SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ આપણે બધાં અવ્રતાવસ્થામાં જ અકાળ મૃત્યુના કોળિયા બનીને અધોગતિ પામતા. જીવન-મૃત્યુના સંધિકાળના અંતિમ ક્ષણમાં મુક્તિના દેવતાના રૂપમાં મુનિ હાજર થયા અને એમણે આપણને બધાંને મૃત્યુના મુખમાં જતા બચાવ્યાં. આથી આપણાં બધાં માટે શ્રેયસ્કર એ જ થશે કે આપણે લોકો આચાર્ય વજ્રસેન પાસે શ્રમણદીક્ષા ધારણ કરી તપ અને સંયમની ભઠ્ઠીમાં આપણાં કર્મોને બાળીને હંમેશાં માટે આ દારુણ દુ:ખ-દાવાનળથી બચવાનો પ્રયત્ન કરીએ.” ઈશ્વરીના આ અત્યંત સુંદર સુઝાવના વખાણ કરીને જિનદત્ત આદિ બધાંએ સંસારથી વિરક્ત થઈ પ્રવ્રુજિત થવાનો દૃઢ સંકલ્પ કર્યો. ધનિક જિનદત્ત, એમની પત્ની ઈશ્વરી તેમજ એમના નાગેન્દ્ર, ચંદ્ર, નિવૃત્તિ અને વિદ્યાધર આ ચારેય પુત્રોએ અપાર વૈભવ અને સમસ્ત સાંસારિક ભોગોને ઠોકર મારી આર્ય વજ્રસેન પાસે સર્વવિરતિ રૂપ અણગારધર્મની દીક્ષા અંગીકાર કરી લીધી. ઈશ્વરીએ એ સંક્ટકાળથી શિક્ષા (બોધ-પાઠ-લઈ) લીધી અને એના ચિંતનની સાચી દિશાએ એ દારુણ સંકટના અભિશાપને પણ સ્વયં તેમજ એના કુટુંબ માટે વરદાનરૂપે બદલી દીધો. સાધ્વી ઈશ્વરીનું જીવન બધાં માટે એક ઘણું જ પ્રેરણાત્મક છે. એ મનુષ્યમાત્રને નિરંતર એ જ પ્રેરણા આપતું રહે છે કે - ‘ઓ માનવ ! દુઃખની ઠોકર ખાઈને પોતાની જાતને સંભાળ, એ જ ક્ષણથી એવા પ્રયત્નમાં લાગી જા, જેનાથી તારે ક્યારેય દુઃખનો દિવસ જોવો ન પડે.’ 卐 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) ૭૭ ૩૪૯
SR No.005686
Book TitleJain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Original Sutra AuthorN/A
AuthorHastimal Maharaj
PublisherSamyag Gyan Pracharak Mandal
Publication Year2012
Total Pages386
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy