SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ વિ. નિ. સં. ૧૭૦માં સ્વર્ગસ્થ થયા. આ બંનેને સમકાલીન બતાવતી વખતે એમણે આચાર્ય પરંપરાની કાળ-ગણનાનું તો પૂરું ધ્યાન રાખ્યું છે, પણ રાજ્ય-ગણનામાં પાલકના રાજ્યકાળના ૬૦ વર્ષોની ગણના કરવાની તેઓ એકદમ ભૂલી ગયા છે અને આ પ્રકારે વી. નિ. સં. ૨૧પમાં શાસનારૂઢ થયેલ ચંદ્રગુપ્તને વી. નિ. સં. ૧૫૫માં ૬૦ વર્ષ પહેલાં જ મગધ સમ્રાટ બનાવી દીધા.” આ પ્રબળ પ્રમાણ સમક્ષ ચંદ્રગુપ્ત મૌર્યને શ્રુતકેવળી ભદ્રબાહુના સમકાલીન શિષ્ય શ્રમણ અથવા શ્રાવક બતાવતા કથાનકનું ઐતિહાસિક મૂલ્ય નથી જળવાતું. (૪. સામાન્ય પૂર્વધરકાળ) શ્વેતાંબર પરંપરાની માન્યતાનુસાર વી. નિ. સં. ૫૮૪ થી ૧૦૦૦ સુધીનો કાળ સામાન્ય પૂર્વધરકાળ માનવામાં આવ્યો છે. આ પ્રકરણમાં આર્ય રેવતી નક્ષત્રથી લઈને આર્ય દેવદ્ધિગણી ક્ષમાશ્રમણ સુધી ૧૦ વાચનાચાર્યો, આર્ય રક્ષિતથી આર્ય સત્યમિત્ર સુધી ૧૦ યુગપ્રધાનાચાર્યો, આર્ય રથચંદ્ર, સમન્તભદ્ર, વૃદ્ધદેવ, પ્રદ્યોતન, માનદેવ વગેરે ગણાચાર્યોનો પરિચય આપવામાં આપ્યો છે. આ પ્રકરણમાં અનુયોગોના પૃથક્કરણ, શાલિવાહન શાકસંવત્સર, જૈનશાસનમાં સંપ્રદાયભેદ, દિગંબર પરંપરામાં સંઘભેદ, યાપનીય સંઘ, ગચ્છોની ઉત્પત્તિ, ચૈત્યવાસ, સ્કંદિલિયા અને નાગાર્જુનિયા - આ બંને આગમ-વાચનાઓ, વી. નિ. સં. ૯૮૦માં વલ્લભી નગરમાં થયેલ અંતિમ આગમ-વાસના સમયે આગમ-લેખન, આર્ય દેવદ્ધિની ગુરુ-પરંપરા, સામાન્ય પૂર્વધરકાળ સંબંધી દિગંબર પરંપરાની માન્યતા, પ્રજ્ઞાપના સૂત્ર” અને ષખંડાગમનો તુલનાત્મક પરિચય, નંદિસંઘની પ્રાકૃત પટ્ટાવલીને લઈને દિગંબર પરંપરામાં વ્યાપ્ત કાળનિર્ણય વિષયક ભ્રમણાઓ વગેરે કેટલાંક મહત્ત્વપૂર્ણ તથ્યો ઉપર વિસ્તારપૂર્વક પ્રકાશ નાખવાનો પ્રયાસ કરવામાં આવેલો છે. આ પ્રકરણના અંતે “કેવળીકાળથી પૂર્વધરકાળ સુધીની “સાધ્વી પરંપરા' શીર્ષકમાં આર્ય સુધર્માથી દેવદ્ધિગણી ક્ષમાશ્રમણ સુધીની ૧૦૦૦ વર્ષની અવધિમાં થયેલ પરમ પ્રભાવિકા પ્રવર્તિનીઓ અને સાધ્વીઓનો જે પરિચય ઉપલબ્ધ થયો, તે આપવામાં આવ્યો છે. [ ૩૨ 9696969696969696969699 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)
SR No.005686
Book TitleJain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Original Sutra AuthorN/A
AuthorHastimal Maharaj
PublisherSamyag Gyan Pracharak Mandal
Publication Year2012
Total Pages386
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy