________________
વનરાજે ભુવડના ખજાનાની રક્ષા કરવાવાળા સૈનિકોની સંખ્યાથી ચારગણી સંખ્યામાં પોતાના સૈનિકોને સાથે લઈ, ભુવડના રાજ્યાધિકારીઓના પાછા ફરવાના માર્ગમાં તેમના ઉપર આક્રમણ કરવા માટે યોગ્ય સ્થળો પર વૃક્ષોની આડાસમાં પોતાની છાવણીઓ નાખી દીધી.
ભુવડના રાજસ્વ અધિકારી પુષ્કળ ધનરાશિ અને સૈનિકો સાથે જેવા વનમાં પહોંચ્યા, વનરાજ પોતાના સૈનિકોની સાથે તેમના પર તૂટી પડ્યો. ભુવડના સૈનિક વનરાજના પ્રબળ આક્રમણ સામે ટકી શક્યા નહિ. થોડી જ વારમાં ભુવડના સૈનિક ક્ષતવિક્ષત થઈ ધરાશાયી થઈ ગયા. આ આક્રમણમાં વનરાજને ૨૪ લાખ સ્વર્ણમુદ્રા, ૪૦૦ ઘોડા, અનેક હાથી અને ગાડાં, શસ્ત્રાસ્ત્ર વગેરે અનેક પ્રકારની સામગ્રી પ્રાપ્ત થઈ.
આટલી વિપુલ ધનરાશિ એકઠી થઈ જવાથી વનરાજે એક શક્તિશાળી સેનાનું ગઠન કરીને પોતાના પૈતૃક રાજ્ય પર અધિકાર કરવાનું શરૂ કરી દીધું. ભુવડને પોતાના અનુચરો પાસેથી જાણકારી મળી ગઈ કે વનરાજે અજેય શક્તિ એકત્રિત કરી લીધી છે, આથી તેણે ગુજરાત તરફથી પોતાનું મોઢું ફેરવી લીધું. છેવટે લાંબા સંઘર્ષ પછી ગુર્જરભૂમિનાં નાનાં-મોટાં અનેક ક્ષેત્રો પર પોતાનું આધિપત્ય સ્થાપિત કરતાં-કરતાં વનરાજ ચાવડા ગુર્જરભૂમિના વિશાળ અને શક્તિશાળી રાજ્યનો સ્વામી બની ગયો.
પોતાના ગુરુ શીલગુણસૂરિના નિર્દેશ અનુસાર વનરાજે વિ. સં. ૮૦૨ વૈશાખ શુક્લ ત્રીજ(અક્ષય તૃતીયા)ના દિવસે શીલગુણસૂરિ દ્વારા બતાવવામાં આવેલી ભૂમિ ઉપર અણહિલ્લપુર-પાટણ નગરના પાયાનો શિલાન્યાસ કર્યો.
પૂર્વકૃત સંકલ્પ પ્રમાણે મહારાજા વનરાજે ચાપોત્કટ રાજવશંના રાજસિંહાસન પર આરૂઢ થતાં સમયે પોતાની ધર્મની બહેન શ્રીદેવીના હાથે જ રાજતિલક કરાવ્યું.
તેણે શ્રીમાળી જૈન જાંબ - અપરનામ ચાંપરાજને, જંગલમાં લીધેલી પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે પોતાનો મંત્રી બનાવ્યો. જાંબના ઉત્તરાધિકારી વંશધર પેઢી દર પેઢી ગુર્જર રાજ્યનાં રાજકાર્યોમાં સક્રિય યોગદાન જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)
૧૪૦