SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ' દ્વાદશાંગીનો પરિચય | “સમવાયાંગ અને નંદી સૂત્ર'માં દ્વાદશાંગીનો પરિચય આપવામાં આવ્યો છે. શ્વેતાંબર અને દિગંબર બંને પરંપરાઓના પ્રાચીન ગ્રંથોમાં દ્વાદશાંગીનો ક્રમ નિમ્નલિખિત રૂપમાં આપવામાં આવ્યો છે : ૧. આચારાંગ ૨. સૂત્રકૃતાંગ ૩. સ્થાનાંગ ૪. સમવાયાંગ પ. વ્યાખ્યાપ્રાપ્તિ ૬. જ્ઞાતાધર્મકથા ૭. ઉપાસકદશા ૮. અંતકૃતદશા ૯. અનુત્તરોપપાતિકદશા ૧૦. પ્રશ્નવ્યાકરણ ૧૧. વિપાકસૂત્ર ૧૨. દૃષ્ટિવાદ. (૧. આચારાંગ) આચારાંગમાં શ્રમણ નિગ્રંથોના આચાર, ગોચરી, વિનય, કર્મક્ષય, વિનયના ફળ, કાયોત્સર્ગ, ઊઠવું-બેસવું, ઊંઘવું, ચાલવું, ફરવું, ભોજનપાન, ઉપકરણની મર્યાદા અને ગવેષણા વગેરે સ્વાધ્યાય, પ્રતિલેખન આદિ, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિનું પાલન, દોષોને ટાળીને શય્યા, વસતિ, પાત્ર, ઉપકરણ, વસ્ત્ર, અસન પાનાદિ ગ્રહણ કરવું, મહાવ્રતો, વિવિધ વ્રતો, તપ, અભિગ્રહો, અંગોપાંગોના અધ્યયનકાળમાં આચાર્લી (આયંબીલ) આદિ તપ, જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર - આ બધી વાતોનો સમ્યકરૂપે વિચાર કરવામાં આવ્યો છે. અંગોના ક્રમની અપેક્ષાથી આચારાંગનું પ્રથમ સ્થાન છે. અતઃ આ પ્રથમ અંગ માનવામાં આવ્યું છે. શ્રુતપુરુષનો પ્રમુખ આચાર હોવાના કારણે પણ આને પ્રથમ અંગ કહેવામાં આવ્યું છે. આચારાંગમાં ૨ શ્રુતસ્કંધ, ૨૫ અધ્યયન, ૮૫ ઉદ્દેશનકાળ અને ૮૫ જ સમુદ્રેશનકાળ કહેવામાં આવ્યા છે. આ પ્રથમ અંગમાં ૧૮૦૦૦ પદ માનવામાં આવ્યાં છે. રપ અધ્યયનાત્મક આચારાંગના જે ૮૫ ઉદ્દેશન અને ૮૫ સમુદેશનકાળ માનવામાં આવ્યા છે, એનું કારણ એ છે કે બંને શ્રુતસ્કંધોના કુલ મળીને ૮૫ ઉદ્દેશક થાય છે. - આચારાંગમાં ગદ્ય અને પદ્ય એ બંને જ શૈલીઓમાં પ્રતિપાદ્ય વિષયનું પ્રતિપાદન હોવાના કારણે આ ગદ્ય-પદ્યાત્મક અંગશાસ્ત્ર છે. વર્તમાનમાં બંને શ્રુતસ્કંધ રૂપ આચારાંગનાં પદપરિમાણ ૨૫૦૦ શ્લોક-પ્રમાણ છે. - આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધનું નામ નવબ્રહ્મચર્ય છે અને એમાં નિમ્નલિખિત ૯ અધ્યયન છે : જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 293969696969696969 પ૦]
SR No.005686
Book TitleJain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Original Sutra AuthorN/A
AuthorHastimal Maharaj
PublisherSamyag Gyan Pracharak Mandal
Publication Year2012
Total Pages386
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy