SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ એ એમની ‘રત્નમાળા’માં લખ્યું છે કે - ‘ઉત્તમ મુનિઓએ કલિયુગમાં વનવાસ કરવો જોઈએ નહિ. જિનમંદિરો અને ખાસ કરીને ગ્રામ આદિમાં રહેવું જ એમના માટે યોગ્ય (ઉચિત) છે.’ અનુમાન કરવામાં આવે છે કે - દિગંબર મુનિઓએ વિ. સં. ૪૭૨માં વનવાસ છોડીને ‘નિસીહિ' આદિમાં રહેવાનો પ્રારંભ કર્યો હોય અને એમાં વિકૃતિ હોવાને લીધે વિ. સં. ૧૨૧૯ પછી મઠવાસ ચાલુ થયો હોય અને એમાં રહેનારા મઠવાસી ભટ્ટારક કહેવાયા હોય. વિ. સં. ૧૨૮૫માં ‘ચૈત્યવાસ’ સર્વથા બંધ થઈ ગયો અને મુનિઓએ ઉપાશ્રયમાં રોકાણ કરવાનું શરૂ કરી દીધું. ચંદ્રગુપ્ત પ્રથમ ઘટોત્કચના અવસાન પછી એનો પુત્ર ચંદ્રગુપ્ત (પ્રથમ) મગધની રાજગાદી પર બેઠો. ઇતિહાસવિદોનું અનુમાન છે કે ચંદ્રગુપ્ત પ્રથમનો શાસનકાળ ઈ.સ. ૩૧૯ થી ૩૩૫ (વી. નિ. સં. ૮૪૬ થી ૮૬૨) સુધી રહ્યો. ઇતિહાસના લબ્ધપ્રતિષ્ઠિત પાશ્ચાત્ય વિદ્વાન લીટે એવું સિદ્ધ (સાબિત) કર્યું છે કે - ઈ.સ. ૩૧૯ થી ૩૨૦માં ચંદ્રગુપ્ત પ્રથમે મહારાજાધિરાજ બિરુદ્ધ ધારણ કરી ‘ગુપ્તસંવત’ ચલાવ્યું. આવી હાલતમાં સહજ જ અનુમાની શકાય છે કે - મહારાજાધિરાજ'ની પદવી ધારણ કર્યા પહેલાં ચંદ્રગુપ્તને રાજા બન્યા પછી મહારાજાધિરાજ પદ ધારણ કરવા માટે મગધના આડોશ-પાડોશનાં રાજ્યો પર પોતાનો અધિકાર સ્થાપવા માટે ઓછામાં ઓછા ચાર-પાંચ વરસનો સમય તો ચોક્કસ જ લાગ્યો હશે. એક રાજા સિંહાસન પર આરૂઢ થતા જ તત્કાળ મહારાજાધિરાજનું બિરુદ ધારણ કરવા યોગ્ય વિશાળ ભૂખંડને થોડાક જ સમયમાં પોતાના અધીનસ્ય કરી લે, આ શક્ય નથી લાગતું. આ તથ્યો ઉપર વિચાર કરતા ચંદ્રગુપ્તના રાજા બનવાનો સમય ઈ.સ. ૩૧૯-૩૨૦ થી થોડાં વર્ષ પહેલાં અનુમાન કરવું જ વધુ યુક્તિસંગત થશે. એનાથી એમ જ નિષ્કર્ષ-તારણ નીકળે છે કે ઈ.સ. ૩૧૦ થી ૩૧૫ના મધ્યવર્તી કોઈક સમયમાં ચંદ્રગુપ્ત પ્રથમનો રાજ્યાભિષેક થયો અથવા એણે યુવરાજ અવસ્થામાં પોતાના પિતાના રાજ્યનો વિસ્તાર કરવો શરૂ કરી દીધો હોય. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) ૩૨૩
SR No.005686
Book TitleJain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Original Sutra AuthorN/A
AuthorHastimal Maharaj
PublisherSamyag Gyan Pracharak Mandal
Publication Year2012
Total Pages386
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy