________________
( વત્સરાજ-ગુર્જર-માલવરાજ ) વીર નિર્વાણની તેરમી સદીના અંતિમ ચતુર્થ ચરણથી લઈને ચૌદમી સદીના મધ્ય સુધી જાલોરના રાજસિંહાસન પર વત્સરાજ નામનો રાજા થયો. વત્સરાજે સુવિશાળ અવંતિ (માલવા) રાજ્ય પર પણ પોતાનું આધિપત્ય સ્થાપિત કરી લીધું હતું. કુવલયમાલાકાર ઉદ્યોતનસૂરિ અને હરિવંશપુરાણકાર જિનસેન મુજબ વિક્રમની નવમી સદીના પૂર્વાર્ધમાં વત્સરાજની ગણના ભારતના શકિતશાળી રાજાઓમાં કરવામાં આવતી હતી. રાષ્ટ્રકૂટવંશીય રાજા કૃષ્ણ (પ્રથમ)ના બંને પુત્ર ગોવિંદ દ્વિતીય (વલ્લભ) અને ધ્રુવ, મહારાજા વત્સરાજના સમકાલીન હતા. - વત્સરાજનો સમય રાષ્ટ્રકૂટવંશીય રાજાઓનો ઉત્કર્ષકાળ હતો. ઈ.સ. ૭૩૦-૭૩૫ની વચ્ચે રાષ્ટ્રકૂટવંશના શકિતશાળી રાજા દિતિદુર્ગે (ઈ.સ.૭૩૦-૭૫૩) ચાલુક્ય રાજા કીર્તિવર્માને હરાવીને લગભગ સંપૂર્ણ ચાલુક્ય રાજ્યને પોતાના રાજ્યમાં ભેળવીને માન્યખેટને પોતાના સમયનું સૌથી શકિતશાળી રાજ્ય બનાવી દીધું હતુ. દંતિદુર્ગ પછી રાષ્ટ્રકૂટવંશના સાતમાં રાજા કૃષ્ણ (પ્રથમ) અને તેના બંને પુત્રો - ગોવિંદ (દ્વિતીય) અને ધ્રુવ - એ આઠમા અને નવમા રાજાઓએ પણ રાષ્ટ્રકૂટ રાજ્યની સીમાઓ અને શકિતમાં ઉત્તરોત્તર અભિવૃદ્ધિ જ કરી.
રાષ્ટ્રકૂટવંશની આ શક્તિવૃદ્ધિનો દુષ્યભાવ વત્સરાજ પર પડ્યો. અંદાજ મુજબ ઈ.સ. ૭૮૭ની આસપાસ રાષ્ટ્રકૂટવંશીય રાજા ધ્રુવે માલવરાજ વત્સરાજ પર એક મોટી શકિતશાળી સેના સાથે ચઢાઈ કરી. વત્સરાજ તે યુદ્ધમાં હારી ગયો. વત્સરાજને માલવ રાજ્યથી હાથ ધોવાની સાથે-સાથે માલવા છોડીને મરૂપ્રદેશ તરફ પલાયન કરી જવા માટે મજબૂર થવું પડ્યું. ધ્રુવની પ્રચંડ સૈન્યશક્તિને જોઈને વત્સરાજને વિશ્વાસ થઈ ગયો કે, માલવા પર ફરીથી આધિપત્ય સ્થાપિત કરવું તો દૂર, માલવામાં રહેવું પણ તેના માટે સર્વનાશનું કારણ બની શકે છે. - આથી તે પોતાની બાકી સેના સાથે પોતાની રાજધાની જાબાલિપુર (જાલોર) પાછો ફર્યો અને ત્યાં જ રહીને જાલોરનું શાસન કરવા લાગ્યો. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 96969696969696969696969. ૧૯૧|