SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ કરીને નૃશંશી હુણ આક્રમણખોરોનો સંહાર કર્યો અને એમને આગળ વધતા અટકાવ્યા. જાન-માલની પાર વગરની હાનિ (ખુવારી) થયા બાદ હૂણ સરદાર પોતાની વધેલી-ઘટેલી સેનાની સાથે રણમેદાન છોડીને ભાગી છૂટ્યો, સ્કંદગુપ્ત અદ્દભુત વીરતા અને સાહસથી દુનિત હૂણોને હરાવી ભારતનું એક મહાસંકટમાંથી રક્ષણ કર્યું. - એક તો યુદ્ધમાં હૂણોની શક્તિ પરવારી ચૂકી હતી, ઉપરથી પોતાની હારનો બદલો લેવા માટે હૂણોએ વારંવાર ભારત ઉપર આક્રમણ કર્યો. દરેક વખતે સ્કંદગુપ્ત રણક્ષેત્રમાં હૂણોને નાલેશી ભરેલ હારનો સ્વાદ ચખાડ્યો. હૂણોને હરાવ્યા પછી સ્કંદગુપ્ત પોતાના સામ્રાજ્યના બધા પ્રાંતોમાં પોતાના અત્યંત વિશ્વાસુ અને સુયોગ્ય શાસકોની નિમણૂક કરી, જેનાથી દેશના શત્રુઓને ઊગતા જ ડામી દેવાય. ' સ્કંદગુપ્ત જનકલ્યાણનાં અનેક કાર્યો કર્યા. મૌર્યસમ્રાટ ચંદ્રગુપ્તના શાસનકાળમાં વી. નિ. સં. ૨૨૭ની આસપાસ બનેલી સુદર્શન ઝલનો જીર્ણોદ્ધાર અઢળક ધન-સંપદા ખર્ચીને સ્કંદગુખે કરાવ્યો. સ્કંદગુપ્ત સ્વયં વિષ્ણુભક્ત હતો, પણ અન્ય બધા ધર્મો પ્રત્યે પણ સંભાવના રાખતો હતો. એના રાજ્યમાં શૈવ, જૈન અને બૌદ્ધોને પોતાના ધર્મના પ્રચાર-પ્રસાર કરવાની પૂર્ણપણે સ્વતંત્રતા હતી. વિ. નિ. સં. ૯૮૨ થી ૯૯૪ સુધીના પોતાના ૧૨ વર્ષના રાજ્યકાળમાં સ્કંદગુપ્ત અનેક યુદ્ધોમાં શત્રુઓને હરાવીને વિક્રમાદિત્યની ઉપાધિ ધારણ કરી. - સમુદ્રગુપ્તના શાસનકાળથી સ્કંદગુપ્તના શાસનકાળ સુધી અર્થાત્ વી. નિ. સં. ૮૬૨ થી ૯૯૪ સુધી ગુપ્ત સામ્રાજ્યનો ઉત્કર્ષકાળ રહ્યો. સ્કંદગુપ્તના દેહાવસાન પછી ગુપ્ત-સામ્રાજ્યનો અપકર્ષ શરૂ થઈ ગયો. સ્કંદગુપ્ત નિઃસંતાન હતો, આથી એના નિધન પછી એનો ભાઈ પુરુગુપ્ત સામ્રાજ્યનો શાસક બન્યો. સંભવતઃ દોઢ વર્ષ સુધી જ પુરુગુપ્તનું રાજ્ય રહ્યું. વિ. નિ. સં. ૮૯૬માં એના દેહાંત પછી એનો પુત્ર નરસિંહ ગુપ્ત અયોધ્યાની ગાદી પર બેઠો. વી. નિ. સં. ૧૦૦૦માં એ મરણ પામ્યો અને ત્યાર બાદ કુમારગુપ્ત (દ્વિતીય) ગુપ્ત રાજ્યનો સ્વામી થયો. ૩૩ર હિ૭૬96969696969696999 જેન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૨) * ; . . . t ". *
SR No.005686
Book TitleJain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Original Sutra AuthorN/A
AuthorHastimal Maharaj
PublisherSamyag Gyan Pracharak Mandal
Publication Year2012
Total Pages386
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy