SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ચંદ્રકુળના આચાર્ય સામંતભદ્ર જે વખતે વનવાસ પ્રચલિત કર્યો, એ જ વખતે એમની સાથે નાગેન્દ્ર, ચંદ્ર, નિવૃત્તિ તેમજ વિદ્યાધર કુળના અન્ય શ્રમણો પણ વનમાં રહેવા લાગ્યા. ત્યારથી “વનવાસીગચ્છ નામની શરૂઆત થઈ. સમયની વિષમતાને લીધે વનમાં વસવાટ કરવામાં ઘણી અડચણો આવવા લાગી. રાજાઓના એકબીજા સાથેના ભયંકર યુદ્ધ, વારંવાર લાંબા સમયના દુકાળ, આહાર-પાણીનો અભાવ, પઠનપાઠનમાં અંતરાય-વિશેષ, શ્રુતનો હ્રાસ, શક્તિની ક્ષીણતા, લોકોની અપ્રીતિ તેમજ સંઘની અસ્તવ્યસ્તતા આદિ કારણોથી શ્રતધરોએ ગંભીર ચર્ચાવિચારણા પછી શ્રાવકોની વસ્તીમાં નહિ, પરંતુ મંદિરોની પાસે ઉપાશ્રયમાં ઊતરવાની મર્યાદા પ્રચલિત કરી. એની શરૂઆત વી. નિ. સં. ૮૮રમાં થઈ ગઈ; જેથી એ વખતે વનોની જગ્યાએ મુનિલોકો વસ્તીના ચૈત્ય તેમજ માત્ર ઉપાશ્રયમાં જ રોકાતા હતા, પણ ત્યાં સ્થિરવાસ કરતા ન હતા, તેઓ સતત વિહાર કરતા રહેવાના કારણે વિહરુક કહેવાતા હતા. પરંતુ સમયના પ્રભાવથી આ મર્યાદામાં પણ શિથિલતા આવી અને કેટલાયે મુનિઓએ સ્થાયી રૂપે. ચૈત્યવાસને સ્વીકારી લીધો. વી. નિ. સં. બારમી અર્થાત્ વિક્રમની આઠમી સદીના અંતમાં તો આ ચૈત્યવાસ વિકૃત થઈ ગૃહવાસ જેવો જ બની ગયો. જૈનશ્રમણ પોતાની નિર્ચથતા તેમજ વીતરાગભાવની સાધના માટે હર-હંમેશ ચોક્કસ એવું જ માનતા હતા કે - “જેમ બને તેમ ગૃહીજનોના સંસર્ગથી બચવું જોઈએ, જેથી એમના મનમાં રાગભાવ જન્મ નહિ. લાંબા સમય સુધી કોઈ એક જ જગ્યાએ રહેવાથી રાગવૃદ્ધિની સાથેસાથે નિગ્રંથતામાં વિકૃતિ આવવી શક્ય છે.” આ દૃષ્ટિથી એમણે એમનું રહેઠાણ પણ ગૃહસ્થોના સંપર્કથી દૂર તેમજ અસ્થાયી રાખ્યું. આ ભાવનાને લઈને ભગવાન મહાવીર પછી પણ જૈન શ્રમણ સંઘ જનસંપર્કથી દૂર વિવિત વાસ તેમજ “ગામે-ગામે એગે રાય નગર-નગર પંચ રાય” આ વચન પ્રમાણે અપ્રતિબદ્ધ ભાવે નવકલ્પી વિહાર કરતા રહ્યા. પરંતુ જ્યારે ચૈત્યવાસ રૂપે ગૃહીજનોના નજીકના સંપર્કમાં જૈનશ્રમણોનાં રહેઠાણ શરૂ થતાં તો એ ચોક્કસપણે નક્કી જ હતું કે આજુબાજુના ભક્તગણ સવાર-સાંજ જેટલું પણ વધુ હોય, સેવાભક્તિનો લાભ લેવા લાગે. ભાવુક ભક્તોના વારંવાર આવન-જાવન અને એમના વડે કરાતી ઉપાસનાથી શ્રમણવર્ગનું મન ભાવ-વિભોર થઈ ઊઠ્યું. ૩૨૦ 969696969696969696969 જેન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)
SR No.005686
Book TitleJain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Original Sutra AuthorN/A
AuthorHastimal Maharaj
PublisherSamyag Gyan Pracharak Mandal
Publication Year2012
Total Pages386
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy