારવું જોઈએ. ભાવાર્થ તાત્પર્ય એ છે કે જે વ્યક્તિને સુધાવેદના પ્રત્યે દ્વેષ સ્કુરણ થાય છે, તેને તે દ્વેષથી જન્ય અરતિમોહનીયનો ઉદય સુધાકાળમાં થાય છે, અને તેને કારણે સુધાદિરૂપ અનિષ્ટના સંયોગના નિવારણની ચિતારૂપ આર્તધ્યાન તેને પ્રવર્તે છે; પરંતુ જે લોકોને સુધાદિકાળમાં તે સુધા સ્વસામર્થ્યથી સહ્ય હોવાના કારણે અરતિ પેદા થતી નથી, પરંતુ તે સહન કરવાથી સુખ-દુઃખ પ્રત્યે તુલ્યવૃત્તિને અભિમુખ એવો સમભાવ પેદા થાય છે, તેમને સુધાદિથી શુભ ભાવ જ પ્રાપ્ત થાય છે અને તેનાથી જ્ઞાનની પ્રવૃદ્ધિ જ થાય છે.
SR No.005702
Book TitleAdhyatmamatpariksha Shabdasha Vivechan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages246
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy