SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મા અવિનાશી ધ્રૌવ્ય છે. સંસારી આત્માઓમાં ઘટપટાદિના ઇન્દ્રિયગોચર થવા પર જે ઘટોપયોગ, પટોપયોગ વગેરે જ્ઞાનપર્યાય ઉત્પન્ન થાય છે, એ દૃષ્ટિથી આત્માના ઉત્પાદ સ્વભાવનું તથા એમાં પટોપયોગના ઉત્પન્ન થવાના કારણે પૂર્વના ઘટોપયોગરૂપી જ્ઞાનપર્યાયનો વ્યય અર્થાત્ વિનાશ થવાના કારણે આત્માના વ્યય સ્વભાવનો પરિચય પ્રાપ્ત થાય છે. પણ ઉત્પાદ અને વ્યયની આ બંને પરિસ્થિતિઓમાં આત્માનો અવિનાશી સ્વભાવ સદા-સર્વદા પોતાના શાશ્વત-ધ્રુવ સ્વરૂપમાં વિદ્યમાન રહે છે. અતઃ આત્મા ધ્રૌવ્ય સ્વભાવવાળો માનવામાં આવ્યો છે. જ્ઞાનપર્યાયોનો ઉત્પાદ અને વ્યયના કારણે જ આત્મા ઉત્પાદ અને વ્યય રૂપમાં પરિલક્ષિત થાય છે, અન્યથા તે શાશ્વત, ધ્રૌવ્ય, અવિનાશી છે. આ પ્રકારે પંચભૂતવાદ, તજીવ-તચ્છરીવાદ, એકાત્મવાદ વગેરેનું ખંડન કરતા ભગવાન મહાવીરે પોતાની ગુરુ-ગંભીર મૃદુવાણી દ્વારા અનુપમ કુશળતાપૂર્વક પ્રમાણસંગત તેમજ હૃદયગ્રાહી યુકિતઓથી આત્માના અસ્તિત્વ સંબંધમાં ઇન્દ્રભૂતિ ગૌતમના મનોગત સંપૂર્ણ સંશયોનો મૂળચ્છેદ કર્યો. પ્રભુની દિવ્યધ્વનિથી ન માત્ર એમના અંતરમનના સંદેહો જ દૂર થયા, સાથે-સાથે એમનું અંતર અચિંત્ય, અનિર્વચનીય, અભુત અને અલૌકિક ઉલ્લાસથી ઓતપ્રોત થઈ ગયું. (હૃદયપરિવર્તન - ઇન્દ્રભૂતિ ગૌતમે પોતાની આંખો વડે અસીમ કૃતજ્ઞતા પ્રગટ કરી અને પોતાની જાતને પ્રભુચરણોમાં ન્યોછાવર (સમર્પિત) કરતા હર્ષપૂર્ણ ગદ્ગદ સ્વરે કહ્યું: “ભગવન્! હવે હું સંપૂર્ણ રૂપે તમારી શરણમાં છું.” સર્વજ્ઞ પ્રભુ મહાવીરની અતિશયકારી અતીવ પ્રભાવોત્પાદક અને યુકિતસંગત અમોઘ વાણી દ્વારા ઇન્દ્રભૂતિ ગૌતમની સત્યાન્વેષિણી, સરળ, સ્વચ્છ અને અનાગ્રહપૂર્ણ મનોભૂમિમાં રોપેલું અને પરિસંચિત આધ્યાત્મિકતાનું બીજ સહસા અંકુરિત, પલ્લવિત અને પુષ્પિત થઈ ઊઠ્યું. પૂર્વાગ્રહો પ્રત્યે લેશમાત્ર પણ મોહ ન હોવાના લીધે તથા સત્ય પ્રત્યે પરમ નિષ્ઠાની સાથે-સાથે સત્યને પોતાના જીવનમાં ઢાળવાનું પ્રબળ સાહસ હોવાના લીધે ઇન્દ્રભૂતિ ગૌતમને શ્રમણ ભગવાન મહાવીર દ્વારા પરમ સત્યનો બોધ થતા જ તક્ષણ જરા પણ અચકાયા વગર સહર્ષ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૨) 9633333333333 ૪૫ ]
SR No.005686
Book TitleJain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Original Sutra AuthorN/A
AuthorHastimal Maharaj
PublisherSamyag Gyan Pracharak Mandal
Publication Year2012
Total Pages386
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy