SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ભવદેવે કહ્યું : “હું આર્ય આર્જવનો નાનો પુત્ર ભવદેવ છું. મારા મોટા ભાઈ ભવદત્તની ઇચ્છાને કારણે મારી નવવિવાહિતા પત્નીને પૂછ્યા વગર તથા અંતર્મનથી ન ઇચ્છવા છતાં પણ હું લજ્જાવશ પ્રવ્રુજિત થઈ ગયો હતો. ક્યાંક મારી ગણના અકુલીનોમાં ન કરવામાં આવે, એ હેતુથી હું નાગિલાના મુખકમળને જોવાની ચિરલાલસાથી પ્રેરિત થઈ અહીં આવ્યો છું. શ્રાવિકે ! તમે તો નાગિલાને અવશ્ય ઓળખતા હશો. મારી એ નાગિલા કેવી છે ? એનું રૂપ-લાવણ્ય કેવું છે અને જોવામાં એ કેવી લાગે છે ?’’ શ્રાવિકા બોલી : “તે બિલકુલ એવી જ લાગે છે જેવી કે હું. એનામાં અને મારામાં કોઈ વિશેષ ફરક નથી. પણ એક વાત હું સમજી ન શકી કે આપ તો પવિત્ર શ્રમણાચરણનું પાલન કરી રહ્યા છો, હવે આપને એ નાગિલાનું શું કામ છે ?'' ભવદેવ : “પાણિગ્રહણના તત્કાળ પશ્ચાત્ જ હું એને છોડીને ચાલ્યો ગયો હતો.’ શ્રાવિકા : “આ તો પૂર્વોપાર્જિત પુણ્યના પ્રતાપે આપે ઘણું સારું કર્યું કે ભવભ્રમણની વિષવલ્લરીને વધવા પહેલાં જ સૂકવી નાખી.’ ભવદેવ : “શું નાગિલા શીલ, સદાચારાદિ-શ્રાવિકાનાં વ્રતોનું પાલન કરતા-કરતા આદર્શ જીવન વિતાવી રહી છે ?” શ્રાવિકા : “નાગિલા ન માત્ર સ્વયં જ આદર્શ શ્રાવિકાનાં વ્રતોનું પાલન કરે છે પરંતુ અનેક મહિલાઓ પાસે પણ પાલન કરાવી રહી છે.” ભવદેવ : “જે પ્રકારે હું એનું અહર્નિશ સ્મરણ કરતો રહું છું, એ જ પ્રમાણે શું એ પણ મારું સ્મરણ કરતી રહી છે ?” શ્રાવિકા : “આપ સાધુ થઈને પણ આપના કર્તવ્યને ભૂલી ગયા છો, પણ તે શ્રાવિકા નાગિલા કલ્યાણકારી સાધનાપથ ઉપર ચાલતાંચાલતાં આપની જેમ ભૂલ નથી કરી શકતી. તે શ્રાવિકાને યોગ્ય ઉચ્ચ ભાવનાઓનું અનુચિંતન કરતા-કરતા કઠોર તપસ્યાઓ કરે છે, આત્માર્થી સાધુ-સાધ્વીઓના ઉપદેશામૃતનું પાન કરે છે અને પ્રતિક્રમણ પ્રત્યાખ્યાનાદિથી ભવભ્રમણની મહાવ્યાધિના સમૂળગા નાશ માટે સદા પ્રયત્નશીલ રહે છે.’ ૪ ઊજી જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)
SR No.005686
Book TitleJain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Original Sutra AuthorN/A
AuthorHastimal Maharaj
PublisherSamyag Gyan Pracharak Mandal
Publication Year2012
Total Pages386
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy