SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ અને સાધ્વીના અનુપમ ધૈર્ય અને સાહસ પર આફરીન થઈ ગયા. છેલ્લે સાધ્વી પાસે પોતાનાં પહેરેલાં વસ્ત્રો સિવાય કંઈ પણ બાકી રહ્યું નહિ ત્યારે આ દશ્ય જોઈ રહેલી ગુસ્સાથી વ્યાકુળ ભીડે મહાવતને લલકાર્યો - બંધ કરો આ ધૃષ્ટતા ને !' મહાવતે મુરુડરાજની તરફ જોયું. મુરુડરાજનો સંકેત મળતાં જ મહાવતે હાથીને અંકુશમાં કરી લીધો. આ ઘટના ઘટવા પછી મુરુડરાજે એની બહેનને કહ્યું : - ‘સહોદરે ! આ અગાધ ધૈર્યશાલિની સમર્થ સાધ્વીની પાસે તું પ્રવ્રુજિત થઈ શકે છે. વસ્તુતઃ આ ‘સાધ્વીનો ધર્મ શ્રેષ્ઠ અને સર્વજ્ઞ પ્રરૂપિત છે.’ પોતાના ભાઈની પરવાનગી મેળવી મુરુડ રાજકુમારીએ એ તપોપૂતા જૈનસાધ્વી પાસે દીક્ષા લઈ લીધી. હજારો લોકોએ એમનો જળઘોષ કરીને સન્માન આપ્યું. એ બંને સાધ્વીઓએ જન-જનના મનમાં શ્રદ્ધાનો વણથંભ્યો સ્રોત પ્રવાહિત કરી દીધો. એ સાધ્વીઓનાં નામ ભલે અજ્ઞાત હોય, પણ એમનું જીવન સંયમ અને સાહસની પ્રેરણા આપતું રહેશે. પરમ પ્રભાવિકા યક્ષા આદિ સાધ્વીઓ આચાર્ય સંભૂતિવિજયના આચાર્યકાળ(વી. નિ. સં. બીજી-ત્રીજી સદી)માં મહામંત્રી શકડાલની ૭ પુત્રીઓના દીક્ષિત થવાનો ઉલ્લેખ મળે છે. યક્ષા આદિ સાતેય બેહેનોની યાદશક્તિ ઘણી પ્રખર અને પ્રબળ હતી. કઠોરથી કઠોર તેમજ કેટલાંયે લાંબાં ગદ્ય અથવા પદ્યને માત્ર એકવાર સાંભળીને જ યક્ષા એને પોતાના સ્મૃતિપટલ ઉપર અંકિત કરી તત્કાળ યથાવત્ સંભળાવી દેતી હતી. એ જ પ્રમાણે બીજી, ત્રીજી એમ સાતે સાત બહેનો ક્રમશઃ બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત વાર સાંભળી કોઈ પણ ગદ્ય-પદ્યને યથાવત્ સંભળાવી દેતી હતી. આ સાતેય બહેનોએ અંતિમ નંદની રાજસભામાં વરરુચિ જેવા પંડિતને પોતાની અદ્ભુત યાદશક્તિના ચમત્કારથી હતપ્રભ કરી એના ઘમંડને ઉતાર્યો હતો. આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તીએ બાળપણથી જ એ સમયની મહાન વિદુષી આર્યા યક્ષાના સાંનિધ્યમાં રહીને એકાદશાંગીનું જ્ઞાન મેળવ્યું હતું. ૩૪૨ ૭૭ 8 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)
SR No.005686
Book TitleJain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Original Sutra AuthorN/A
AuthorHastimal Maharaj
PublisherSamyag Gyan Pracharak Mandal
Publication Year2012
Total Pages386
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy