________________
કર્મવિપાક-વિવેચનસહિત ૩૫ રહેલા મનુષ્યમાંના કેઈ મનુષ્ય ક્ષપશમની વિચિત્રતાથી શંખ, ભેરી વગેરે વાજિંત્રના શબ્દને જુદા જુદા સાંભળે.
૨. અબહ-ક્ષપશમની મંદતાથી સામાન્ય રીતે જાણે, પણ પૃથક્ પૃથક્ જાતિને ન જાણે તે અબહુ અવગ્રહ. જેમ કે માણસ “વાજિંત્રના શબ્દો સંભળાય છે તેમ સામાન્ય રીતે જાણે.
૩. બહુવિધ–પૃથક પૃથક્ જાતિને પણ અનેક ધર્મયુક્ત જાણે. જેમ, પ્રત્યેક શંખ, ભેરીના શબ્દો તીવ્ર મધ્યમ કે મન્દ સ્વરે વાગે છે તે જાણે.
૪. અબહુવિધપ્રત્યેક શખાદિના શબ્દને થોડા ધર્મ સહિત જાણે તે અબહુવિધ અવગ્રહ.
૫. ક્ષિપ્ર-ક્ષપશમની તીવ્રતાથી જલદીથી વસ્તુને જાણે તે ક્ષિપ્ર અવગ્રહ..
૬. અક્ષિપ્ર–ક્ષપશમની મંદતાથી લાંબા કાળે વિચારીને જાણે તે અક્ષિપ્ર અવગ્રહ.
૭. અનિશ્ચિત-ચિહ્ન સિવાય સ્વરૂપમાત્રથી વસ્તુને જાણે તે અનિશ્ચિત અવગ્રહ. જેમ વિજા સિવાય આકાર માત્રથી દેવમંદિર જાણે.
૮. નિશ્ચિત-ચિથી વસ્તુને જાણે તે નિશ્ચિત અવગ્રહ. જેમ વજાથી દેવમંદિર જાણે.
૯ અસંદિગ્ધ–સંદેહ સિવાય નિશ્ચિત જાણે તે અસંદિગ્ધ અવગ્રહ. . ૧૦. સંદિગ્ધ–સંદેહ સહિત પદાર્થને જાણે તે સંદિગ્ધ અવગ્રહ.